ગુજરાતમાં ફરી વળ્યાં છે મેઘરાજા! આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ફૂંકાશે મિની વાવાઝોડું! તૂટી પડશે વરસાદ

Gujarat Rains: ગુજરાતમાં મેઘરાજાએ પાંચમા રાઉન્ડમાં અનેક જગ્યાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકને લઇને એક મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠામાં અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં ફરી વળ્યાં છે મેઘરાજા! આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ફૂંકાશે મિની વાવાઝોડું! તૂટી પડશે વરસાદ

Gujarat Heavy Rains: ઓગસ્ટમાં વરસાદ ઓછો પડ્યો, પરંતુ સપ્ટેમ્બરમાં મેઘરાજા દિલ ખોલીને વરસવાનું મન બનાવી લીધું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આગામી ત્રણ કલાકને લઈને ફરી એક ઘાતક આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠામાં આગામી ત્રણ કલાક ખુબ જ ભારે રહેવાના છે. સાબરકાંઠામાં આગામી ત્રણ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા ભડાકા અને 40 kmph ની ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. 

બીજી બાજુ હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આપેલી આગાહીમાં રાજ્યના 25 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી છે. સાથે સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં પશ્ચિમી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બનશે. જેના કારણે દાહોદમાં આજે 12 ઇંચથી વધુ વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ રહેશે.

આવતીકાલે (17 સપ્ટેમ્બર) નર્મદા દાહોદ, અરવલ્લીમા અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘો તરબોડ થવાનો છે, જેના કારણે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 

19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તે જ દિવસે મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે. છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને કોતરમાં નીર આવ્યા છે. નાની ભોરદલી ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news