અમરેલી કલેક્ટરનું જાહેરનામુ, જિલ્લામાં પ્રવેશતી દરેક બસનું ડિસ-ઈન્ફેક્શન નહિ થાય તો ફરિયાદ કરાશે

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કલેકટરે જાહેનામું બહાર પાડ્યું છે. જિલ્લા બહારથી આવતી તમામ ખાનગી બસોનું જિલ્લામાં પ્રવેશ કર્યા બાદ ફરજીયાત 1 % સોડિયમ હાઇપોક્લોરાઈટથી બસનું ડીસ ઇન્ફેશકશન કરવાનું રહેશે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. નોડલ અધિકારીએ સાંજે જિલ્લા સર્વેલન્સ અધિકારીને આ અંગેની તમામ માહિતી આપવાની રહેશે. આ માર્ગદર્શિકાનો ભંગ થશે અથવા ઉલ્લંઘન કરનારને કલમ 188 અને 269 મુજબ લેખિત ફરિયાદ કરવામાં આવશે તેવો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. 

અમરેલી કલેક્ટરનું જાહેરનામુ, જિલ્લામાં પ્રવેશતી દરેક બસનું ડિસ-ઈન્ફેક્શન નહિ થાય તો ફરિયાદ કરાશે

કેતન બગડા/અમરેલી :અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કલેકટરે જાહેનામું બહાર પાડ્યું છે. જિલ્લા બહારથી આવતી તમામ ખાનગી બસોનું જિલ્લામાં પ્રવેશ કર્યા બાદ ફરજીયાત 1 % સોડિયમ હાઇપોક્લોરાઈટથી બસનું ડીસ ઇન્ફેશકશન કરવાનું રહેશે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. નોડલ અધિકારીએ સાંજે જિલ્લા સર્વેલન્સ અધિકારીને આ અંગેની તમામ માહિતી આપવાની રહેશે. આ માર્ગદર્શિકાનો ભંગ થશે અથવા ઉલ્લંઘન કરનારને કલમ 188 અને 269 મુજબ લેખિત ફરિયાદ કરવામાં આવશે તેવો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. 

દેશની બીજી COVID-19 Vaccine પણ તૈયાર, ઝાયડસ કેડિલાને મળી હ્યુમન ટ્રાયલની મંજૂરી 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમરેલી જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આગામી એક મહિના સુધી જિલ્લો સંપૂર્ણ કંટ્રોલમાં રહેશે. રાત્રિના 10 વાગ્યા બાદ સંપૂર્ણપણે કર્ફ્યુનુ પાલન કરવુ પડશે. અમરેલી જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. 

જેણે પણ આ વાત સાંભળી તેના હોંશ ઉડ્યા કે, કર્મચારીએ 12 વર્ષ સુધી બિયરના ટેન્કમાં પેશાબ કર્યું....

ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો અમરેલી જિલ્લો છેલ્લો એવો જિલ્લો છે જ્યાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. પરંતુ હવે અમરેલી જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં રાફડો ફાટી નીકળ્યો છે. તેથી જિલ્લા કલેક્ટર દ્વારા તેને નાથવા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. ગઈકાલે અમરેલી જિલ્લામા કુલ 7 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 93 પર પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news