ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે પોતાની સેફ્ટીને લઈને ઉઠાવ્યા સવાલ
હાલ કોરોના (Corona virus)ની મહામારીના સમયમાં દરેક વ્યક્તિએ સેફ્ટી રાખવી અત્યંત જરૂરી છે. આવામાં દરેકે સેફ્ટી રાખવી અત્યંત જરૂરી છે. પછી કે સમાન્ય નાગરિક હોય, તબીબ હોય કે પછી પોલીસ હોય. આવામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કામ કરતી એક તબીબે પોતાની સેફ્ટીના સવાલ ઉઠાવ્યા છે.
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ :હાલ કોરોના (Corona virus)ની મહામારીના સમયમાં દરેક વ્યક્તિએ સેફ્ટી રાખવી અત્યંત જરૂરી છે. આવામાં દરેકે સેફ્ટી રાખવી અત્યંત જરૂરી છે. પછી કે સમાન્ય નાગરિક હોય, તબીબ હોય કે પછી પોલીસ હોય. આવામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કામ કરતી એક તબીબે પોતાની સેફ્ટીના સવાલ ઉઠાવ્યા છે. કોરોના સામેની પ્રોટેક્ટિવવ કીટને લઈને આ તબીબે સવાલ ઉઠાવ્યા છે.
Working at Corona OPD today,
No special protective gear provided. No basins to wash hands periodically. I can only hope that no one sneezes on my face.#Covid19India #COVIDー19 pic.twitter.com/jjvdjBPGM4
— Dr. Taarini Johri (@taarini_johri) March 24, 2020
કોરોના વોર્ડમાં કામ કરી રહેલા તબીબી સ્ટાફ માટે સ્પેશિયલ પ્રોટેકટિવ કીટ જરૂરી છે. જો તે ન હોય તો તબીબી સ્ટાફ પર કોરોના થવાનું જોખમ વધી જાય છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની સ્થિતિને લઈને સવાલ ઉઠ્યા છે. ડો.તારિની જોહરી નામની મહિલા તબીબે ટ્વિટર પર ટ્વિટ કરી છે કે, આજે કોરોના ઓપીડીમાં કામ કર્યું. અહી અમને કોઈ સ્પેશિયલ પ્રોટેક્ટિવ ગિયર આપવામાં આવ્યા નથી. બેઝીન પમ નથી, જેથી સતત હાથ ધોઈ શકીએ. હું ફક્ત એટલી જ આશા રાથખું છું કે કોઈ મારા ચહેરા પર છીંકે નહિ.
આમ, જીવ જોખમમાં મૂકીને હાલ રાજ્યભરમાં અનેક તબીબો કોરોના દર્દીઓની સારવારમાં જોતરાયા છે. પરંતુ જો તેમને કોઈ સુવિધા ન મળે તો તેમના જીવને મોટું જોખમ થઈ રહે છે. કોરોના દર્દીઓની સારવાર કરતા સમયે ચેપ લાગ્યો હોય તેવા અનેક દાખલા હાલ વિશ્વભરમાં આપણી નજર સામે છે. આવામાં સિવિલના દર્દીઓની પણ કાળજી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે