સુશાંત કેસમાં તપાસ માટે CBIએ BMC પાસેથી લેવી પડશે આ ખાસ મંજૂરી

બૃહદ મુંબઈ મહાનગર પાલિસના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂત મોત કેસ મામલે તપાસ માટે મુંબઈ આવનારી સીબીઆઈની ટીમ જો શહેરમાં એક અઠવાડિયાથી વધુ સમય રહેવા માંગતી હોય તો તેણે આ માટે બીએમસી પાસે ક્વોરન્ટાઈનમાંથી છૂટ મેળવવા અંગે અરજી કરવી પડશે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારના એક મંત્રીએ  કહ્યું કે મુંબઈ પોલીસ કેસની તપાસ ચાલુ રાખશે. 

સુશાંત કેસમાં તપાસ માટે CBIએ BMC પાસેથી લેવી પડશે આ ખાસ મંજૂરી

મુંબઈ: બૃહદ મુંબઈ મહાનગર પાલિસના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case) મોત કેસ મામલે તપાસ માટે મુંબઈ આવનારી સીબીઆઈ (CBI) ની ટીમ જો શહેરમાં એક અઠવાડિયાથી વધુ સમય રહેવા માંગતી હોય તો તેણે આ માટે બીએમસી (BMC) પાસે ક્વોરન્ટાઈનમાંથી છૂટ મેળવવા અંગે અરજી કરવી પડશે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારના એક મંત્રીએ  કહ્યું કે મુંબઈ પોલીસ કેસની તપાસ ચાલુ રાખશે. 

સુપ્રીમ કોર્ટે બુધવારે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પટણામાં નોંધાયેલી એફઆઈઆરને સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો બિહાર સરકાર (Bihar Government) નો નિર્ણય સ્વીકારી લીધો.

આ અગાઉ આ મામલે તપાસ માટે જ્યારે બિહારના આઈપીએસ અધિકારી વિનય તિવારી (Vinay Tiwari) મુંબઈ પહોંચ્યા તો બીએમસી અધિકારીઓએ કોરોના વાયરસ સંબંધિત નિયમો હેઠળ તેમને ક્વોરન્ટાઈન કરી દીધા હતાં. 

બીએમસીના એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારના નિયમો મુજબ મહત્વપૂર્ણ કામ કરવા આવનારા સરકારી અધિકારીઓ અને કોવિડ-19 સંબંધીત ડ્યૂટી પર લાગેલા ડોક્ટરોને સાત દિવસ રોકાવવા માટે ક્વોરન્ટાઈન નિયમોમાંથી છૂટ છે.

તેમણે કહ્યું કે પરંતુ જો બીજા રાજ્યના અધિકારી અહીં સાત દિવસ કરતા વધુ સમય માટે રોકાવવા માંગતા હોય તો તેમણે બીએમસી પાસેથી છૂટ માટે અરજી કરવી પડશે. 

આ મામલે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબે કહ્યું કે મુંબઈ પોલીસ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ ચાલુ રાખશે. વરિષ્ઠ શિવસેના નેતા પરબે એવો પણ દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ હજુ સુધી મુંબઈ પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં કોઈ ત્રુટિ શોધી શકી નથી. તેમણે કહ્યું કે સુપ્રીમે સીબીઆઈને રાજપૂતના પિતા દ્વારા પટણામાં નોંધાયેલી એફઆઈઆર અંગે તપાસ કરવાનું કહ્યું છે. 

પરબે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારનું એમ પણ કહેવું હતું કે આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે કારણ કે તે તેમનો અધિકારક્ષેત્ર છે. રાજ્ય સરકાર આ  અંગે નિર્ણય લેશે કે પુર્નવિચાર અરજી દાખલ કરવી કે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news