રામદાસ આઠવલે સુશાંતના પિતા-બહેનને મળ્યા, કહ્યું- 'આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે'
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં તપાસ એજન્સીઓ સતત પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે રાજકીય નિવેદનો પણ અપાઈ રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આજે હરિયાણાના ફરિદાબાદમાં સુશાંતના પિતા કે કે સિંહ સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ રામદાસ આઠવલેએ કહ્યું કે સુશાંતનું મોત એ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput death case) ના મોત કેસમાં તપાસ એજન્સીઓ સતત પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે રાજકીય નિવેદનો પણ અપાઈ રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આજે હરિયાણાના ફરિદાબાદમાં સુશાંતના પિતા કે કે સિંહ સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ રામદાસ આઠવલેએ કહ્યું કે સુશાંતનું મોત એ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે.
હરિયાણાના ફરિદાબાદમાં આજે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સુશાંતના પિતા કે કે સિંહ અને બહેન રાની સિંહ સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે મને લાગે છે કે સુશાંતનું મોત આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. સુશાંતના પરિવારે ન્યાયની માગણી કરી છે. સીબીઆઈ જે તપાસ કરી રહી છે તેનાથી હાલ સુશાંતનો પરિવાર સંતુષ્ટ છે.
I believe Sushant Singh Rajput's death was not a suicide but murder. His family demands justice. They are satisfied with the ongoing CBI inquiry: Union Minister Ramdas Athawale https://t.co/V23219Qc6h pic.twitter.com/ULdk2Efytz
— ANI (@ANI) August 28, 2020
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અગાઉ ભાજપ, જેડીયુ અને બિહારના અન્ય નેતાઓ પણ આ કેસમાં નિવેદન આપી ચૂક્યા છે. રામદાસ આઠવલે અગાઉ સુશાંતના પિતાએ પણ હત્યાનો શક વ્યક્ત કર્યો હતો. તેમણે રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે રિયાએ ઝેર આપીને તેમના પુત્રની હત્યા કરી છે. આ ઉપરાંત સુશાંતની બહેનો દ્વારા પણ સતત રિયા અને તેના પરિવાર પર ષડયંત્રનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
આ બાજુ રિયા ચક્રવર્તીને આજે સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવી છે. તેની પૂછપરછ ચાલુ છે. મુંબઈના DRDO ગેસ્ટ હાઉસ પર રિયાની પૂછપરછ સીબીઆઈના દિગ્ગજ ઓફિસર નૂપુર પ્રસાદ કરી રહ્યાં છે. તેમની સાથે સીબીઆઈના ઓફિસર અનિલ યાદવ પણ છે. નૂપુર એટલા તેજ ઓફિસર છે કે તેમની સામે રિયા કશું છૂપાવી શકશે નહીં. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે