ભારતની કોરોના વિરુદ્ધની જંગથી અમેરિકાની આંખો ચાર, પોતે પણ અપનાવશે 'જનતા કર્ફ્યૂ'

પીએમ મોદીએ ભારતમાં આજે સવારે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. જેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. પીએમ મોદીના આ આહ્વાનને અમેરિકાએ નામ લીધા વગર સરાહના કરી છે અને પોતાના દેશમાં પણ જનતાને આ જ રીતે 'જનતા કર્ફ્યૂ 'માટે અપીલ કરી છે.

ભારતની કોરોના વિરુદ્ધની જંગથી અમેરિકાની આંખો ચાર, પોતે પણ અપનાવશે 'જનતા કર્ફ્યૂ'

નવી દિલ્હી: પીએમ મોદીએ ભારતમાં આજે સવારે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. જેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. પીએમ મોદીના આ આહ્વાનને અમેરિકાએ નામ લીધા વગર સરાહના કરી છે અને પોતાના દેશમાં પણ જનતાને આ જ રીતે 'જનતા કર્ફ્યૂ 'માટે અપીલ કરી છે. આ બાજુ અમેરિકાને એક રાહતના સમાચાર એ પણ મળ્યા છે કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. 

જનતાને કરી જનતા કર્ફ્યૂની અપીલ
સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ ભારતની જેમ પોતાના નાગરિકોને પણ જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. અમેરિકી સરકારે લોકોને વધુમાં વધુ ઘરની અંદર રહેવાનું કહ્યું છે. એક ટ્વીટ દ્વારા વ્હાઈટ હાઉસે કહ્યું કે લોકો ઘરોમાં રહે અને પોતાના જીવ બચાવે. પોતાની આ ટ્વીટમાં રાષ્ટ્રપતિ તરફથી કહેવાયું છે કે એક જોઈન્ટ રાષ્ટ્રીય ત્યાગનો સમય છે. આ સાથે જ અત્યારનો સમય એ વાત ઉપર પણ ધ્યાન આપવા માટે મહત્વનો છે કે આપણા માટે સૌથી જરૂરી શું છે. 

કોરોના વિરુદ્ધ જંગમાં અમેરિકા ગંભીર
પીએમ મોદી એક વૈશ્વિક નેતા બની ગયા છે. ભારત જે પણ કરે છે તેના પર અમેરિકા ખુબ બારીકાઈથી નજર રાખે છે. સારું લાગે તો તેને પોતાના દેશમાં પણ અમલમાં મૂકે છે. હવે ભારતમાં આજે સફળતાપૂર્વક જનતા કર્ફ્યૂનું પાલન થઈ રહ્યું છે તો અમેરિકાને તે ખુબ ગમ્યું છે. આ કર્ફ્યૂની ઉપયોગિતાનો સ્વીકાર કરતા અમેરિકા તેને પોતાના દેશમાં પણ કોરોના વિરુદ્ધ લડતમાં ઉપયોગમાં લેવા જઈ રહ્યું છે. 

જુઓ LIVE TV

ઉપરાષ્ટ્રપતિનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ
અમેરિકી રાષ્ટ્રપતિ બાદ ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ તથા તેમના પત્નીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયમાંથી આ રિપોર્ટ પર પ્રસન્નતા વ્યક્ત કરાઈ. આ અગાઉ શનિવારે માઈક પેન્સની ઓફિસમાં કામ કરતો એક અધિકારી કોરોનાગ્રસ્ત મળી આવ્યો હતો. આ ઘટનાએ ઉપરાષ્ટ્રપતિ ટેસ્ટ માટે પ્રેરિત કર્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news