આ તસવીરોથી AMC ને યાદ કરાવવું પડશે કે હજી કોરોના ગયો નથી, તંત્ર ખુદ ભૂલ્યુ નિયમો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતે જ કોરોના ગાઈડલાઈન પાલન કરવાનું ભૂલી ગઈ. 300 જેટલા આંગણવાડી બહેનોને બોલાવી સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા

અતુલ તિવારી/અમદાવાદ :કોરોના સંક્રમણને અટકાવવા અનેક લોકો પ્રયાસો કરે છે. સાથે જ સરકાર પણ પ્રતિબદ્ધ છે. તેથી જ નિયમો તોડનારાઓને દંડ કરવામાં આવે છે. હાલ ગુજરાતના તમામ મોટા શહેરોની પરિસ્થિતિ ખરાબ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આવામાં પ્રયત્નશીલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતે જ કોરોના ગાઈડલાઈન પાલન કરવાનું ભૂલી ગઈ છે. અમદાવાદીઓને સોશિયલ ડિસ્ટન્સ (social distancing) નું પાલન કરવાની સલાહ આપતા કોર્પોરેશને જ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા  ઉડ્યા હતા. 

1/2
image

ઉસ્માનપુરા અર્બન હેલ્થ સેન્ટર પર આંગણવાડીની મહિલાઓને ભેગી કરાઈ હતી. 300 જેટલા આંગણવાડી બહેનોને બોલાવી સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. એક જ ગાડીમાં ઓછા લોકો બેસાડવાનો નિયમ હોવા છતાં એક ગાડીમાં 10 જેટલી મહિલાઓને બેસાડીને કામગીરી માટે રવાના કરાયા હતા. આ દ્રશ્યો કોઈને પણ ચોંકાવનારા છે.   

2/2
image

અગાઉ કામગીરી માટે તંત્ર તરફથી માસ્ક કે સેનેટાઇઝર પણ ન અપાતું હોવાનું બહેનોએ જણાવ્યું હતું. આંગણવાડીની મહિલાઓના કોરોના ટેસ્ટ પણ કરાયા ન હોવાનું મહિલાઓએ જણાવ્યું. સતત સર્વેની કામગીરીનું દબાણ તંત્ર કરી રહ્યું છે, આ રીતે જ કામગીરી કરવી મજબૂરી બની હોવાનું મહિલાઓએ મીડિયાને જણાવ્યું.