ફટકડીનો એક ટુકડો તમને બચાવી શકે છે કોરોના વાયરસથી, જાણો તેની વિશેષતા

કોરોના વાયરસને લઈને બચવાના જાત જાતના ઉપાયો સમે આવી રહ્યાં છે. પરંતુ અફસોસની વાત એ છે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાં તો મોંઘી હોય છે અથવા તો તેને દરેક જગ્યાએ લઈ જવી શક્ય હોતી નથી.

Updated By: Mar 18, 2020, 04:12 PM IST
ફટકડીનો એક ટુકડો તમને બચાવી શકે છે કોરોના વાયરસથી, જાણો તેની વિશેષતા

નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને બચવાના જાત જાતના ઉપાયો સમે આવી રહ્યાં છે. પરંતુ અફસોસની વાત એ છે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાં તો મોંઘી હોય છે અથવા તો તેને દરેક જગ્યાએ લઈ જવી શક્ય હોતી નથી. આવામાં તમને જો હાથ ધોવા માટે કશું મળી શકે તેમ ન હોય તો ફટકડી તમારા ખુબ કામ આવી શકે છે. સાંભળવામાં થોડું અટપટુ લાગે પણ આ દેસી નુસ્ખાથી તમે સરળતાથી બેક્ટેરિયા અને વાયરસને દૂર કરી શકો છો. 

ડોક્ટરો પણ માને છે ફટકડીને ગુણકારી
ફોર્ટિસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગના પ્રમુખ ડો.સુનિતા મિત્તલનું કહેવું છે કે જો ઘરમાં કે બહાર સાબુ કે સેનેટાઈઝર ઉપલબ્ધ ન હોય તો એક ફટકડીનો ટુકડો પણ કામ લાગી શકે છે. ફટકડીમાં એલ્યુમિનિયમ સલ્ફેટ હોય છે. જે પાણીને એકદમ ચોખ્ખુ કરી દે છે. જો પાણીમાં એક ટુકડો ફટકડી નાખીને તેનાથી હાથ ધુઓ તો બીમારીઓથી બચી શકો છો. બધુ મળીને હાથ ધોવા માટે ફટકડી ફેરવેલું પાણી સાદા પાણી કરતા વધુ પ્રભાવી હોય છે. 

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડો. કે કે અગ્રવાલનું કહેવું છે કે આપણા વડીલો પણ ફટકડીના ગુણોને જાણતા હતાં અને સ્વીકાર્યા હતાં. પાણી સ્વચ્છ કરવું હોય કે પછી ત્વચામાં કોઈ ઈજા થઈ હોય તો લોહીને વહેતું રોકવું હોય. આ બધામાં ફટકડીનો ઉપયોગ થતો રહ્યો છે. પરંતુ હજુ સુધી સાયન્ટિફિકલી ફટકડીથી વાયરસ કે બેક્ટેરિયાના મરવા પર કોઈ સંશોધન થયું નથી. આથી ડોક્ટરો લોકોને તેના ઉપયોગને લઈને વધુ જણાવી શકતા નથી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. અત્યાર સુધી 148 કેસ સામે આવ્યાં છે. કોરોના વાયરસના કારણે 3ના મોત થયા છે. જ્યારે 14 લોકો ઠીક થઈ ચૂક્યા છે. દેશના અનેક રાજ્યોએ સુરક્ષા કારણોસર હેલ્થ ઈમરજન્સી લાગુ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...