US વિદ્યાર્થીએ પુછ્યું- કોણ છે બેજોસ? જવાબ મળ્યો કે સૌથી શ્રીમંત વ્યક્તિ છે, વિદ્યાર્થી બોલ્યો- તો શું થયું?

જેફ બેજોસ જેવા અમેરિકાની આજુબાજુના અનેક અભ્યાસક્રમોમાં ફંડિગ કરનારા અમેઝનના 'ફ્યુચર એન્જિનિયરિંગ પ્રોગ્રામ' અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે, એક વિદ્યાર્થી તેની પાછળ બેસેલા અન્ય વિદ્યાર્થીને બે વખત પુછતો સંભળાય છ કે, 'જેફ બેજોસ કોણ છે?' જ્યારે આ કિશોરીને જણાવાયું કે, બેજોસ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એકના માલિક છે તો તેણે કહ્યું કે, "એમાં શું મોટી વાત છે, તો શું થઈ ગયું?"
 
US વિદ્યાર્થીએ પુછ્યું- કોણ છે બેજોસ? જવાબ મળ્યો કે સૌથી શ્રીમંત વ્યક્તિ છે, વિદ્યાર્થી બોલ્યો- તો શું થયું?

વોશિંગટનઃ જેફ બેજોસ દુનિયામાં સૌથી શ્રીમંત વ્યક્તિ હોઈ શકે છે, પરંતુ અમેરિકાની રાજધાનીની એક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અમેઝનના સીઈઓ માત્ર એક સામાન્ય વ્યક્તિ છે. વિદ્યાર્થી માટે તેમાં 'કોઈ નવી વાત નથી.' એક વીડિયો વાયરલથઈ રહ્યો છે, જેમાં અમેઝનના ફાઉ્ડર અને પ્રેસિડન્ટને ડીસી ખાતેની ડનબાસ હાઈસ્કૂલમાં એક કંપનીના ફાઉન્ડ કમ્પ્યુટર સાયન્સ ક્લાસની મુલાકત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. 

જેફ બેજોસ જેવા અમેરિકાની આજુબાજુના અનેક અભ્યાસક્રમોમાં ફંડિગ કરનારા અમેઝનના 'ફ્યુચર એન્જિનિયરિંગ પ્રોગ્રામ' અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે, એક વિદ્યાર્થી તેની પાછળ બેસેલા અન્ય વિદ્યાર્થીને બે વખત પુછતો સંભળાય છ કે, 'જેફ બેજોસ કોણ છે?' જ્યારે આ કિશોરીને જણાવાયું કે, બેજોસ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એકના માલિક છે તો તેણે કહ્યું કે, "એમાં શું મોટી વાત છે, તો શું થઈ ગયું?"

થોડા સમય પછી બેજોસ એ જ વિદ્યાર્થી સાથે વાત કરતા સંભળાય છે. વિદ્યાર્થી તેમને પોતાના કમ્પ્યુટર પ્રોજેક્ટ અંગે સમજાવે છે. બેજોસ તેને કહે છે કે, "તમે એક સારા સ્ટોરીટેલર છો, આ હુનરને જાળવી રાખજો." 

જેફ બેજોસે ટ્વીટ કરીને લખ્યું છે કે, "આજે સવારે ડીસી ખાતેની ડનબાર હાઈસ્કૂલમાં 'ફ્યુચર એન્જિનિયરિંગ પ્રોગ્રામ'ની જાહેરાત કરાઈ હતી. તેમને મળવા ત્યાં આશ્ચર્યજનક રીતે જેફ બેજોસ પહોંચ્યા હતા. વિદ્યાર્થીના એ યુવાને માત્ર બેજોસ સાથે વાત કરતા જણાવ્યું કે, કેવી રીતે કોડિંગ અંગે શીખી શકાય. ત્યાર પછી તેમણે મને જણાવ્યું કે, સીઈઓ સાથે વાત કરવાની તક તે હાથમાંથી જવા દેવા માગતો ન હતો."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news