આ કિડની હોસ્પિટલમાં એન્ટ્રી ત્યારે જ મળે છે, જ્યારે કોઈ ટનલમાંથી નીકળે

અમદાવાદ (ahmedabad) સિવિલમાં આવેલી કિડની હોસ્પિટલ (kidney hospital) માં કોરોનાથી બચવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. કિડની હોસ્પિટલના મુખ્ય દરવાજા પર અનોખી કિડની ટનલ બનાવાઈ છે. કિડની હોસ્પિટલમાં પ્રવેશતા પહેલા અહીં આવનાર દરેક વ્યક્તિએ પહેલા ટનલમાંથી પસાર થવાનું રહેશે. આ ટનલમાં સેનેટાઇઝરનો ખાસ પ્રકારના સ્પ્રે માણસો પર થાય છે. 30 સેકન્ડ સુધી માણસો પર સેનેટાઇઝરના છંટકાવ બાદ જ વ્યક્તિ કિડની હોસ્પિટલમાં પ્રવેશ કરી શકે છે. 

Updated By: Mar 31, 2020, 08:27 AM IST
આ કિડની હોસ્પિટલમાં એન્ટ્રી ત્યારે જ મળે છે, જ્યારે કોઈ ટનલમાંથી નીકળે

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ (ahmedabad) સિવિલમાં આવેલી કિડની હોસ્પિટલ (kidney hospital) માં કોરોનાથી બચવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. કિડની હોસ્પિટલના મુખ્ય દરવાજા પર અનોખી કિડની ટનલ બનાવાઈ છે. કિડની હોસ્પિટલમાં પ્રવેશતા પહેલા અહીં આવનાર દરેક વ્યક્તિએ પહેલા ટનલમાંથી પસાર થવાનું રહેશે. આ ટનલમાં સેનેટાઇઝરનો ખાસ પ્રકારના સ્પ્રે માણસો પર થાય છે. 30 સેકન્ડ સુધી માણસો પર સેનેટાઇઝરના છંટકાવ બાદ જ વ્યક્તિ કિડની હોસ્પિટલમાં પ્રવેશ કરી શકે છે. 

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે પોતાની સેફ્ટીને લઈને ઉઠાવ્યા સવાલ  

આગામી દિવસોમાં કોરોના (corona virus) ના કેસ વધે તો કિડની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે. આ પ્રકારની પહેલ આગામી દિવસોમાં બીજી કેટલીક હોસ્પિટલ, સરકારી કચેરીઓ તેમજ ભવિષ્યમાં સ્કૂલ તેમજ કોલેજમાં જોવા મળે તો નવાઈ નહિ. કિડની હોસ્પિટલમાં હાલ આવી રહેલા તમામ કર્મચારીઓ, તમામ દર્દી તેમજ સ્વજનોને ઇન્ફેક્શન ફ્રી થયા બાદ જ અંદરની તરફ એન્ટ્રી આપવામાં આપવામાં આવી રહી છે. ઈન્ફેક્શન ફ્રી થયા બાદ તકેદારીના ભાગરૂપે
તમામના ટેમ્પરેચરની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, જો કોરોનાનો ચેપ અંદર રહેલા કિડનીની સારવાર લઈ રહેલા દર્દીઓને લાગે તો પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે. આવામાં કિડની હોસ્પિટલ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર