પોતાના જવાનોની શહાદતનો જબરદસ્ત બદલો લીધો ભારતીય સેનાએ, પાકિસ્તાનને ભારે નુકસાન
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. કેરન સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી એકવાર સીઝફાયરનો ભંગ કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના તોપખાના, આતંકવાદીઓના લોન્ચપેડ સહિત અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચ્યું છે.
ભારતીય સેનાએ શુક્રવારે કાશ્મીરના કૂપવાડામાં ભારે તોપખાનાનો ઉપયોગ કરતા લાઈન ઓફ કંટ્રોલ પાસે રહેલા અનેક લોન્ચિંગ પેડ તબાહ કરી નાખ્યાં છે. આ વિસ્તારમાં ગત રવિવારે પાકિસ્તાની આતંકીઓ સાથે ભારતીય સેનાની જબરદસ્ત અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ આતંકીઓ માર્યા ગયા હતાં. ભારતીય સેનાના પેરા સ્પેશિયલ ફોર્સના પણ પાંચ જવાનો શહીદ થયા હતાં. સેનાના જણાવ્યાં મુજબ શુક્રવારે સવારે પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કરતા સરહદ પારથી ભારે ગોળાબારી કરવાનું શરૂ કરી દીધુ હતું જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.
ભારતીય સેનાએ 105મિમીની ફિલ્ડ ગન ઉપરાંત 155 મિમીની બોફોર્સ તોપોથી એલઓસી પાસે બનેલા પાકિસ્તાની સેનાના તોપખાના અને ત્યા હાજર આતંકીઓના લોન્ચપેડ પર ભારે ગોળાબારી કરી જે આખો દિવસ ચાલુ રહી.
જુઓ LIVE TV
સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ લોન્ચ પેડ ઉપરાંત ગોળાબારૂદના ભંડારો પણ અચૂક ગોળાબારીથી બરબાદ કરી નાખવામાં આવ્યાં છે. ભારતી સેનાને કોઈ નુકસાન થયું હોય તેવા કોઈ અહેવાલ નથી. જ્યાં આખુ વિશ્વ કોરોના સામે લડત લડી રહ્યું છે ત્યાં પાકિસ્તાન આ તકનો ઉપયોગ કાશ્મીરમાં નવા પ્રકારે આતંકવાદ શરૂ કરવામાં ઉપયોગ કરી રહ્યું છે. સેનાના એક અધિકારીએ કહ્યું કે આવનારા દિવસોમાં પાકિસ્તાન તરફથી ગોળાબારી અને ઘૂસણખોરી વધવાની આશંકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે