T20 World Cup અંગે BCCIએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગતવાર માહિતી
Trending Photos
નવી દિલ્હી: ભલે કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને જોતા હજુ એ નક્કી ન થઈ શક્યું હોય કે આગામી ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) નું આયોજન થશે કે નહીં. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન (Scott Morrison)ના ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ ખાલી સ્ટેડિયમની જગ્યાએ દર્શકોની હાજરી વચ્ચે રમાવવાની આશા પર કહ્યું કે તેનો નિર્ણય ભારત સરકાર લેશે. હકીકતમાં મોરિસનના આ નિવેદન બાદ ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવાની શક્યતા વધી ગઈ હતી. પરંતુ બીસીસીઆઈનું કહેવું છે કે સરકારની મંજૂરી વગર ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં.
ખેલાડીઓની સુરક્ષા સૌથી વધુ મહત્વની
એક બીસીસીઆઈ અધિકારીએ જણાવ્યું કે અમને ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જવા પર ખુબ ખુશી થશે પરંતુ સ્વાસ્થ્ય વગેરે સંલગ્ન મુદ્દાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાશે, તે સરકારે નક્કી કરવાનું છે. અમે સરકારના નિર્દેશોનું પાલન કરીને જ નિર્ણય લઈશું. અમારા માટે ખેલાડીઓ અને પ્રશંસકોની સુરક્ષા સૌથી વધુ મહત્વના છે. એવું નથી કે ટીમે મુંબઈથી પુણે સુધી એક વિસંક્રમિત બસમાં બેસીને જતા રહેવાનું છે. ત્યાં રમીને પાછા આવવાનું છે અને પોત પોતાના ઘરોમાં સુરક્ષિત વાતાવરણમાં પહોંચી જવાનું છે.
દર્શકોની હાજરીથી કોરોનાનું જોખમ
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે સ્ટેડિયમમાં ઓછી સંખ્યામાં પણ પ્રશંસકોની હાજરીથી જોખમ ઊભુ થઈ શકે છે. ખાસ કરીને કોરોના વાયરસના લક્ષણો વગરના કેસોને જોતા ઓછી સંખ્યામાં પણ દર્શકો સંક્રમણ ફેલાવી શકે છે.
જુઓ LIVE TV
આઈસીસીએ કહ્યું છે કે હાલ રાહ જુઓ
ટી20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી થવાનું છે. પરંતુ કોરોના મહામારીના કારણે હજુ સુધી આ આયોજન પર લટકતી તલવાર છે. ગત સપ્તાહે મળેલી એક બેઠકમાં આઈસીસી (ICC) પણ વર્લ્ડ કપ માટે હાલ 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવવાની જાહેરાત કરી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે