ઝી મીડિયા News

સુરતમાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 93 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને જોતા ગૃહમંત્રાલયે પાકિસ્તાનમાં આવેલા કરતારપુર સાહિબની યાત્રા પર રોક લગાવી છે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન 16 માર્ચ 2020થી આગામી નિર્દેશ મળે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે. તો આજે પ્રધાનમંત્રી મોદી સાર્ક દેશો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરશે. તો સુરતમાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. બંને દર્દી ચીન અને થાઈલેન્ડથી આવ્યા હતા. બંનેને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રખાયા છે અને બંને દર્દીના મેડિકલ રિપોર્ટ લેબમાં મોકલાયા છે.
Mar 15,2020, 13:25 PM IST
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબારનું કૌભાંડમાં વધુ સનસનીખેજ આક્ષેપો
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબારનું કૌભાંડ સામે આવ્યા બાદ એક સામાજિક કાર્યકરે સનસનીખેજ આરોપ મૂક્યો છે. સામાજિક કાર્યકર મહેશ બુધવાણીએ આરોપ મૂકતા જણાવ્યું કે, પૂરવઠા વિભાગમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર ચાલે છે. સસ્તા અનાજના દુકાનધારકો પાસેથી લાયસન્સ કાઢી આપવા માટે રૂપિયા પડાવવામાં આવતા હોવાનો મોટો આક્ષેપ કરાયો છે. એટલું જ નહિ આવા અધિકારીઓ ભ્રષ્ટાચારી દુકાનધારકોને છાવરતા હોવાનું પણ મહેશ બુધવાણીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની વધુ ચાર સસ્તા અનાજની દુકાનોમાં કલેક્ટરે દરોડા પાડતા ફિંગરપ્રિંટ લીધા વગર બારોબર અનાજ વેચાયાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેને પગલે કલેક્ટરે ચારેય દુકાનોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. હજુ પણ રાજકોટમાં મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.. બીજી તરફ મુખ્ય પુરવઠા અધિકારી પૂજા બાવડાએ મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરતા તેમની સામે ભ્રષ્ટાચારીઓને છાવરવાનો આરોપ લાગ્યો છે.. આ કૌભાંડ સામે આવ્યા બાદ જ્યારે મીડિયાકર્મીઓ ઘટનાની વિગતો પૂછવા ગયા તો પૂરવઠા અધિકારીએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી સવાલ પૂછવા હોય તો ચેમ્બરની બહાર નીકળી જવાનું જણાવી ગેરવર્તણૂંક કરી હતી.. હજુ આવી અનેક દુકાનો સામે કાર્યવાહી ન થઈ હોવા અંગેના સવાલના જવાબમાં પૂરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે આ સાઈબર ક્રાઈમ છે અને તેની તપાસ ચાલી રહી છે.
Mar 11,2020, 14:35 PM IST
નીતિન પટેલે કહ્યું, ભાજપ મારા લોહીમાં છે, કોઈ સત્તા લાલસા મારા જીવનને અડી નહિ શકે
Mar 11,2020, 14:25 PM IST
વિજય રૂપાણીના મધ્ય પ્રદેશ નિવેદન પર વાતાવરણ ગરમાયું
રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાના નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્યો તેનો જવાબ આપી રહ્યા છે. વિરજી ઠુંમરે કહ્યું કે મુખ્યમંત્રી કોંગ્રેસના એ ધારાસભ્યોના નામ જાહેરમાં કહે, જેણે ભાજપનો સંપર્ક કર્યો હોય. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ પહેલા પોતાનું ઘર સંભાળે. તો કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રીના નિવેદન પર પલટવાર કર્યો છે. નૌશાદ સોલંકીએ કહ્યું કે દેશની સમસ્યાથી લોકોના ભ્રમિત કરવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યું છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી પોતાની ચિંતા કરે, તેમણે કોંગ્રેસની સમીક્ષા કરવાની જરૂર છે.
Mar 11,2020, 14:25 PM IST
ગુજરાતમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના ચોંકવનારા આંકડા આવ્યા સામે
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન બળાત્કારના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના 2723 બનાવો બન્યા. કોંગ્રેસના ધારાસભ્યના સવાલના જવાબમાં ગૃહમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 540 બળાત્કારના બનાવો સામે આવ્યા છે તો સુરતમાં 452 બળાત્કારના બનાવો બન્યા છે. બળાત્કારના કેસમાં અનેક આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે. આ મામલે પરેશ ધાનાણીએ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બે દીકરીઓના પિતા હોવાના કારણે મને ચિંતા થાય છે. બળાત્કારના કેસમાં વધારો થવા મામલે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે વયસ્ક યુવક અને યુવકી પ્રેમ પ્રકરણમાં ભાગી જાય છે. ત્યારે પરિવારજનો બળાત્કારનો ગુનો નોંધાવે છે. જેથી જે આંકડાઓ સામે આવે છે કે વાસ્તવિક નથી હોતા.
Mar 11,2020, 15:10 PM IST
સીએમ રૂપાણીના મધ્ય પ્રદેશના નિવેદન પર અમિત ચાવડાએ આપ્યો વળતો જવાબ
Mar 11,2020, 13:25 PM IST

Trending news