ICC : અમેરિકાને 15 વર્ષ બાદ મળ્યો વન ડે ટીમનો દરજ્જો, ઓમાન પણ 'એલીટ ક્લબ'માં

આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં અમેરિકાની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ત્યાર પછી તેણે સતત ત્રણ મેચ જીતી હતી અને આંતરરાષ્ટ્રી વન ડે ટીમનો દરજ્જો મેળવ્યો હતો 
 

ICC : અમેરિકાને 15 વર્ષ બાદ મળ્યો વન ડે ટીમનો દરજ્જો, ઓમાન પણ 'એલીટ ક્લબ'માં

દુબઈઃ અમેરિકા અને ઓમાનની ટીમને ફરીથી આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનો દરજ્જો મળ્યો છે. આ બંને ટીમ આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં પોતાના શાનદાર પરફોર્મન્સના આધારે આ દરજ્જો મેળવવામાં સફળ થઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા પોતાની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે. 

અમેરિકાને 15 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનો દરજ્જો મળ્યો છે. આ અગાઉ, તેને 2004માં આ દરજ્જો મળ્યો હતો. એ વર્ષે તેણે ICC Champions Trophyમાં ભાગ લીધો હતો. 

આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં ઓમાને નામીબિયાની ટીમ સામે રોમાંચક પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. ઓમાને પોતાની તમામ મેચ જીતી હતી. તેણે પાપુઆ ન્યૂ ગિની સામે રમાયેલી મેચમાં વિજય મેળવીને પોતાની દાવેદારી પાકી કરી લીધી હતી. ત્યાર પછી, તેણે નામીબિયા સામે માત્ર દરજ્જો મેળવવાની ઔપચારિક્તા પુરી કરી હતી. 

અમેરિકાએ હોંગકોંગની ટીમને હરાવીને વન ડે ટીમનો દરજ્જો મેળવ્યો છે. તેણે બુધવારે ઝેવિયર માર્શલ(100)ની મદદથી 8 વિકેટે 280 રન બનાવ્યા હતા. હોંગકોંગની ટીમ તેના જવાબમાં 7 વિકેટે માત્ર 196 રન જ બનાવી શકી હતી.

Just in case you didn't hear yet, we now have One Day International status.

Look forward to playing y'all soon.

Kind regards

Team USA🇺🇸 pic.twitter.com/b96rjyKKsa

— USA Cricket (@usacricket) April 24, 2019

આ સાથે જ હવે અમેરિકા અને ઓમાનની ટીમ લીગ-2માં સ્કોટલેન્ડ, નેપાળ અને યુએઈની ટીમ સાથે સામેલ થઈ ગઈ છે. અહીં તે 2.5 વર્ષમાં કુલ 36 વન ડે મેચ રમશે.

આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં ઓમાનની ટીમે ચારમાંથી ચાર મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. અમેરિકાએ પરાજય સાથે શરૂઆત કર્યા બાદ કુલ ચારમાંથી ત્રણ મેચ જીતી હતી અને આ રીતે વન ડે દરજ્જો મેળવ્યો હતો. તે 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. નામીબિયા, હોંગકોંગ, કેનેડા અને પાપુઆ ન્યૂ ગિની ક્રમશઃ ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news