ત્રણ કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા પછી ચિદમ્બરમની ધરપકડ, કાલે CBI કોર્ટમાં કરાશે રજુ

કોંગ્રેસના વડામથક ખાતે પત્રકારોને સંબંધોત કર્યા પછી ચિદમ્બરમ પોતાના ઘરે પહોંચી ગયા હતા. ત્યાર પછી સીબીઆઈની ટીમ ચિદમ્બરમના ઘરે પહોંચી અને તેમને અટકમાં લઈને વડામથક ખાતે લઈ જવાયા છે.  

ત્રણ કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા પછી ચિદમ્બરમની ધરપકડ, કાલે CBI કોર્ટમાં કરાશે રજુ

નવી દિલ્હીઃ મંગળવારથી લાપતા કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ બુધવારે સાંજે કોંગ્રેસના દિલ્હી ખાતેના વડામથક પર પહોંચ્યા હતા. તેમણે કોંગ્રેસના વડામથક ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી અને જણાવ્યું કે, INX મીડિયા કેસમાં તેઓ આરોપી નથી. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં ઘણો બધો ભ્રમ ફેલાવાયો છે.

ચિદમ્બરમે જણાવ્યું કે, તેઓ ફરાર થયા ન હતા, પરંતુ તેઓ બુધવારે આખી રાત દસ્તાવેજો તૈયાર કરી રહ્યા હતા. ચિદમ્બરમે દિલ્હી કોંગ્રેસના વડામથક ખાતે પત્રકાર પરિષદ સંબોધતાં જ સીબીઆઈ અને ઈડીની ટીમ તેમની ધરપકડ કરવા માટે કોંગ્રેસના વડામથકે પહોંચી હતી. જોકે, ચિદમ્બરમ પત્રકાર પરિષદ સંબોધીને દિલ્હીમાં જોર બાગ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે પહોંચ્યા હતા. 

ત્રણ કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા પછી પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હવે આવતીકાલે ચિદમ્બરમને સીબીઆઈની કોર્ટમાં રજુ કરાશે. 

10.05 PM : સીબીઆઈની ટીમ વડામથકના પાછળના દરવાજાથી ચિદમ્બરમને લઈને પ્રવેશી. 
10.00 PM : ચિદમ્બરમના પુત્રએ વધુમાં જણાવ્યું કે, 2007ની ઘટનામાં 2017માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને 2018માં કાર્યવાહી શરૂ કરાઈ હતી. 
9.58 PM : ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે જણાવ્યું કે, રાજકીય દ્વેષના કારણે આ સમગ્ર કેસ ઊભો કરવામાં આવ્યો છે. 
9.55 PM : સીબીઆઈના વડામથક ખાતે આખી રાત ચિદમ્બરમની પુછપરછ થાય તેવી સંભાવના છે. 
9.50 PM : સીબીઆઈના ડાયરેક્ટર CBI વડા મથકે પહેલાથી જ પહોંચી ચૂક્યા છે. 

— ANI (@ANI) August 21, 2019

9.48 PM : ચિદમ્બરમના ઘરેથી તેમને કારમાં બેસાડીની સીબીઆઈની ટીમ રવાના થઈ.
9.45 PM : ચિદમ્બરમના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓનું ભારે વિરોધ પ્રદર્શન.
9.42 PM : ચિદમ્બરમના ઘરે દિલ્હી પોલીસનો જમાવડો. દિલ્હી પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો. પરિસ્થિતિને નિયંત્રણ લેવામાં ભરપૂર પ્રયાસ.
9.40 PM : ચિદમ્બરમના બંગલાની બહારના ભાગેથી કોંગ્રેસના કાર્યકર્તા અને મીડિયાકર્મીઓને ખસેડી દેવાયા. 
9.35 PM : કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા. 

9.30 PM : ચિદમ્બરમના ઘરે દિલ્હી પોલીસની ટૂકડી પહોંચી. 
9.20 PM : ચિદમ્બરમના બંગલામાં પોલીસની એક કારને પ્રવેશ આપવામાં આવ્યો.
9.15 PM : ચિદમ્બરમના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી. 
9.10 PM : સીબીઆઈની ટીમે દિલ્હી પોલીસની મદદ માગી. 

9.05 PM : ઈડીની ટીમ પણ ચિદમ્બરમના ઘરે પહોંચી છે. 
9.00 PM : સીબીઆઈની ટીમ ચિદમ્બરમના ઘરે પહોંચી ત્યારે ગેટ બંધ હતો. આથી ટીમને દિવાલ કૂદીને અંદર જવું પડ્યું. 
8.50 PM : સીબીઆઈની ટીમ ચિદમ્બરમના ઘરે પહોંચી. 
8.45 PM : ચિદમ્બરમ કોંગ્રેસ મુખ્યાલયથી પોતાના ઘરે પહોંચ્યા. 
8.30 PM : સીબીઆઈની ટીમ કોંગ્રેસ મુખ્યાલયથી ચિદમ્બરમના ઘરે જવા રવાના થઈ. 

મંગળવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન રદ્દ કરાયા પછી મોડી સાંજે અને રાત્રે સીબીઆઈ અને ઈડીની ટીમ વારાફરતી ચિદમ્બરમના પહોંચી હતી, પરંતુ તેઓ ઘરે મળ્યા ન હતા.  બુધવારે સુપ્રીમ કોર્ટમાં પણ ચિદમ્બરમ દ્વારા આગોતરા જામીન મેળવવા માટે અને સુનાવણી માટે ત્રણ વખત પ્રયાસ હાથ ધરાયો હતો, પરંતુ અરજીમાં ટેક્નીકલ ખામીના કારણે સુનાવણી થઈ શકી નથી.

બુધવારે સાંજે સીબીઆઈએ ચિદમ્બરમ સામે લુક આઉટ નોટિસ બહાર પાડી હતી. આ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ તેમની સામે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યું હતું. જોકે, હવે તેઓ કોંગ્રેસના વડામથક ખાતે જોવા મળતાં સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી છે અને તેમની ધરપકડ કરી શકે છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news