કોરોનાને ધોબીપછાડ આપવા માટે CM કેજરીવાલે તૈયાર કર્યો 5T પ્લાન, જાણો વિગતવાર

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસને રોકવા માટે દિલ્હી સરકાર શું પગલાં લેવાની છે તેનો પ્લાન મુખ્યમંત્રી અરવિંદ  કેજરીવાલે જણાવ્યો. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર કોરોનાને રોકવા માટે વિશેષ યોજના પર કામ કરશે જેને તેમણે 5T નામ આપ્યું છે.

કોરોનાને ધોબીપછાડ આપવા માટે CM કેજરીવાલે તૈયાર કર્યો 5T પ્લાન, જાણો વિગતવાર

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસને રોકવા માટે દિલ્હી સરકાર શું પગલાં લેવાની છે તેનો પ્લાન મુખ્યમંત્રી અરવિંદ  કેજરીવાલે જણાવ્યો. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર કોરોનાને રોકવા માટે વિશેષ યોજના પર કામ કરશે જેને તેમણે 5T નામ આપ્યું છે. જેમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, ટીમવર્ક અને ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સામેલ છે. કેજરીવાલે કહ્યું કે જો દિલ્હીમાં 30 હજાર એક્ટિવ દર્દીઓ ઊભા થઈ ગયા તો પણ સરકાર તૈયાર છે. હાલ દિલ્હીમાં 500 કોરોના દર્દીઓ છે. કેજરીવાલે ડોક્ટર અને નર્સોને આ લડાઈના મહત્વના સૈનિક ગણાવ્યાં અને પાડોશીઓને તેમની સાથે સારો વ્યવહાર કરવા જણાવ્યું. 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આપણે કોરોનાથી ત્રણ ડગલા આગળ રહેવું પડશે. જો ઊંઘતા રહ્યાં તો કોરોનાને કંટ્રોલ કરી શકીશું નહીં. 5T પ્લાન અંગે કેજરીવાલે માહિતી આપી..આવો જાણીએ. 

ટેસ્ટિંગ
કેજરીવાલે કહ્યું કે જો ટેસ્ટિંગ નહીં થાય તો ખબર નહીં પડે કે કેટલા ઘરોમાં કોરોના પ્રસર્યો છે. આથી ટેસ્ટિંગ બહુ જરૂરી છે. તેમણે આ માટે સાઉથ કોરિયાનું ઉદાહરણ આપ્યું. તેમણે મોટા પાયે ટેસ્ટિંગ કરીને જાણ્યું કે કોને કોરોના છે. કેજરીવાલે જણાવ્યું કે એક લાખ રેપિડ ટેસ્ટ માટે ઓર્ડર અપાયો છે અને તે જલદી શરૂ થશે. તેમાં હોટસ્પોટ જેવા કે મરકઝ, દિલશાદ ગાર્ડનમાં વધુ રેપિડ ટેસ્ટ થશે. 

ટ્રેસિંગ
કેજરીવાલે જણાવ્યું કે તેના આગળના તબક્કામાં ટ્રેસિંગનું કામ કરાશે. કોરોના પોઝિટિવ 14 દિવસમાં કોને કોને મળ્યો તેને ટ્રેસ કરાશે. તેમને કહેવાશે કે તેઓ 14 દિવસ ઘરોમાં રહે, કોઈને ન મળે. સીએમએ કહ્યું કે હાલ દિલ્હીમાં આ ટ્રેસિંગ ખુબ સારી રીતે ચાલી રહી છે. હવે અમે તેમા પોલીસની મદદ પણ લઈ રહ્યાં છીએ. કેજરીવાલે કહ્યું કે સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવેલા 27702 લોકોના નંબર પોલીસને અપાયા છે. જેથી કરીને આવા લોકોની હરકત પર નજર રાખી શકાય, તેમના ફોનથી માલુમ પડે છે કે તેઓ ઘરમાં છે કે નહીં. 

ટ્રીટમેન્ટ
પોઝિટિવ લોકોની સારવાર થાય છે. LNJPમાં હાલ ફક્ત કોરોનાની સારવાર થઈ રહી છે. જીબી પંતમાં પણ માત્ર કોરોનાની સારવાર ચાલે છે. રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ફક્ત કોરોનાના દર્દીઓને જોવામાં આવી રહ્યાં છે. કેજરીવાલે જણાવ્યું કે લગભગ 2450 સરકારી બેડ, 400 પ્રાઈવેટ હોસ્પિટલ બેડ કોરોનાવાળાઓ માટે રિઝર્વ છે. જેમાં મેક્સ, એપોલો, ગંગારામ હોસ્પિટલ સામેલ છે. બધા મળીને કુલ 2950 બેડ છે. જો 3000 દર્દીઓ થઈ ગયા તો જીટીબીને કોરોના માટે તૈયાર કરીશું. ત્યાં 1500 બેડ છે. જો દિલ્હીમાં 30,000 એક્ટિવ દર્દીઓ પણ થઈ ગયા તો સરકાર પૂરી તૈયાર રહેશે. તેમણે જણાવ્યું કે આટલા દર્દીઓ થતા હોટલ, ધર્મશાળાને ટેકઓવર કરાશે. કેન્દ્ર સરકાર પાસેથી 27000 પીપીઈ કિટ્સ આવવાના છે. 

જુઓ LIVE TV

ટીમ વર્ક
કોઈ પણ એકલો કોરોનાને હરાવી શકે તેમ નથી. આજે કેન્દ્ર, રાજ્ય એકસાથે મળીને કામ કરે છે જે ખુબ સારું છે. કેજરીવાલે કહ્યું કે તમામ રાજ્ય સરકારોએ એક બીજા પાસેથી શીખવાનું છે કે ક્યાં શું સારું કામ થઈ રહ્યું છે. તેઓ બોલ્યા કે ડોક્ટર અને નર્સો આ જંગના સૌથી મોટા સિપાઈ છે તેમના પરિવારોનો ખ્યાલ રાખવાનો છે. કોલોનીઓ વગેરેમાં તેમની સાથે ખરાબ વર્તન સહન થશે નહીં. 

ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ
આગળ જણાવેલી ચાર ચીજો બરાબર ચાલે છે કે નહીં તે જોવાની જવાબદારી કેજરીવાલે પોતે લીધી. તેઓ બોલ્યા કે જે પ્લાન બનાવ્યો છે તે બરાબર ચાલે છે કે નહીં તેના પર તેમની 24 કલાક નજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news