Lockdown: UP સરકારે 250 બસ કોટા મોકલી 7500 સ્ટુડન્ટ્સની ઘરવાપસી કરાવી

હાલ દેશમાં લોકડાઉન છે. આવામાં દેશનું એજ્યુકેશન હબ ગણાતા કોટામાં હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં હતાં. શુક્રવાર તેમના માટે રાહતભર્યો રહ્યો. હજારો વિદ્યાર્થીઓ ઘરે જવા માંગતા હતાં પરંતુ બધુ બંધ હતું. લોકડાઉનના કારણે ઘરવાળાઓની ચિંતા સતત વધી રહી હતી. યુપી સરકારે મોટો નિર્ણય લેતા લગભગ 250 બસો કોટા મોકલી અને યુપીના લગભગ 8000 વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવ્યાં. 
Lockdown: UP સરકારે 250 બસ કોટા મોકલી 7500 સ્ટુડન્ટ્સની ઘરવાપસી કરાવી

કોટા: હાલ દેશમાં લોકડાઉન છે. આવામાં દેશનું એજ્યુકેશન હબ ગણાતા કોટામાં હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં હતાં. શુક્રવાર તેમના માટે રાહતભર્યો રહ્યો. હજારો વિદ્યાર્થીઓ ઘરે જવા માંગતા હતાં પરંતુ બધુ બંધ હતું. લોકડાઉનના કારણે ઘરવાળાઓની ચિંતા સતત વધી રહી હતી. યુપી સરકારે મોટો નિર્ણય લેતા લગભગ 250 બસો કોટા મોકલી અને યુપીના લગભગ 8000 વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવ્યાં. 

લોકડાઉન વચ્ચે હોમ આઈસોલેશનનું ઉત્તમ ઉદાહરણ રજુ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓની પરેશાની લોકડાઉનના કારણે વધવા લાગી હતી. આ બાજુ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન તો બીજી બાજુ પરિવારો પરેશાન. વિદ્યાર્થીઓ વિચારતા હતાં કે આખરે ઘરે પાછા કેવી રીતે જવું. 

કોચિંગ વિદ્યાર્થીઓએ પીએમ મોદીને ઘરે વાપસી માટે લઈને અનેક ટ્વીટ કરી. રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી સુધી પણ પોતાની પરેશાની રજુ કરી. ત્યારબાદ પ્રયત્નો શરૂ થયા અને આખરે રંગ લાવ્યાં. જેના પર ઉત્તર પ્રદેશ સરકારે સૌથી મોટો નિર્ણય લીધો અઆને કોટાની હોસ્ટેલોમાં ફસાયેલા આ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓને તેમના હોમટાઉન પાછા મોકલવા માટે યુપીથી લગભગ 250 બસો કોટા મોકલી અને હવે સ્ક્રિનિંગ બાદ તેમને બસોમાં બેસાડીને ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવી રહ્યાં છે.

જુઓ LIVE TV

યુપી સરકારે સૌથી પહેલા 250 બસો મોકલી
લગભગ 7500 વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે યુપી સરકાર તરફથી 250 બસો મોકલવામાં આવી. કુલ 60 સીટોવાળી બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે એક સીટ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો. દરેક બસથી લગભગ 30 વિદ્યાર્થીઓ મોકલવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે કોટાથી સતત કોચિંગ સંસ્થાઓ પણ કોશિશ કરી રહી હતી કે વિદ્યાર્થીઓને તેમના ઘરે પાછા મોકલવામાં આવે કારણ કે લોકડાઉનમાં ઘરથી દૂર વિદ્યાર્થીઓનું મનોબળ ક્યાંકને ક્યાંક તૂટી રહ્યું હતું. આવામાં આ નિર્ણયની ખુબ જરૂર હતી. જે યુપી સરકારે સૌ પહેલા લઈ લીધો. હવે મધ્ય પ્રદેશ સરકાર અને છત્તીસગઢ સરકાર પણ તેના પર વિચાર કરીને પોતાના રાજ્યોના વિદ્યાર્થીઓને ઘરે પાછા લાવવાનો વિચાર કરી રહ્યાં છે. 

કોટામાં હાલ લગભગ 30,000 વિદ્યાર્થીઓ છે. જેમાંથી યુપીના લગભગ 7500, એમપીના 4000, ઝારખંડના 3000 અને હરિયાણાના 20000, મહારાષ્ટ્રના 2000, નોર્થ ઈસ્ટના 1000 અને પશ્ચિમ બંગાળના 1000 જેટલા વિદ્યાર્થીઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news