સ્પ્રિન્ટર ચેમ્પિયન ઉસેન બોલ્ટ કોરોના પોઝિટિવ, બર્થડે પાર્ટીમાં કર્યો હતો નિયમોનો ભંગ
જમૈકાના સ્ટાર દોડવીર ઉસેન બોલ્ટનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોલ્ટમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી પરંતુ તેણે ખુદને આઈસોલેટ કરી લીધો છે.
Trending Photos
કિંગ્સટનઃ વિશ્વના સૌથી ઝડપી દોડવીર અને રેકોર્ડ 8 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ઉસેન બોલ્ટ (Usain Bolt)નો કોવિડ-19 (Usain Bolt Covid 19 positive)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાછલા સપ્તાહે તેણે પોતાના 34મા જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવામાં ન આવ્યું અને માસ્ક પહેર્યા વગર બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું.
જમૈકાના સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે મોડી રાત્રે આ વાતની પુષ્ટિ કરી કે 100m અને 200m દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવનાર આ દોડવીર કોરોના વાયરસની (Usain Bolt ill of Coronavirus) ઝપેટમાં આવી ગયો છે.
આ પહેલા સોમવારે બપોરે આ સ્પ્રિન્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યુ કે, તે પોતાના કોરોના ટેસ્ટના પરિણામની રાહ જોઈ રહ્યો છે.
તેણે કહ્યું હતું કે, સુરક્ષાની દ્રષ્ટિએ મેં ખુદને ક્વોરેન્ટાઇન કરી લીધો છે અને આરામમાં છું. આ વીડિયો પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યું, 'સુરક્ષિત રહો મારા લોકો.'
Stay Safe my ppl 🙏🏿 pic.twitter.com/ebwJFF5Ka9
— Usain St. Leo Bolt (@usainbolt) August 24, 2020
IPL ઈતિહાસઃ આ 3 બેટ્સમેનોએ બનાવ્યા છે કેકેઆર વિરુદ્ધ સૌથી વધુ રન
100m અને 200m રેસમાં સતત 3 ઓલિમ્પિક (2008, 2012 અને 2016)મા ગોલ્ડ જીતનાર આ એથલીટે કહ્યું કે, તેનામાં કોવિડ-19ના લક્ષણ નથી. તેણે જણાવ્યું કે, તેના જન્મદિવસની પાર્ટી બાદ શનિવારે તેનો કોવિડ-19 ટેસ્ટ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે