બુદ્ધ પૂર્ણિમાના અવસરે પીએમ મોદીએ કર્યું સંબોધન, જાણો શું કહ્યું?

અસાધારણ સમય અસાધારણ નિર્ણયોની માંગણી કરે છે. આથી આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા બુદ્ધ પૂર્ણિમા સમારોહ વર્ચ્યુઅલ રીતે આયોજિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે બુદ્ધ પૂર્ણિમા સમારોહમાં સામેલ થયા અને પ્રમુખ સંબોધન કર્યું. 

બુદ્ધ પૂર્ણિમાના અવસરે પીએમ મોદીએ કર્યું સંબોધન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: અસાધારણ સમય અસાધારણ નિર્ણયોની માંગણી કરે છે. આથી આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા બુદ્ધ પૂર્ણિમા સમારોહ વર્ચ્યુઅલ રીતે આયોજિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે બુદ્ધ પૂર્ણિમા સમારોહમાં સામેલ થયા અને પ્રમુખ સંબોધન કર્યું. દુનિયામાં કોવિડ-19 મહામારીના પ્રભાવના કારણે બુદ્ધ પૂર્ણિમા સમારોહ એક વર્ચ્યુલ વેસાક દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ આયોજન કોવિડ 19ના પીડિતો અને ફ્રન્ટલાઈન વોરિયર્સ, જેમ કે મેડિકલ સ્ટાફ, ડોક્ટર અને પોલીસકર્મીઓ તથા લોકોના સન્માનમાં આયોજિત થઈ રહ્યો છે. સંસ્કૃતિ મંત્રાલય, એક વૈશ્ચિક બૌદ્ધ અમ્બ્રેલા સંગઠન ઈન્ટરનેશનલ બૌદ્ધિસ્ટ કોન્ફેડરેશન (આઈબીસી)ની સાથે મળીને એક વર્ચ્યુઅલ પ્રાર્થના સભા આયોજિત કરી રહ્યું છે જેમાં દુનિયાભરના બૌદ્ધ સંઘોના તમામ ટોચના લોકો ભાગ લઈ રહ્યાં છે. 

પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશો...

- બુદ્ધ કોઈ પણ પરિસ્થિતિ સુધી સિમિત નથી. કોઈ એક પ્રસંગ સુધી સિમિત નથી. સિદ્ધાર્થના જન્મ, સિદ્ધાર્થના ગૌતમ થતા પહેલા અને ત્યારબાદ , આટલી સદીઓમાં સમયનું ચક્ર અનેક સ્થિતિઓ, પરિસ્થિતિઓને સમેટતા નિરંતર ચાલી રહ્યું છે. 
- પ્રત્યેક જીવનની મુશ્કેલીને દૂર કરવાના સંદેશ અને સંકલ્પે ભારતની સભ્યતાને, સંસ્કૃતિને હંમેશા દિશા દેખાડી છે. ભગવાન બુદ્ધે ભારતની આ સંસ્કૃતિને વધુ સમૃદ્ધ કરી છે. તેઓ પોતાના દીપક સ્વયં બન્યા અને પોતાની જીવનયાત્રાથી બીજાના જીવનને પણ પ્રકાશિત કર્યું. 
- આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમે તમારા અને તમારા પરિવારનો ખ્યાલ રાખો. તમારી રક્ષા કરો અને યથાશક્તિ પ્રમાણે બીજાની મદદ કરો. 
- જ્યારે બીજા માટે કરૂણા હોય, સંવેદના હોય અને સમભાવ હોય તો તમે મોટામાં મોટા પડકારને ઝેલી શકો છો. 
- સંકટના આ દોરમાં નાગરિકોના જીવન બચાવવાની પૂરેપૂરી કોશિશ થઈ રહી છે. 
- ભગવાન બુદ્ધના એક એક વચન, એક એક ઉપદેશ માનવતાની સેવામાં ભારતની પ્રતિબદ્ધતા જાહેર કરે છે. 
- હોસ્પિટલોથી લઈને રસ્તાઓ સુધી અનેક લોકો માનવતાની સેવાના કામમાં લાગ્યા છે. 
- બુદ્ધની જેમ જ આજે અનેક લોકો સેવામાં લાગ્યા છે. 
- હતાશા અને નિરાશાના દોરમાં ભગવાન બુદ્ધની શીખ વધુ પ્રાસંગિક થાય છે. 
- દુનિયા હાલ સંકટમાંથી પસાર થઈ રહી છે. ભારત હાલ વિશ્વ હિતમાં કામ કરી રહ્યું છે અને હંમેશા કરતું રહેશે. 

જુઓ LIVE TV

આ અવસરે થનારા પ્રાર્થના સમારોહની લાઈવ સ્ટ્રીમિંગ બૌદ્ધ ધર્મ સંલગ્ન તમામ પ્રમુખ સ્થળોથી થયું છે. આ સ્થળોમાં નેપાળમાં બુંબિની ગાર્ડન, બોધગયામાં મહાબોધિ મંદિર, સારનાથમાં મૂલગંધ કુટી વિહાર, કુશીનગરમાં પરિનિર્વાણ સ્તૂપ, શ્રીલંકામાં પવિત્ર અને ઐતિહાસિક અુરાધાપુરા સ્તુપ અને અન્ય લોકપ્રિય બૌદ્ધ સ્થળો સામેલ છે. 

વર્ચ્યુઅલ આયોજન સવારે 6.30 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 7.45 વાગ્યા સુધી ચાલશે. પીએમ મોદીનું 10 મિનિટનું કીનોટ એડ્રેસ સવારે 8.05 વાગ્યાથી શરૂ થશે. આ અગાઉ સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદ પટેલ અને અલ્પસંખ્યકોના મામલાના રાજ્યમંત્રી કિરણ રિજિજૂ આયોજનમાં ભાગ લેશે. 

વૈશાખ બુદ્દ પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાનની પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ હાલ દુનિયા કોરોના મહામારીના કારણે ઘરોમાં કેદ છે અને ઘરથી જ કામ કરવા માટે મજબુર છે. આ પ્રકારના પવિત્ર આયોજનને પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. 

(ઈનપુટ-આઈએએનએસ)

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news