Tamilnadu Elections 2021: અમે તો અંગ્રેજોને પરત ભગાડ્યા, નરેન્દ્ર મોદી શું વસ્તુ છેઃ રાહુલ ગાંધી
Tamilnadu Assembly Elections: તિરુનેલવેલીમાં શિક્ષકો સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, આપણે એવા શત્રુ સામે લડી રહ્યા છીએ જે પોતાના વિરોધીઓને કચડી રહ્યા છે પરંતુ અમે આ પહેલા કરી ચુક્યા છીએ. અમે તેનાથી પણ વધુ શક્તિશાળી શત્રુને હરાવ્યા છે.
Trending Photos
તિરૂનેલવેલી (તમિલનાડુ): વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રવિવારે તમિલનાડુ (Tamilnadu) ના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એકવાર ફરી પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, કેન્દ્રમાં ભાજપના શાસન દરમિયાન ધનવાન-ગરીબો વચ્ચેની ખાઈ વધી છે. તેમણે કહ્યું કે, અમે નરેન્દ્ર મોદીથી વધુ શક્તિશાળી દુશ્મનને હરાવ્યા છે.
તિરુનેલવેલીમાં શિક્ષકો સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, આપણે એવા શત્રુ સામે લડી રહ્યા છીએ જે પોતાના વિરોધીઓને કચડી રહ્યા છે પરંતુ અમે આ પહેલા કરી ચુક્યા છીએ. અમે તેનાથી પણ વધુ શક્તિશાળી શત્રુને હરાવ્યા છે. અંગ્રેજ નરેન્દ્ર મોદી કરતા વધુ શક્તિશાળી હતી. બ્રિટિશ હુકૂમતની તુલનામાં મોદી શું વસ્તુ છે? આ દેશના લોકોએ અંગ્રેજોને પરત તેના દેશ મોકલી દીધા. આ રીતે આપણે લોકો તેને (નરેન્દ્ર મોદી) ને નાગપુર મોકલી દેશું. આ કામ ધૃણા, ક્રોધ અને હિંસા વગર કરીશું. તે આપણી સાથે જે કરે છે તે કરે. ભલે ગાળો આપે, મારે કે મોઢા પર થુંકે, અમે તેની જેમ વ્યવહાર કરીશું નહીં.
ભાજપ બાદ વધ્યુ ગરીબો-અમીરો વચ્ચે અંતર
તો રાહુલ ગાંધીએ દક્ષિણ તમિલનાડુની યાત્રાના બીજા દિવસે તૂતીકોરિનમાં નમક શ્રમિકો સાથે વાતચીત કરી હતી. જ્યારે મજૂરોએ સ્વાસ્થ્ય સંબંધી મુદ્દા સહિત પોતાની પીડા તેમને સંભળાવી તો રાહુલ ગાંધીએ કહ્યુ કે, તે તેની સાથે છે. એક મહિલાએ વર્ષના ચાર મહિના માટે સરકાર પાસે આર્થિક સહાયતા માંગી, જ્યારે તેમની પાસે નમક બનાવવાનું કામ હોતુ નથી, તો ગાંધીએ કહ્યું કે, યૂપીએ સરકાર પાસે આવા મુદ્દાના ઉકેલનો વિચાર હતો. તેમણે કહ્યું, જ્યારે યૂપીએ સરકાર હેઠળ અમે સત્તામાં હતા તો જોયું કે ભારતમાં સંપત્તિની વહેચણી પક્ષપાતપૂર્ણ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કેટલાક લોકો તો ખુબ અમીર થઈ રહ્યાં છે, જ્યારે ઘણા લોકો ગરીબ છે. તેમણે આરોપ લગાવ્યો, હવે (કેન્દ્રમાં) ભાજપ સત્તામાં આવ્યા બાદ આ અંતર ખુબ વધી ગયું છે.
આ પણ વાંચોઃ Kisan Mahapanchayat : કિસાનો પર અંગ્રેજોથી પણ વધુ દમન કરી રહી છે મોદી સરકારઃ અરવિંદ કેજરીવાલ
કોંગ્રેસ સરકાર આવવા પર લાગૂ કરીશું ન્યાય યોજના
કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કહ્યુ કે, પાર્ટીની પાસે આ સમસ્યાના ઉકેલનો વિચાર છે. દેશના દરેક ગરીબ પરિવાર માટે ન્યૂનમત આવક (ન્યાય) યોજનાની ધારણા જ આ હતી કે જે સમયમાં મજૂરો પાસે કામ ન હોત તો તેના હિતોની રક્ષા કરવામાં આવે. ગાંધીએ કહ્યુ કે, લાભાર્થીઓને ગરીબીમાંથી બહાર કાઢવા માટે દર વર્ષે બેન્ક ખાતામાં 72000 રૂપિયા મળી જા, ભલે તેનું રાજ્ય, ભાષા કે ધર્મ ગમે તે હોય. તેમણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ કેન્દ્રની સત્તામાં આવશે તો ન્યાય યોજના લાગૂ કરવામાં આવશે. જેથી મજૂરોની ચિંતાનું નિદાન થઈ શકે.
સંપૂર્ણ દારૂબંધીનું સમર્થન કર્યુ
મહિલાઓએ પુરૂષો દ્વારા દારૂ પીવાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, તે પોતાની બધી આવકનો દારૂ પીવે છે અને પોતાના પરિવારને છોડી દે છે. તેમણે ગાંધીને પૂર્ણ દારૂબંધી લાગૂ કરવાનો આગ્રહ કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બધા મુદ્દે અમે તમારી સાથે છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે