Photos : અમદાવાદીઓ માટે આજથી મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ, સ્કેનિંગ કરીને ગ્રાહકોને એન્ટ્રી અપાશે

અમદાવાદના Gmdc ગ્રાઉન્ડ પર આજથી મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. Amc અને રાજ્યના સહકાર વિભાગ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામા આવ્યું છે. રાજ્યના કેરીના વેપારીઓ 100 સ્ટોલ મારફતે અમદાવાદીઓને કેરીઓનું વેચાણ કરશે. અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે સવારે ફેસ્ટિવલનું ઉદઘાટન થયું હતું. આ ફેસ્ટિવલમાં આજથી લઇને 15 દિવસ કેરીઓનું ચાલશે. 

ગૌરવ પટેલ/અમદાવાદ :અમદાવાદના Gmdc ગ્રાઉન્ડ પર આજથી મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. Amc અને રાજ્યના સહકાર વિભાગ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામા આવ્યું છે. રાજ્યના કેરીના વેપારીઓ 100 સ્ટોલ મારફતે અમદાવાદીઓને કેરીઓનું વેચાણ કરશે. અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે સવારે ફેસ્ટિવલનું ઉદઘાટન થયું હતું. આ ફેસ્ટિવલમાં આજથી લઇને 15 દિવસ કેરીઓનું ચાલશે. 
 

1/5
image

મેન્ગો ફેસ્ટિવલમાં લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. બે સ્ટોલ વચ્ચે અંતર રાખીને સ્ટોલ ઉભા કરાયા છે. 

 

2/5
image

એક સ્ટોલમાં એક જ વેપારી અને ગ્રાહકને પ્રવેશ મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. ફેસ્ટિવલમાં ગ્રાહકોની ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ગ્રીલ લગાડવામાં આવી છે. 

3/5
image

મેંગો માર્કેટમાં પ્રવેશ કરનાર તમામ ગ્રાહકનું થર્મલ સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સેનેટાઇઝરથી હેન્ડ વોશ કર્યા બાદ માર્કેટમાં ગ્રાહકોને પ્રવેશ અપાય છે. 

4/5
image

ફેસ્ટિવલ પહેલા તમામ ખેડૂત અને કેરીના વેપારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. આમ આ ફેસ્ટિવલમાં ગ્રાહકોની સલામતીના તમામ પગલા લેવાયા છે. 

5/5
image

જોકે, ફેસ્ટિવલના ઉદઘાટન પહેલા જ કેરીઓનું વેચાણ શરૂ થઈ ગયું હતું. ખેડૂત અને વેપારી તથા ગ્રાહકો પહોંચ્યા હોવાથી વેચાણ શરૂ કરાયું હતું. મેંગો માર્કેટનો સમય સવારે 8 થી સાંજે 4 કલાક સુધીનો જ હોવાથી ગ્રાહકોને ધક્કો ન પડે તે માટે વેચાણ શરૂ કરાયાનો તંત્રએ દાવો કર્યો છે.