'રસી તૈયાર થાય તે પહેલા જ આપમેળે ખતમ થઈ શકે છે કોરોના વાયરસ'

વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠન (WHO)ના એક કેન્સર પ્રોગ્રામના ડિરેક્ટર રહી ચૂકેલા પ્રોફેસર કરોલ સિકોરાએ કોરોના વાયરસને લઈને મોટો દાવો કર્યો છે. સિકોરા કહે છે કે કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાભરમાં જે લડત ચાલુ છે તે રસી બનાવતા પહેલા જ ખતમ થઈ શકે છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ વેક્સીન બને તે પહેલા જ પોતાની જાતે જ એટલે કે આપમેળે ખતમ થઈ શકે છે. 

Updated By: May 18, 2020, 01:55 PM IST
'રસી તૈયાર થાય તે પહેલા જ આપમેળે ખતમ થઈ શકે છે કોરોના વાયરસ'
ફાઈલ ફોટો

લંડન: વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠન (WHO)ના એક કેન્સર પ્રોગ્રામના ડિરેક્ટર રહી ચૂકેલા પ્રોફેસર કરોલ સિકોરાએ કોરોના વાયરસને લઈને મોટો દાવો કર્યો છે. સિકોરા કહે છે કે કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાભરમાં જે લડત ચાલુ છે તે રસી બનાવતા પહેલા જ ખતમ થઈ શકે છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ વેક્સીન બને તે પહેલા જ પોતાની જાતે જ એટલે કે આપમેળે ખતમ થઈ શકે છે. 

સિકોરાએ કહ્યું કે "કોરોના વાયરસ વિરુદ્ધ દરેક જગ્યાએ એક જીવી જ પેટર્ન જોવા મળી રહી છે. મને શંકા છે કે આપણી અંદર ધાર્યા કરતા વધારે રોગપ્રતિકારક શક્તિ છે. આપણે આ વાયરસને સતત ધીમો પાડવાનો છે પરંતુ તે આપમેળે જ ઘણો નબળો પડી શકે છે. મારું એવું અનુમાન છે કે આવું શક્ય બની શકે છે."

તેમણે કહ્યું કે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાનું છે અને આશા કરવાની છે કે આંકડા સારા જોવા મળશે. આ અગાઉ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ચેતવણી આપી હતી કે 'કોરોના વાયરસ નું લાંબા સમય સુધીનું સમાધાન ફક્ત રસી કે દવા જ શક્ય છે. તેમણે કહ્યું હતું કે સૌથી ખરાબ સ્થિતિ એ બની શકે કે આપણે ક્યારેય કોરોના વાયરસની રસી શોધી જ ન શકીએ.'

કોરોના વાયરસથી 3 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા
ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યા બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકો તેની રસી બનાવવા માટે પ્રયત્નશીલ છે. અત્યાર સુધીમાં દુનિયાભરમાં કોરોના વાયરસથી 3 લાખથી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 40 લાખથી વધુ લોકો સંક્રમિત છે. કોરોના વાયરસની રસી બનાવવા માટે દુનિયાભરમાં પ્રયત્નો ચાલુ છે. 

જુઓ LIVE TV

ભારતીય મૂળના બ્રિટિશ અધિકારી આલોક શર્માએ રવિવારે કહ્યું હતું કે શક્ય છે કે યુકે ક્યારેય કોવિડ 19ની રસી જ ન શોધી શકે. તેમણે નિયમિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે 'આપણા વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નો છતાં શક્ય છે કે આપણે ક્યારેય સફળતાપૂર્વક કોરોના વાયરસની રસી ન મેળવી શકીએ.' તેમણે વધુમાં કહ્યું હતું કે 'દુનિયાના બે મોટા ફ્રન્ટરનર કે જેમણે વેક્સિન બનાવવાની છે તેઓ બ્રિટનમાં છે.- ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ઈમપીરીયલ કોલેજ લંડન.'

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube