ભારત ઉત્સવોનો દેશ છે, ઉત્સવ આપણને જીવનની દિશા આપે છે- પીએમ મોદી

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને રામલીલા સમિતિ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. દ્વારકાની શ્રી રામલીલા સાસોયટી દ્વારા પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મોટાભાગની રામલીલાના આયોજકો દ્વારા પુતળાઓમાં આતિશબાજીનો ઓછો પ્રયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. 

Updated By: Oct 8, 2019, 06:54 PM IST
ભારત ઉત્સવોનો દેશ છે, ઉત્સવ આપણને જીવનની દિશા આપે છે- પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દશેહા પર્વ પ્રસંગે દિલ્હીના દ્વારકાના સેક્ટર-10માં આયોજિત રામલીલામાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમણે અહીં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદી મેટ્રો માર્ગે દ્વારકા પહોંચ્યા હતા. આ પ્રથમ ઘટના છે જ્યારે વડાપ્રધાન મોદી દ્વારકાના સેક્ટર-10માં દશેરા ઉજવવા પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીર છોડીને રાવણના પૂતળાનું દહન કર્યું હતું. આ પહેલા તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે, ભારત ઉત્સવોની ધરતી છે અને ઉત્સવો આપણાં જીવનનો પ્રાણ છે. સાથે જ તેમણે દેશવાસીઓને વિજયાદશમી પ્રસંગે એક સંકલ્પ લેવા પણ આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને રામલીલા સમિતિ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. દ્વારકાની શ્રી રામલીલા સાસોયટી દ્વારા પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મોટાભાગની રામલીલાના આયોજકો દ્વારા પુતળાઓમાં આતિશબાજીનો ઓછો પ્રયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. 

આ પ્રસંગે વડાપ્રધાને ટૂકું સંબોધન કર્યું હતું. 
- દશેરા પર્વની તમને સૌને અનેક અનેક શુભકામનાઓ.
- ભારત ઉત્સવોની ભુમિ છે. વર્ષના 365 દિવસમાં અનેક દિવસોમાં ઉત્સવ આવતા રહે છે. ઉત્સવો આપણને જોડે છે અને આપણને દિશા પણ દેખાડે છે. 
- ઉત્સવો આપણા અંદર ઉમંગ ભરે છે, નવા સ્વપનો જોવાનું સામર્થ્ય આપે છે. 
- ઉત્સવો આપણને શિક્ષણ આપે છે અને આપણને જીવન માટેની નવી દિશા આપે છે. 
- ઉત્સવો આપણા સામાજિક જીવનનો એક ભાગ છે અને ઉત્સવો લોકોના ભાવોની ઉત્તમ માધ્યમ બનતાં રહ્યા છે. 

- તાજેતરમાં જ આપણે શક્તિસાધના, શક્તિઉપાસના, શક્તિઆરાધનાનું પર્વ નવરાત્રિ દેશના ખૂણે-ખૂણે મનાવ્યું છે.
- ભારત એક એવો સમાજ છે જે ગર્વની સાથે પરિવર્તનનો સ્વીકાર કરે છે. ભારત યુગની સાથે-સાથે પરિવર્તિત થતો સમાજ છે. 
​- ભારતીય પરંપરામાં રોબોટ નહીં જીવતા-જાગતા માનવ પેદા થતા રહ્યા છે. 
- આજે વિજયાદશમીનો પાવન પર્વ છે અને સાથે-સાથે આપણી વાયુસેનાનો જન્મદિવસ પણ છે. ભારતીય વાયુસેનાએ પોતાના પરાક્રમો દેખાડીને દેશનું નામ ઊંચું કર્યું છે. 
- આજે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે બધા જ દેશવાસીઓ કોઈ એક સંકલ્પ કરે, જેનાથી સમગ્ર દેશવાસીની ભલાઈ થાય. 
- ગાંધીજીની 150મી જન્મજયંતી, ગુરૂનાનકનો 550મો પ્રકાશ પર્વ આવી રહ્યો છે, ત્યારે આવો આપણે સૌ ભેગામળીને આપણાં જીવનમાં કોઈને કોઈ સંકલ્પ કરીએ. જેથી દેશને ફાયદો પહોંચે. વિજળી બચાવવી, પાણી બચાવવી, દેશની સંપત્તિને કોઈ નુકસાન ન પહોંચાડવું, ગરીબોને ભોજન આપવું, અન્નનો બગાડ ન કરવો જેવા અનેક સંકલ્પમાંથી કોઈ એક સંકલ્પને એક આખું વર્ષ અનુસરીએ.
- 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'ના અભિયાનમાં જોડાઈએ અને પ્લાસ્ટિકના ઉપયોગને તિલાંજલિ આપીએ. આજે પ્રભુ રામના આ વિજયોત્સવ પર્વ પ્રસંગે પ્લાસ્ટિકનો કોઈ પણ પ્રકારને ઉપયોગ કરવાનું ટાળવાનો સંકલ્પ લઈએ અને તેનું અનુસરણ કરીએ.

મંચ પર રામલીલાનું મંચન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન સહિતના મહાનુભવો રામલીલા નિહાળી રહ્યા છે. 
વડાપ્રધાનનું પાઘડી બાંધીને અને ગદા આપીને કરાયું સન્માન. 

વિજયાદશમી પ્રસંગે શુભકામનાઓ આપતા વડાપ્રધાન મોદીએ સવારે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, સમાજના દરેક વર્ગે રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામનો સાથ આપ્યો હતો. 

 

 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....