રાજ્યસભા ચૂંટણી: MPમાં PPE કિટ પહેરીને મતદાન કરવા પહોંચી ગયા કોરોના પોઝિટિવ MLA
દેશના 8 રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો (Rajya Sabha Elections) માટે આજે મતદાન થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં પણ આજે 3 બેઠકો માટે મત પડી રહ્યાં છે. આ બધા વચ્ચે આજે બપોરે એક ખાસ નજારો જોવા મળ્યો. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય કે જેઓ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યાં હતાં તેઓ પીપીઈ કિટ પહેરીને મત આપવા પહોંચ્યા.
Trending Photos
નવી દિલ્હી: દેશના 8 રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો (Rajya Sabha Elections) માટે આજે મતદાન થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં પણ આજે 3 બેઠકો માટે મત પડી રહ્યાં છે. આ બધા વચ્ચે આજે બપોરે એક ખાસ નજારો જોવા મળ્યો. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય કે જેઓ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યાં હતાં તેઓ પીપીઈ કિટ પહેરીને મત આપવા પહોંચ્યા.
શુક્રવારે સવારથી જ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કરી રહ્યાં છે. પરંતુ બપોરે લગભગ એક વાગે કોંગ્રેસના ધારાસભ્ય પીપીઈ કિટ પહેરીને મતદાન કરવા વિધાનસભા ભવન પહોંચ્યાં. આ વિધાયક થોડા દિવસ પહેલા કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાં હતાં.
Madhya Pradesh: A Congress MLA who had tested positive for #COVID19, arrives at the state legislative assembly in Bhopal to cast his vote. Voting is currently underway for three Rajya Sabha seats of the state. #RajyaSabhaElection pic.twitter.com/P8wltUu8fT
— ANI (@ANI) June 19, 2020
અત્રે જણાવવાનું કે કોઈ પણ વ્યક્તિ કે જે કોરોના સંક્રમિત છે અથવા તો કોરોનાના લક્ષણ છે તેમણે સેફ રહેવું જોઈએ, પોતાને આઈસોલેટ રાખવા જોઈએ. પરંતુ મતદાનના કારણે વિધાયક સાવધાની રાખીને પણ મતદાન કરવા પહોંચી ગયા જેથી સમજી શકાય કે ચૂંટણીનો ગરમાવો કેટલો હશે.
Madhya Pradesh: State legislative assembly premises in Bhopal being sanitised after Congress MLA, who had tested positive for #COVID19 and had come here to cast his vote, left. Voting is currently underway for three Rajya Sabha seats of the state. #RajyaSabhaElection pic.twitter.com/pQhI4GUk1v
— ANI (@ANI) June 19, 2020
વિધાયક જ્યારે મતદાન કરીને પાછા ફર્યા તો સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો. મતદાન કર્યું તે વિસ્તાર અને સમગ્ર મેઈન ગેટને સેનેટાઈઝ કરાયો. જેથી કરીને કોઈ જોખમ ન રહે.
જુઓ LIVE TV
રોમાંચક છે મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી
મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની 3 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. કુલ ચાર ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસે 2-2 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મધ્ય પ્રદેશમાં ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને તો કોંગ્રેસે દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે