આગરામાં ચિંતાજનક કિસ્સો, Corona પોઝિટિવ યુવતી આઈસોલેશન સેન્ટરમાંથી ભાગી, લોકોના હોશ ઉડ્યા

કોરોના વાઈરસે સમગ્ર દુનિયામાં કોહરામ મચાવ્યો છે. ભારતમાં પણ આ વાઈરસનો પગપેસારો થઈ ગયો છે અને અત્યાર સુધીમાં 83 કેસ જોવા મળ્યાં છે. આ માટે સરકારે નાગરિકોને સતર્કતા વર્તવાની સલાહ આપી છે અને ભીડભાડવાળી જગ્યાઓ પર જવાથી બચવાની વાત કરી છે. પરંતુ આગરામાં એક એવો કેસ સામે આવ્યો છે કે જેણે બધાના હોશ ઉડાવી દીધા છે.

આગરામાં ચિંતાજનક કિસ્સો, Corona પોઝિટિવ યુવતી આઈસોલેશન સેન્ટરમાંથી ભાગી, લોકોના હોશ ઉડ્યા

આગરા: કોરોના વાઈરસે સમગ્ર દુનિયામાં કોહરામ મચાવ્યો છે. ભારતમાં પણ આ વાઈરસનો પગપેસારો થઈ ગયો છે અને અત્યાર સુધીમાં 83 કેસ જોવા મળ્યાં છે. આ માટે સરકારે નાગરિકોને સતર્કતા વર્તવાની સલાહ આપી છે અને ભીડભાડવાળી જગ્યાઓ પર જવાથી બચવાની વાત કરી છે. પરંતુ આગરામાં એક એવો કેસ સામે આવ્યો છે કે જેણે બધાના હોશ ઉડાવી દીધા છે. આગરાની એક મહિલા ઈટાલીમાં પતિ સાથે હનીમુન મનાવીને હાલમાં જ બેંગ્લુરુ પાછી ફરી હતી. 

પતિનું સ્ક્રિનિંગ થયું તો તે કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યો. આથી મહિલાને પણ આઈસોલેશનમાં રાખવામાં આવી. પરંતુ આ મહિલાએ પોતાની સાથે જ અન્ય લોકોની સુરક્ષાને પણ ઠેબે ચડાવી દીધી અને આઈસોલેશનમાંથી ભાગી ગઈ. 8 માર્ચના રોજ બેંગ્લુરુથી ફ્લાઈટ પકડ્યા બાદ તે દિલ્હી અને ત્યારબાદ ત્યાંથી ટ્રેન પકડીને તે પોતાના પિયર આગરા પહોંચી ગઈ. જ્યારે સ્વાસ્થ્ય વિભાગને તેની જાણકારી મળી તો અધિકારીઓના હોશ ઉડી ગયા અને તેઓ હરકતમાં આવી ગયાં. 

મહિલા સહિત પરિવારના 8 લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં
આગરાના સીએમઓ મુકેશકુમાર વત્સના નેતૃત્વમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારી મહિલાના ઘરે પહોંચ્યાં તો જાણવા મળ્યું કે તે 8 સભ્યો સાથે રહે છે. તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જે પોઝિટિવ આવ્યો. ત્યારબાદ તેના ઘરના તમામ સભ્યોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં. હવે સ્વાસ્થ્ય વિભાગ મહિલાના ટ્રાવેલ રૂટને ટ્રેસ કરી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તે તમામ લોકોની તપાસ કરવા માંગે જે મહિલાની આસપાસ ફ્લાઈટ કે ટ્રેનમાં હાજર હતાં જેથી કરીને કોઈને પણ કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે માલુમ પડી શકે. 

જુઓ LIVE TV

એરપોર્ટ પ્રશાસન પર ગંભીર સવાલ
જો કે મહિલાની બેદરકારીથી બેંગ્લુરુ અને દિલ્હી એરપોર્ટ પ્રશાસન ઉપર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યાં છે. સવાલ એ છે કે જ્યારે એરપોર્ટ પર હાલમાં જ વિદેશ પ્રવાસ કરનારા તમામ લોકોનું સ્ક્રિનિંગ થઈ રહ્યું છે તો મહિલા તેમાંથી બચી કેવી રીતે? આખરે મહિલાનું સ્ક્રિનિંગ કેમ ન થયું અને જો થયું તો તેનામાં કોરોના વાઈરસનું સંક્રમણ કેમ ધ્યાનમાં ન આવ્યું?

આ મહિલાના લગ્ન ફેબ્રુઆરીમાં થયા હતાં. મહિલા તેના પતિ સાથે ઈટાલી હનીમુન મનાવવા ગઈ હતી. ત્યાંથી તેઓ બંને ગ્રીસ અને ફ્રાન્સ પણ ગયા હતાં. બંને 27 ફેબ્રુઆરીએ મુંબઈ આવ્યાં અને ત્યાંથી બેંગ્લુરુ ગયા હતાં. ગત 7 માર્ચના રોજ મહિલાના પતિનો કોરોના વાઈરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news