હિંદી પટ્ટામાં 'કમળ'નો નથી ચાલ્યો જાદુ, 2019માં વધી શકે છે મુશ્કેલીઓ

2019ની લોકસભા ચૂંટણી પહેલાનાં 5 મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીને હિંદી પટ્ટીના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્ત્તીસગઢમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે

Updated By: Dec 12, 2018, 12:09 PM IST
હિંદી પટ્ટામાં 'કમળ'નો નથી ચાલ્યો જાદુ, 2019માં વધી શકે છે મુશ્કેલીઓ

નવી દિલ્હી : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ભાજપનો ગઢ માનવામાં આવે છે. જો દેશસ્તર પર ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ તપાસવામાં આવે તો આ વિસ્તાર ભાજપનું હૃદય કહી શકાય. જો કે આ વખતે સત્તારૂઢ ભાજપને તેના હૃદયમાંથી જ હૂમલાનો સામનો કરવો પડ્યો હતો. આ રાજ્યોમાં મળેલા પરાજયથી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો રસ્તો મુશ્કિલ થઇ ચુક્યો છે. જે પાર્ટી 2014થી વિજય સાથે જ 2019માં ફતેહની રણનીતિ બનાવીને કામ કરી રહ્યા હતા. આ પરાજયથી નેતાઓએ ફરીથી નવી ફોર્મ્યુલા તૈયાર કરવા માટે મજબુર કરી દીધા છે. 

2019ની લોકસભા ચૂંટણી પહેલા 5 મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીને હિંદી પટ્ટીનાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. રાજનીતિનાં જાણકારોનું કહેવું છે કે આ ચૂંટણીએ ભાજપને એવો જખમ આવ્યો છે, કે તેની લોકસભામાં વાપસી મુશ્કેલ થઇ ચુકી છે. બીજી તરફ કોંગ્રેસની આ જીતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની છબીને મજબુત કરવાનું કામ કર્યું છે. 

કોંગ્રેસ બન્યો સૌથી મોટો પક્ષ, જાણો મધ્યપ્રદેશમાં કોની બનશે સરકાર...

ત્રણ રાજ્યોમાં નવી સરકાર
અત્યાર સુધી મળેલા પરિણામો અનુસાર મધ્યપ્રદેશની 230 સીટોમાં ગત્ત 15 વર્ષોથી સત્તામાં રહેલી ભાજપને 109 સીટો મળી છે, જ્યારે કોંગ્રેસ 113 સીટો પર કબ્જો કરવામાં સફળ રહી છે. રાજસ્થાનની 200માંથી 199 સીટો પર ચૂંટણી લડાઇ હતી. અહીં ભાજપના ખાતામાં 73 સીટો આવી છે જ્યારે કોંગ્રેસ 00 સીટો પર જીત પ્રાપ્ત કરીને સરકાર રચવાનો દાવો કરી રહી છે. છત્તીસગઢમાં પણ ભાજપ લાંબા સમયથી સત્તામાં છે. અહીં ભાજપની ટક્કર કોઇ પણ દળ સાથે નહોતી. તેમ છતા પણ કોંગ્રસે તમામ પૂર્વાનુમાનોને ધ્વસ્ત કરતા 90માંથી 67 સીટો પર પંજો માર્યો છે. ભાજપને માત્ર 15 જ સીટો મળી શકી છે. 

લોકસભામાં નિશ્ચિત રીતે વિધાનસભા ચૂંટણીની અસર પડશે. કારણ કે કેન્દ્રમાં આ રાજ્યોનું પ્રતિનિધિત્વ ખુબ મોટું હોય છે. મધ્યપ્રદેશમાં લોકસભાની 29, રાજસ્થાનની 25 અને છત્તીસગઢની 11 સીટો છે. જો આ અગાઉ થયેલ અગાઉની ચૂંટણી પર નજર કરીએ તો ભલે ભાજપ સત્તામાં હોય પરંતુ સીટ મુદ્દે તેણે ઘણુ નુકસાન ઉઠાવવું પડ્યું છે. ગુજરાત તેનું સૌથી મોટુ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ કારણથી થયું મોડુ, કારણ જાણીને ચોક્કસ ચોંકી ઉઠશો...

લોકસભા પર પણ પડશે અસર
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મળેલા પરાજયની અસર 2019ની લોકસભા ચૂંટણી પર પણ થશે. જાણકારોનું કહેવું છે કે આ પરિણામે લોકોમાં કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કરવાનું ચાલુ કરી દીધું છે. જે જે સીટો પર કોંગ્રેસની જીત થઇ છે ત્યાં ભાજપની વોટબેંકને ઘટાડવાનું કામ આગામી 5 મહિનામાં કરવામાં આવશે. રાજનીતિના જાણકારો કહે છે કે અત્યારની અસરથી કણત્રી કરવામાં આવે તો ભાજપને મધ્યપ્રદેશમાં 29માંથી 17, રાજસ્થાનમાં 25માંથી 13 અને છત્તીસગઢમાં 11માંથી માત્ર 1 સીટ પર જ જીત પ્રાપ્ત થઇ શકે છે. 

રાજનીતિક પંડિતો તે ફોર્મ્યુલા અંગે આશ્વસ્ત એટલા માટે છે કારણ કે 2004,2009 અને 2014ની લોકસભા ચૂંટણી પહેલા જ્યાં જ્યાં વિધાનસભા ચૂંટણીઓ થઇ છે, ત્યાના પરિણામોએ લોકસભાને પ્રભાવિત કરી છે. ગત્ત ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ જીત્યું હતું. જેની અસર લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ રીતે વર્તાઇ હતી.

સહયોગી દળો પર નિર્ભરતા
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બેકફટમાં આવેલ ભાજપ હવે પોતાનાં સહયોગી દળો પર નિર્ભરતા વધી જશે. જેના કારણે સીટોની વહેંચણી મુદ્દે ખેંચતાણ જોવા મળી રહેશે. બિહારમાં તો મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલા જ બરાબરની હિસ્સેદારીની વાત કહી ચુક્યા છે. અન્ય સહયોગી દળો પણ સીટ શેરિંગ મુદ્દે ભાજપ પર દબાણ વધારશે.