અમદાવાદને ચકચકિત બનાવવાનું શરૂ, 5311 જૂની ઈમારતોને રિડેવલપ કરાશે
Trending Photos
- રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારની મંજૂરી મળતા એએમસીના 28 પૈકી 12 સ્થળોના 5311 આવાસોને નવા બનાવવાનો નિર્ણય કર્યો
- એએમસી 28 સ્થળો પર સર્વે હાથ ધરી વધુ જર્જરીત હોય અને તેના 60 ટકા રહેવાસીઓની સહમતી મળી હોય એવા 10 સ્થળો પર નવા આવાસો બનાવવાનું નક્કી કર્યુ
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :મેગા સિટી અમદાવાદમાં જેટલી નવી ઇમારતો બની રહી છે, એટલી જ જૂની અને જર્જરિત ઇમારતો પણ છે. અને તેમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ ક્વાર્ટ્સની હાલત તો અત્યંત જર્જરિત થઈ છે. વર્ષ 2018માં ઓઢવના શિવમ આવાસ ધરાશાયી થયાથી આજદિન સુધી નાના મોટા સેંકડો બનાવો બની ચૂક્યા છે. જેમાં આવાસોના વિવિધ ભાગ તૂટી પડ્યા છે. આખરે રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારની મંજૂરી મળતા એએમસીના 28 પૈકી 12 સ્થળોના 5311 આવાસોને નવા બનાવવાનો નિર્ણય કર્યો છે.
10 વિસ્તારના આવાસ નવા બનાવાશે
શહેરના જર્જરીત મકાનોને નવા બનાવવા માટે રાજ્ય સરકારે વર્ષ 2016 માં રીવડેવલપીંગ ઓફ પબ્લીક હાઉસીંગ પોલીસી અમલમાં મૂકી હતી. પરંતુ તેનો નક્કર અમલ થતો ન હતો. પરંતુ 2018 માં ઓઢવમાં શિવસ આવાસ ધરાશાયી થતા આ મામલે કામગીરી શઇ થઇ હતી. આખરે એએમસી 28 સ્થળો પર સર્વે હાથ ધરી વધુ જર્જરીત હોય અને તેના 60 ટકા રહેવાસીઓની સહમતી મળી હોય એવા 10 સ્થળો પર નવા આવાસો બનાવવાનું નક્કી કર્યુ છે. જે પૈકી બાપુનગર સોનારીયા બ્લોક, સુખરામનગર, ખોખરા, ગોમતીપુર, જમાલપુર, અમરાઇવાડી, સહીતના વિસ્તારોમાં આવેલા આવાસોનો સમાવેશ થાય છે તેવી માહિતી એએમસીના હાઉસિંગ વિભાગના એડિશનલ સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાએ આપી.
એક નજર કરીએ વિસ્તાર મુજબ બનનારા આવાસોની સંખ્યા પર...
સ્થળ બ્લોક આવાસ સંખ્યા
સુખરામનગર 3 96
વિજય મીલ 90 348
પતરાવાળા સ્લમ 20 576
સોનારીયા 30 760
શિવમ આવાસ 84 1344
ખોખરા 288
બાપુનગર 6 192
સૈજપુર બોઘા 13 360
અજીલ મીલ 672
જમાલપુર 64
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે