NASA SpaceX Launch: કોરોનાકાળમાં અમેરિકાએ 9 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, હ્યુમન સ્પેસ મિશન કર્યું લોન્ચ
Trending Photos
ફ્લોરિડા: એકબાજુ જ્યાં અદ્રશ્ય વાયરસ કોરોનાએ અમેરિકામાં ખુબ હાહાકાર મચાવ્યો છે ત્યારે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ અમેરિકી સ્પેસ એજન્સી NASAએ 9 વર્ષ બાદ ઈતિહાસ રચ્યો છે. ફ્લોરિડાના કેપ કનવરલમાં જ્હોન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી NASA-SpaceX Demo-2 mission સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. અમેરિકાએ 9 વર્ષમાં પહેલીવાર પોતાની ધરતીથી સ્પેસમાં એસ્ટ્રોનટ્સ મોકલ્યા છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રાઈડેનસ્ટીને લોન્ચ અંગે જાણકારી આપી. ચંદ્રને સ્પર્શવા માટે પૃથ્વીથી પહેલી ઉડાણ આ જ્હોન એફ કેનેડી સેન્ટરથી રખાઈ હતી.
#WATCH SpaceX Falcon 9 rocket takes off with the SpaceX Crew Dragon spacecraft for International Space Station, with 2 NASA astronauts – Robert Behnken and Douglas Hurley. pic.twitter.com/83aXfAtK1d
— ANI (@ANI) May 30, 2020
નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રાઈડેનસ્ટીને ટ્વીટ કરીને જણાવ્યું કે, '9 વર્ષમાં પહેલીવાર હવે અમે અમેરિકી એસ્ટ્રોનટ્સને અમેરિકી રોકેટ દ્વારા અમેરિકાની ધરતીથી મોકલ્યા છે. મને નાસા અને SpaceX ટીમ પર ગર્વ છે. જેમણે અમને આ ક્ષણ જોવાની તક આપી છે. આ એક અલગ ફિલિંગ છે. જ્યારે તમે તમારી ટીમને આ રોકેટ(Falcon 9) પર જુઓ છો. આ અમારી ટીમ છે અને આ Launch America છે.'
અમેરિકી સમય મુજબ બપોરે 3 વાગે 22 મિનિટ પર રોકેટને લોન્ચ કરાયું. બંને એસ્ટ્રોનટ્સ (અંતરિક્ષયાત્રીઓ) તમામ તૈયારીઓ સાથે SpaceX રોકેટમાં સવાર થયાં. કાઉન્ટડાઉન ખતમ થતા જ યાન અંતરિક્ષ તરફ ઉડ્યું. આ અગાઉ બુધવારે ખરાબ હવામાનના કારણે લોન્ચિંગને નિર્ધારિત સમયથી 16 મિનિટ પહેલા રોકવું પડ્યું હતું.
NASA માટે ઐતિહાસિક ઘડી
Elon Muskની કંપની SpaceX નું રોકેટ વેટરન એસ્ટ્રોનટ્સ Robert Behnken અને Douglas Hurleyને ISS સુધી લઈ જવા માટે લોન્ચ થયું. બંને અંતરિક્ષયાત્રીઓ 19 કલાકની મુસાફરી કરીને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS) પહોંચશે. વર્ષ 2011માં સ્પેસ શટલ પ્રોગ્રામ ખતમ થયા બાદ પહેલીવાર અમેરિકી એસ્ટ્રોનટ્સ અમેરિકાની ધરતથી સ્પેસમાં મોકલવામાં આવ્યાં છે. અત્યાર સુધી રશિયાના Soyuzનો સહારો લેવામાં આવતો હતો. કોઈ પ્રાઈવેટ કંપનીના રોકેટથી સ્પેસમાં જવાનો પણ આ પહેલો અવસર છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચિંગ બાદ કહ્યું કે હું આ જાહેરાત કરતા ખુબ રોમાંચિત છું કે સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સ્યુલ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પહોંચી યું છે અને અમારા એસ્ટ્રોનટ્સ સુરક્ષિત અને સ્વસ્થ છે. આ લોન્ચની સાથે જ વર્ષોથી ખોવાયેલા અને ઓછી કાર્યવાહીનો દોર અધિકૃત રીતે ખતમ થયો છે. આ અમેરિકી મહત્વકાંક્ષાના એક નવા યુગની શરૂઆત છે.
I am thrilled to announce that SpaceX Dragon Capsule has successfully reached low Earth orbit, & our astronauts are safe and sound. With this launch, the decades of lost years & little action are officially over. A new age of American ambition has begun: US President Donald Trump https://t.co/E7dDOOfKOQ pic.twitter.com/MjdHh9HsKI
— ANI (@ANI) May 30, 2020
અમેરિકાના ઈતિહાસમાં NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)એ મંગલ મિશન સહિત અનેક મહત્વના કિર્તીમાન જ્હોન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી પોતાના નામે કર્યા છે. પરંતુ 2011 બાદ તેના પર બ્રેક લાગી ગઈ. અમેરિકી એસ્ટ્રોનટ્સ રશિયાની મદદથી સ્પેસમાં જતા હતાં. હવે NASAએ ફરીથી અમેરિકાની ધરતીથી પોતાના એસ્ટ્રોનટ્સ પોતાના દેશના રોકેટમાં બેસાડીને સ્પેસમાં મોકલ્યા છે. સમગ્ર દુનિયાની નજર આ મિશન પર હતીં.
ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની છે સ્પેસક્રાફ્ટ
બંને એસ્ટ્રોનટ્સને અમેરિકી કંપની સ્પેસ એક્સના સ્પેસક્રાફ્ટ ડ્રેગનથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવ્યાં છે. સ્પેસ એક્સ અમેરિકી ઉદ્યોગપતિ એલન માસ્કની કંપની છે. તે નાસા સાથે મળીને ભવિષ્ય માટે અનેક અંતરિક્ષ મિશનો પર કામ કરી રહી છે.
સ્પેસ એક્સ ડ્રેગન સ્પેસક્રાફ્ટને અમેરિકાના સૌથી ભરોસાપાત્ર રોકેટ ફાલ્કન-9ની ઉપર લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ ફાલ્કન-9 રોકેટ લોન્ચ કોમ્પલેક્સ 39એથી લોન્ચ થવાનું હતું. આ મિશનને ડેમો 2 નામ અપાયું છે. ડેમો 1 મિશનમાં ડ્રેગન સ્પેસક્રાફ્ટથી સ્પેસ સ્ટેશન પર સફળતાપૂર્વક સામાન અને રિસર્ચ સંબંધિત વસ્તુઓ પહોંચાડવામાં આવી હતી.
નાસાને શું થશે ફાયદો
9 વર્ષ બાદ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા પોતાના કોમર્શિયલ ક્રુ પ્રોગ્રામને ફરી શરૂ કરી ચૂકી છે. આ મિશનની સફળતા બાદ અમેરિકાને પોતાના એસ્ટ્રોનટ્સ અંતરિક્ષમાં મોકલવા માટે રશિયા કે યુરોપ દેશોની જરૂર નહીં પડે. એટલે કે કરોડો અબજો ડોલર ખર્ચ કરીને રશિયા અને યુરોપિય દેશોના રોકેટથી પોતાના અંતરિક્ષયાત્રીઓને સ્પેસ સેન્ટરમાં મોકલવા પડશે નહીં.
આ મિશનમાં રોબર્ટ બેનકેન સ્પેસક્રાફ્ટના ડોકિંગ એટલે કે સ્પેસ સ્ટેશનથી જોડાણ, અનડોકિંગ એટલે કે સ્પેસ સ્ટેશનથી અલગ થવું અને તેના રસ્તાનું નિર્ધારણ કરશે. બેનકેન આ અગાઉ બે વાર સ્પેસ સ્ટેશન જઈ ચૂક્યા છે. એકવાર 2008માં અને બીજીવાર 2010માં. તેમણે ત્રણવાર સ્પેસવોક કર્યું છે.
જ્યારે ડગલાસ હર્લેને ડ્રેગન સ્પેસક્રાફ્ટના કમાન્ડર બનાવવામાં આવ્યાં હતાં. તેમને લોન્ચ, લેન્ડિંગ અને રિકવરીની જવાબદારી સોંપવામાં આવી હતી. ડગ્લાસ 2009 અને 2011માં સ્પેસ સ્ટેશન જઈ ચૂક્યા છે. તેઓ વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતાં. ત્યારબાદ 2000માં નાસા સાથે જોડાયા. આ અગાઉ તેઓ યુએસ મરીન કોર્પ્સમાં ફાઈટર પાઈલટ હતાં.
જુઓ LIVE TV
શું કરશે તેઓ સ્પેસ સ્ટેશન પર
નિર્ધારિત કાર્યક્રમ મુજબ બંને અંતરિક્ષયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 110 દિવસ રોકાશે. અત્રે જણાવવાનું કે સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સ્યુલ એકવારમાં 210 દિવસ સુધી અંતરિક્ષમાં સમય વિતાવી શકે છે. ત્યારબાદ તેને રિપેરિંગ માટે ધરતી પર પાછા ફરવું પડશે. શક્ય છે કે ડ્રેગન સ્પેસક્રાફ્ટથી બંને અંતરિક્ષયાત્રીઓ પાછા ફરે અથવા તેમની જગ્યાએ કોઈ અન્યને સ્પેસ સ્ટેશનથી પાછા ફરતી પર મોકલવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે