શાંગ્રિ-લા...એવી જગ્યા જ્યાં કોઈ રોગ કે વાયરસ-બેક્ટેરિયાને પ્રવેશ નહીં, કોઈ મોત નહીં
Trending Photos
નવી દિલ્હી: શાંગ્રિ...લા...શંભાલા...સિદ્ધાશ્રમ...જ્ઞાનગંજ... આ બધી એક જ જગ્યાના અનેક નામ છે. જે ભારત અને તિબ્બત વચ્ચે આવેલા કૈલાશ પર્વતની ઘાટીઓમાં છે. દુનિયાની એકમાત્ર જગ્યા છે જ્યાં મોત કે બીમારી જેવા કોઈ પણ પ્રકારના ડરનું નામોનિશાન નથી. પરંતુ આ જગ્યા દુનિયાની નજરથી ઘણી દૂર છે.
ક્યાં છે શાંગ્રિ-લા?
શાંગ્રિ-લા એટલે કે સિદ્ધાશ્રમ દુનિયાની એક માત્ર એવી જગ્યા છે, જ્યાં આ દુનિયામાં રહેતા હોવા છતાં તમે તેનાથી કોસો દૂર છો. અહીંના અનુભવ ધરાવતા લોકોએ તેને ભૂ-શૂન્ય અને વાયુ-શૂન્ય ગણાવી છે. અહીં સમય પોતાનો પ્રભાવ છોડતો નથી.
એટલે કે આ દુનિયાનો જો કોઈ વ્યક્તિ ત્યાં જાય છે તો સમયનો પ્રભાવ ન હોવાના કારણે તેની ઉંમર વધવાની ગતિ અટકે છે. તે વધુ સમય સુધી યુવા રહે છે. આ ઉપરાંત તેના પર કોઈ પણ પ્રકારની બીમારી કે રોગનો પ્રભાવ પડતો નથી. કારણ કે દરેક પ્રકારના રોગ ફેલાવનારા બેક્ટેરિયા કે વાયરસ અન્ય ડાઈમેન્શનમાં સ્થિત આ જગ્યાએ પ્રવેશી શકતા નથી કારણ કે તેમનો જીવન કાળ આ જ ડાઈમેન્શન સુધી સિમિત છે.
એટલું જ નહીં પણ આ ઘાટીમાં પ્રવેશ કરતા પ્રાણ, મનના વિચારવાની શક્તિ, શારીરિક ક્ષમતાઅને માનસિક ચેતના અનેકગણી વધી જાય છે.
શાંગ્રિ-લા કેમ દુનિયામાં અજાણ છે?
પૃથ્વીના ત્રણ ડાઈમેન્શનથી અલગ ચોથા ડાઈમેન્શન પર તે સ્થિત છે. સામાન્ય રીતે આપણી દુનિયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણ ડાઈમેન્શનના કારણએ જ સરળતાથી દેખાય છે. પરંતુ તેનાથી પણ અલગ ડાઈમેન્શન છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે ડાઈમેન્શન્સની સંખ્યા 11 સુધી ગણાવી છે. શાંગ્રિ-લા ઘાટી તેમાં ચોથા ડાઈમેન્શનમાં સ્થિત છે. પરંતુ આપણે આપણા 3 ડાઈમેન્શનમાં કાર્યવ્યવહાર કરવા માટે એટલા ટેવાયેલા છીએ કે આપણને ચોથા ડાઈમેન્શનની વસ્તુઓ દેખાતી નથી.
ફક્ત ધ્યાનની ઉચ્ચ અવસ્થા સુધી પહોંચેલા સિદ્ધ યોગીઓને જ અન્ય ડાઈમેન્શનની વસ્તુઓ કે સ્થળો દેખાઈ શકે છે. આથી શાંગ્રિ-લા આપણી નજરથી દૂર છે. નેશનલ જિયોગ્રાફિક ચેનલની એક ટીમે પણ શાંગ્રિલા ખીણની શોધ કરવાની કોશિશ કરી. પરંતુ તેમની ટીમ માત્ર શાંગ્રિલા-ખીણના બહારના હિસ્સા સુધી જ પહોંચી શકી. તેનો વીડિયો તમે અહીં જોઈ શકો છો...
જુઓ VIDEO
શાંગ્રિ-લા એક તિબ્બતી શબ્દ છે. જે શેંગ માઉન્ટેન પાસ સાથે મળતો આવે છે. આથી એવું લાગે છે કે આ જગ્યા કુનલુન શેંગ માઉન્ટેનની ઘાટીઓમાં ક્યાંક આવેલી છે. શાંગ્રિલા ઘાટીનો અંદાજિત વિસ્તાર 10 વર્ગ કિમી છે.
ભારતની સરહદની એક બાજુથી લંપિયાધુરા પાસે શાંગ્રિ-લા ઘાટી સુધી પહોંચવાનો માર્ગ છે. તે કૈલાશ માનસરોવર જવાનો પ્રાચીનમાં પ્રાચીન પરંતુ ખુબ જ દુર્ગમ રસ્તો છે. 1962ના ભારત ચીન યુદ્ધ બાદ લંપિયાધુરાનો રસ્તો લગભગ બંધ થઈ ગયો છે.
પ્રાચીનકાળમાં કૈલાશ માનસરોવર જનારા સાધુ સંતો ઉત્તરાખંડના ધારચૂલા થઈને ગૂંજી, કૂંટી, અને પાર્વતી તાલ થઈને કૈલાશ માનસરોવર જવાના લગભગ 18999 ફૂટની ઊંચાઈ ચઢીને લંપિયાધુરા પહોંચતા હતાં.
અહીંથી 1500 ફૂટ નીચે કૈલાશ માનસરોવરના મૂળમાં જ શાંગ્રિ-લા ઘાટી એટલે કે જ્ઞાનગંજની અનુમાનિત સ્થિતિ માનવામાં આવે છે. પરંતુ ચોથા ડાઈમેન્શનમાં હોવાના કારણે તે સામાન્ય લોકોને નજરે ચડતી નથી.
શાંગ્રિ-લા વિશે દુનિયાને કેવી રીતે ખબર પડી?
આમ તો ભારતીયો અને તિબ્બતી પ્રાચીન ગ્રંથોમાં શાંગ્રિ-લા કે શંભાલાનો ઉલ્લેખ પહેલાથી થતો આવ્યો છે. પરંતુ પશ્ચિમી દુનિયાને તેના વિશે સૌથી પહેલા જેમ્સ હિલ્ટનની નોવેલ 'ધ લાસ્ટ હોરાઈઝન'થી ખબર પડી. આ પુસ્તક વર્ષ 1933માં લખાયું, તેને ક્લિક કરીને તમે અહીં વાંચી શકો છે.
જો કે આ એક ફિક્શન ઉપન્યાસ છે. પરંતુ તેમા શાંગ્રિ-લા એટલે કે શંભાલાનું એકદમ જીવંત વર્ણન છે. હકીકતમાં આ નોવેલ સમ્રાટ અકબરના જમાનાની એટલે કે 425 વર્ષ પહેલા કરાયેલી એક મુસાફરી પર આધારિત છે. જે એક પોર્ટુગલી જેસુઈટ પાદરી એન્ટોનિયો એન્ડ્રેડના અનુભવો પર આધારિત હતી. એન્ટોનિયો ભારતીય યોગીઓ અને સન્યાસીઓની સાથે જ્ઞાનગંજની મુસાફરીએ ગયા હતાં. તેમણે પોતાના જે અનુભવ લખ્યા, તે 1926માં ડિસ્કવરી ઓફ તિબ્બતના નામથી કોલકાતાના એક અભ્યાસમાં છપાયા. તેના અંગે તમે વિસ્તારથી અહીં વાંચી શકો છો.
જેમ્સ હિલ્ટને આ રિસર્ચ પેપરથી પોતાની નોવેલ માટે જાણકારી ભેગી કરી. આથી તેમનું પુસ્તક એકદમ જીવંત ઊભરી આવ્યું અને તેને ખુબ પ્રસિદ્ધિ મળી. તેમની નોવેલ ધ લાસ્ટ હોરાઈઝન પર તે સમયે એ જ નામથી 1937માં એક ફિલ્મ પણ બની જે ખુબ લોકપ્રિય થઈ. આ ઉપરાંત વર્ષ 1942માં એક અંગ્રેજ ઓફિસર એલપી ફેરલે તે સમયે આ વિસ્તારની મુસાફરી દરમિયાન થયેલા અજીબોગરીબ અનુભવો વિશે પણ 1959માં સાપ્તાહિક હિન્દુસ્તાનમાં એક કોલમ દ્વારા લેખ પ્રકાશિત કરાવ્યાં હતાં.
ભારતીય સન્યાસીઓને શાંગ્રિ-લા વિશે પૂરી માહિતી હતી
અનાદી કાળથી હિમાલયનો સંપૂર્ણ વિસ્તાર ભારતીય સંતોનો રહ્યો છે. પ્રાચીન કાળથી લઈને આધુનિક યુગમાં મહાત્મા તૈલંગ, સ્વામી લોકનાથ બ્રહ્મચારી લાલ મિસ્ત્રી, રામ ઠાકુર, સદાનંદ સરસ્વતી પ્રભુપાદ, વિજય કૃષ્ણ ગોસ્વામી, સ્વામી વિશુદ્ધાનંદ, શ્યામાચરણ લાહિરી, વગેરેને શાંગ્રિલા એટલે કે સિદ્ધાશ્રમ અંગે વિસ્તારથી માલુમ હતું.
પરમહંસ યોગાનંદના પ્રસિદ્ધ પુસ્તક એન ઓટોબાયોગ્રાફી ઓફ યોગીમાં શાંગ્રિલા એટલે કે શંભાલાને મહાવતાર બાબાજીનું સ્થાયી નિવાસસ્થાન ગણાવાયું છે. તેઓ પોતાના પુસ્તકમાં આ સ્થળનું ખુબ જ જીવંત વર્ણન કરે છે જાણે તેમણે પોતે સિદ્ધાશ્રમને પોતાની નરી આંખે જોયો હોય.
તંત્રમાર્ગના પ્રસિદ્ધ ગુરુ સ્વર્ગીય નારાયણ દત્ત શ્રીમાળીના શબ્દોમાં સિદ્ધાશ્રમ એક એવો સંસાર છે જેમાં પરમ શક્તિશાળી યોગીઓ સહિત સતયુગ ત્રેતા દ્વાપર યુગના અનેક મહાન વિભૂતિઓ, અને ઋષિ કે જેમા રામ, કૃષ્ણ, વિશ્વામિત્ર, વશિષ્ઠ કૃપાચાર્ય, વગેરે સિદ્ધાશ્રમમાં હજારો વર્ષથી શરીરમાં જીવિત સમાધિમુદ્રામાં લીન છે. પદ્મ વિભૂષણ અને સાહિત્ય એકેડેમીથી નવાજવામાં આવેલા અને ગવર્મેન્ટ સંસ્કૃત કોલેજના પ્રાચાર્ય રહી ચૂકેલા ડો.ગોપીનાથ કવિરાજે પણ પોતાના પુસ્તકમાં શાંગ્રિલાનો ઉલ્લેખ કર્યો છે.
ભારતના પ્રાચિન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ છે
શાંગ્રિલાને સ્વર્ગનું દ્વાર પણ કહે છે. મહાભારતમાં જ્યારે પાંડવોનો ધરતી પર જીવનકાળ ખતમ થાય છે અને તેઓ સ્વર્ગ લોક તરફ શરીર સાથે હિમાલય તરફ પ્રયાણ કરે છે. પરંતુ રસ્તામાં દ્રોપદી સાથે તમામ બરફમાં મૃત્યુને વરે છે. ફક્ત યુધિષ્ઠિર જ પોતાના ધર્મરૂપી કૂતરા સાથે સ્વર્ગ પહોંચી શકે છે.
હિમાલય સ્થિત આ સ્વર્ગ બીજુ કઈ નહીં પરંતુ સિદ્ધાશ્રમ એટલે કે જ્ઞાનગંજ અર્થાત શંભાલા એટલે કે શાંગ્રિલા જ હતો. જ્યાં ફક્ત યુધિષ્ઠિર જેવા જ્ઞાનવાન જ પ્રવેશ કરી શકે તેમ હતાં. શંભાલા એટલે કે શાંગ્રિલા ઘાટીને કૈલાશ પર્વતની રહસ્યમય દુનિયા કે પ્રવેશ દ્વાર પણ કહી શકો છો. શંભાલાનું અનુમાનિત સ્થાન કૈલાશ પર્વતના સમીવર્તી ઘાટીઓમાં જ ક્યાંક સ્થિત છે. જ્યાથી શિવના પવિત્ર નિવાસની શરૂઆત થાય છે. કૈલાશ પર્વત દુનિયાનો સૌથી દુર્ગમ પહાડ છે. જેના પર આજ સુધી કોઈ ચઢી શક્યું નથી. કારણ કે તેની નીચે યોગીઓની અદ્રશ્ય નગરી શંભાલા કે શાંગ્રિલા હોવાનું કહેવાય છે. શાંગ્રિલા ઘાટી અંગે અનેક વીડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે જે અનેક પ્રકારના દાવા પણ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે