હવે જાવડેકરે ગણાવી રાહુલ ગાંધીની સિદ્ધિઓ, શાહીન બાગથી લઈને ચીનને બચવવા સુધીનો ઉલ્લેખ


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર વચ્ચે ટ્વીટર પર જંગ શરૂ થયો છે. પહેલા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની સિદ્ધિઓ ગણાવી તો મંત્રીએ પલટવાર કર્યો છે. 

 હવે જાવડેકરે ગણાવી રાહુલ ગાંધીની સિદ્ધિઓ, શાહીન બાગથી લઈને ચીનને બચવવા સુધીનો ઉલ્લેખ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટ અને રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. આજે રાહુલ ગાંધીએ ટ્વીટર પર કોરોના કાળમાં મોદી સરકારની સિદ્ધિઓ ગણાવતા કટાક્ષ કર્યો છે. હવે ભારતીય જનતા પાર્ટીએ પણ પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીમાં દરેક મહિને અલગ-અલગ સિદ્ધિઓ ગણાવી, જેમાં શાહીન બાગથી લઈને રાજસ્થાનની લડાઈ સુધી સામેલ છે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટર પર લખ્યુ કે, રાહુલ ગાંધીએ તમારા છેલ્લા 6 મહિનાની સિદ્ધિઓ પર તમે પણ ધ્યાન આપો.

- ફેબ્રુઆરીઃ શાહીન બાદ અને તોફાનો

- માર્ચઃ જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્ય પ્રદેશને ગુમાવવુ

- એપ્રિલઃ પ્રવાસી મજૂરોને ઉશ્કેરવા

- મેઃ કોંગ્રેસની ઐતિહાસિલ હારની છઠ્ઠી વર્ષગાંઠ

- જૂનઃ ચીનનો બચાવ કરવો

- જુલાઈઃ રાજસ્થાનમાં કોંગ્રેસ પતનના દ્વારે

February: Shaheen Bagh and Riots;

March: Losing Jyotiraditya and MP

April: Instigating migrant labourers;

— Prakash Javadekar (@PrakashJavdekar) July 21, 2020

June: Defending China;

July: Congress on virtual collapse in Rajasthan@BJP4India @JPNadda @BJP4Maharashtra @INCIndia

— Prakash Javadekar (@PrakashJavdekar) July 21, 2020

એટલું જ નહીં પ્રકાશ જાવડેકરે આગળ લખ્યુ કે, રાહુલ બાબા તમે ભારતની સિદ્ધિઓ પણ લખી લો. જેમાં કોરોના વિરુદ્ધ જંગ જારી છે, સરેરાશ કેસના મુકાબલે દેશની સ્થિતિ સારી છે. એક્ટિવ કેસ અને મોતના આંકડામાં અમેરિકાના મુકાબલે ભારતની સ્થિતિ સારી છે. તમે મીણબત્તી પ્રગટાવવાની મજાક ઉડાવીને દેશની જનતા અને કોરોના વોરિયરની મજાક ઉડાવી છે. 

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સવારે ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે, કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર મધ્ય પ્રદેશમાં સરકાર પાડવામાં વ્યસ્ત રહી, મીણબત્તી પ્રગટાવવી, નમસ્તે ટ્રમ્પનું આયોજન કરવું અને હવે રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયાસમાં વ્યસ્ત રહી. તેથી દેશમાં કોરોનાની લડાઈ આત્મનિર્ભર થઈ છે. 

રાહુલ ગાંધી મોદી સરકાર પર સતત હુમલા કરી રહ્યા છે. ભલે તે ચીનનો મુદ્દો હોય કે કોરોના સંકટની વાત હોય. ચીનના મુદ્દા પર રાહુલ ગાંધી સતત પોતાનો વીડિયો બ્લોગ કાઢી રહ્યા છે અને તેમાં પીએમ મોદીની નિષ્ફળતાની વાત કરી રહ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news