પ.બંગાળમાં BJP ના દિગ્ગજ નેતાના પત્ની TMC માં જોડાઈ જતા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ

પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા રાજકીય ઉથલપાથલ સતત ચાલુ છે. નેતાઓ ફટાફટ પાર્ટી બદલી રહ્યા છે.

પ.બંગાળમાં BJP ના દિગ્ગજ નેતાના પત્ની TMC માં જોડાઈ જતા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા રાજકીય ઉથલપાથલ સતત ચાલુ છે. નેતાઓ ફટાફટ પાર્ટી બદલી રહ્યા છે. હવે ભાજપના સાંસદ સૌમિત્ર ખાનના પત્ની સુજાતા મંડલે ભાજપ છોડી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 

સુજાતા મંડલે લગાવ્યો આ આરોપ
તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા બાદ સુજાતા મંડલે કહ્યું કે 'મેં રાજ્યમાં પાર્ટીને ઉપર લાવવાનું કામ કર્યું હતું, પરંતુ હવે ભાજપ મને કોઈ સન્માન આપતો નથી. એક મહિલા તરકે મારા માટે પાર્ટીમાં રહેવું મુશ્કેલ હતું.'

— ANI (@ANI) December 21, 2020

પતિ છૂટાછેડાની નોટિસ ફટકારશે
પત્ની ટીએમસીમાં સામેલ થઈ ગયા તે અંગે ભાજપના સાંસદ સૌમિત્ર ખાને મોટો નિર્ણય લીધો છે. તેમણે છૂટાછેડાની નોટિસ પાઠવવાનું નક્કી કર્યું છે. સૌમિત્ર ખાને સુજાતાને ભલામણ કરતા કહ્યું છે કે હવે તે 'ખાન' ટાઈટલનો ઉપયોગ ન કરે. માત્ર સુજાતા મંડલ નામ જ લખે. તેમણે કહ્યું કે હું માત્ર ભારતીય જનતા પાર્ટી માટે જ કામ કરીશ. અત્રે જણાવવાનું કે સૌમિત્ર ખાન બંગાળમાં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પણ છે. 

ભાજપમાં સામેલ થયા શુવેન્દુ અધિકારી
અત્રે જણાવવાનું કે હાલમાં જ ટીએમસીના કદાવર નેતા શુવેન્દુ અધિકારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પશ્ચિમ બંગાળ પ્રવાસ દરમિયાન ભાજપમાં જોડાયા. મમતા બેનરજીના નીકટના ગણાતા શુવેન્દુ અધિકારીનું ભાજપમાં સામેલ થવું એ ટીએમસી માટે મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

                  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news