પત્નીએ સેક્સ માટે કર્યો ઈનકાર, ગુસ્સે ભરાયેલા પતિએ કરી નાખ્યું આવું કામ....
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં સર્જાયેલા એક વિચિત્ર ઘટનાક્રમને જાણીને તમને આવા પતિદેવ પર ગુસ્સો આવશે અને તેના પર ફિટકાર વરસાવશો
Trending Photos
ગોરખપુરઃ ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં રવિવારે પોલીસને એક વિચિત્ર ઘટનાનો સામનો કરવો પડ્યો. એક વ્યક્તિએ શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કરનારી પોતાની પત્નીની ગુસ્સામાં આવી હત્યા કરી નાખી અને પછી પોતાનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું. બંને ઘરમાં લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈને પડોશીએ પોલીસને બોલાવી હતી. 24 વર્ષના આરોપીનો ગોરખપુરની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સિદ્ધાર્થનગરના પોખર ગામમાં ઘટી છે. આરોપી અનવારૂલ હસન ઘરમાં પત્ની સાથે એકલો હતો. આથી, આરોપીએ પત્ની પાસે સેક્સ કરવાની માગણી કરી. પત્નીએ જ્યારે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કર્યો તો ગુસ્સે ભરાઈને તેણે પત્નીનું ગળું દબાવી દીધું અને તેની હત્યા કરી નાખી. પત્નીની હત્યા કર્યા પછી હસનનો ગુસ્સો શાંત ન થયો અને તેણે ચપ્પુ લઈને પોતાનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું.
આરોપી હસન ગુજરાતના સુરત શહેરમાં રહીને રોજગારી મેળવે છે. એક વર્ષ પહેલા જ તેના 20 વર્ષની યુવતી સાથે લગ્ન થયા હતા. બે દિવસ પહેલા તે સુરતથી પોતાના વતન પરિવાર સાથે સમય પસાર કરવા માટે આવ્યો હતો.
પડોશીઓએ સવારે મહિલાને જમીન પર પડેલી અને આરોપી હસનને લોહીથી લથબથ હાલતમાં જોયો ત્યારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને આરોપીને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડ્યો હતો. મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે.
આરોપીએ પત્રકારોને જણાવ્યું કે, "તેણે પોતાની પત્નીની હત્યા એટલા માટે કરી નાખી, કેમ કે તેણે સેક્સ કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાર પછી તેણે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું." યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરીને છેલ્લા ઘણા સમયથી દહેજની માગણીને લઈને હેરાન કરવામાં આવતી હતી.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે