સાઉથને સાઈડલાઈન કરીને આ રાજ્યોમાં Pm મોદીએ ખોબલે ભરીને સભા ગજવી

બીજેને પશ્ચિમ બંગાળથી અનેક અપેક્ષા હોવાના કારણે લોકસભા ચૂંટણીમા બંગાળમાં તેણે સૌથી વધુ લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. પરંતુ અન્ય રાજ્યમાં પણ પીએમ મોદીના પ્રચારની રણનિતી કેવી હતી, તે જુઓ વિશેષ રિપોર્ટમાં.. 

Updated By: May 17, 2019, 02:41 PM IST
સાઉથને સાઈડલાઈન કરીને આ રાજ્યોમાં Pm મોદીએ ખોબલે ભરીને સભા ગજવી

હિતેન વિઠલાણી/દિલ્હી :બીજેને પશ્ચિમ બંગાળથી અનેક અપેક્ષા હોવાના કારણે લોકસભા ચૂંટણીમા બંગાળમાં તેણે સૌથી વધુ લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. પરંતુ અન્ય રાજ્યમાં પણ પીએમ મોદીના પ્રચારની રણનિતી કેવી હતી, તે જુઓ વિશેષ રિપોર્ટમાં.. 

2014 લોકસભા ચૂંટણીમાં બીજેપીએ ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ સભાઓ કરી હતી અને એનું પરિણામ પણ 73 બેઠકો રૂપે મળ્યું હતું. પણ આ વખતની લોકસભાની ચૂંટણીમા પીએમ મોદીએ ઉત્તર પ્રદેશમાં તો સભા સંબોધી જ, પણ તેની સાથે સાથે પશ્ચિમ બંગાળમા પણ સૌથી વધુ સભા સંબોધી છે. તો પહેલા નજર કરીએ કે, પીએમ મોદીએ 2019ની લોકસભા ચૂંટણી માટે ક્યાં કેટલી સભાઓ દ્વારા પ્રચાર કર્યો. 

જસદણનો વિચિત્ર કિસ્સો, રૂમમાં સળગતી મહિલા નાનકડી પુત્રી અને ભાણેજ પર પડી... કુલ 6 લોકો દાઝ્યા 

વડાપ્રધાન મોદીની કુલ સભા 

  • પશ્ચિમ બંગાળમાં 17 સભા 
  • ઉત્તર પ્રદેશમાં 31 સભા 
  • બિહારમા 10 સભા 
  • ગુજરાતમાં 6 સભા 
  • મહારાષ્ટ્રમાં 9 સભા 
  • ઉડીસામાં 8 સભા 
  • તમિલનાડુ, તેલંગના, કેરળ, આંધ્ર પ્રદેશમાં 9 સભા 

પશ્ચિમ બંગાળમાં 42, યુપી 80, મહારાષ્ટ્ર 48, ઉડીસા 21 બેઠકો છે. આજ રાજ્યોમાં 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ સૌથી વધુ ફોક્સ બનાવી રાખ્યું છે. તો દક્ષિણ ભારતમાં મોદીએ સૌથી ઓછી સભા કરી. તામિલનાડુ, તેલંગના, કેરળ અને આંધ્રપ્રદેશ મળીને 101 લોકસભા બેઠકો છે, પરંતુ અહિં તેમણે માત્ર 9 સભા જ યોજી છે. 

ગાંધીનગર સીરિયલ કિલર કેસમાં પિક્ચરમાં આવી મુંબઈ પોલીસ

ગત વર્ષે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી યોજાઈ અને ત્રણેય રાજ્યોમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો. અને આ ત્રણેય રાજ્યોની કુલ 65 લોકસભા બેઠકો છે. જેના માટે પીએમ મોદીએ 20 સભા સંબોધી હતી. તો બિહારની 4૦ બેઠકો પર મોદીની 10 સભા થઈ. પૂર્વોતર રાજ્યોની ૨૪ બેઠકો માટે મોદીની ૮ સભા યોજાઈ, જેમાંથી 4 સભા માત્ર આસામમાં યોજાઈ હતી.

2019 લોકસભા ચૂંટણીના સાત ચરણનું મતદાન પૂર્ણ થવા આવ્યું છે. સાંજે પાંચના ટકોરે સાતમા ચરણ માટે પ્રચાર પડઘમ શાંત થશે, અને 19મીએ અંતિમ ચરણ માટે મતદાન થશે. પણ ચૂંટણીની શરૂઆતથી અત્યાર સુધી મોદી 27 રાજ્યોમાં 144 સભા સંબોધી ચૂક્યા છે. આ સભાની કેટલી અસર મતદારો પર પડશે, તે ચૂંટણીના પરિણામોથી જ ખબર પડશે.

અમદાવાદના વધુ એક સ્ટેશન પરથી આવતીકાલથી મેટ્રો ટ્રેન દોડશે, જાણો ક્યાંથી 

દક્ષિણ ભારત કરતા પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં ભાજપે પોતાનું ધ્યાન સૌથી વધુ કેન્દ્રિત કર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે, જે બતાવે છે કે મમતા દીદીને હરાવવા માટે ભાજપ કેટલું મક્કમ છે. બીજેપીનો આ વખતે સત્તા સુધી પહોંચવાનો સૂર્ય પૂર્વથી ઉગશે કે પછી શું થશે એ તો ૨૩ મેના રોજ પરિણામ આવતા જ ખબર પડશે.