Yoga Day 2019 : PM મોદીએ શેર કર્યો સૂર્ય નમસ્કારના ફાયદા દર્શાવતો 7 મિનિટનો વીડિયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, આ વર્ષે વડાપ્રધાન મોદીએ જુન મહિનાની શરૂઆતથી જ પોતાના એનિમેટેડ વીડિયો દ્વારા જુદા-જુદા આસનોની રીત અને તેના ફાયદા દર્શાવવાની સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધું છે

Yoga Day 2019 : PM મોદીએ શેર કર્યો સૂર્ય નમસ્કારના ફાયદા દર્શાવતો 7 મિનિટનો વીડિયો

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, આ વર્ષે વડાપ્રધાન મોદીએ જુન મહિનાની શરૂઆતથી જ પોતાના એનિમેટેડ વીડિયો દ્વારા જુદા-જુદા આસનોની રીત અને તેના ફાયદા દર્શાવવાની સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધું છે. બુધવારે પીએમ મોદીએ તેમના ટ્વીટર હેન્ડલ @narendramodi પર સૂર્ય નમસ્કારના ફાયદા દર્શાવતો વીડિયો શેર કર્યો હતો. 

લગભગ 6.46 મિનિટના આ વીડિયોમાં સૂર્ય નમસ્કારના તમામ 12 આસનો અંગે દર્શાવાયું છે. પીએમ મોદી દ્વારા અત્યાર સુધી વિવિધ આસનોની રીત અને તેના ફાયદા અંગે જે એનિમેટિડ વીડિયો શેર કરવામાં આવ્યા છે, તેમાં આજનો વીડિયો સૌથી લાંબો છે. 

શું છે સૂર્ય નમસ્કાર? 
'સૂર્ય નમસ્કાર'નો શાબ્દિક અર્થ સૂર્યને અર્પણ કે નમસ્કાર કરવો થાય છે. આ યોગાસન શરીરને યોગ્ય આકાર આપવા અને મનને શાંત તથા સ્વસ્થ રાખવા માટેની શ્રેષ્ઠ રીત છે. સૂર્ય નમસ્કાર 12 યોગાસનોનો એક સમન્વય છે. આ યોગાસન સર્વશ્રેષ્ઠ કાર્ડિયો-વાસ્ક્યુલર કસરત પણ છે અને આરોગ્ય માટે ફાયદાકારક પણ છે. સૂર્ય નમસ્કાર શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે. 

Do watch this video to know why it is a good idea to do so and the advantages that come with regularly practising it. #YogaDay2019 pic.twitter.com/CqfolZzRrj

— Narendra Modi (@narendramodi) June 19, 2019

સૂર્ય નમસ્કારના 12 આસન 
પ્રણામ આસન
હસ્ત ઉત્તાનાસન
હસ્તપાદ આસન
અશ્વસંચાલન આસન
દંડાસન
અષ્ટાંગ નમસ્કાર
ભુજંગાસન
અધો મુખાવાસન
અશ્વ સંચાલનાસન
હસ્તપાદાસન
હસ્ત ઉત્તાનાસન
તાડાસન

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news