ગમે તે ક્ષણે વલસાડમાં આવશે પૂર! ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી, આ વિસ્તારોમાં પાણી ઘૂસ્યા!
વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી પર વહેતા ભાગડા ખુર્ડ ગામ તથા વલસાડ શહેરના બંદર રોડ, કશ્મીર નગર, કૈલાશ રોડ સહિતના શહેરી વિસ્તારોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા.
Trending Photos
Valsad Heavy Rains: વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ કારણે વલસાડ ની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે. વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી 6 મીટર પર વહેતા વહીવટી તંત્ર દ્વારા નીચવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી પર વહેતા ભાગડા ખુર્ડ ગામ તથા વલસાડ શહેરના બંદર રોડ, કશ્મીર નગર, કૈલાશ રોડ સહિતના શહેરી વિસ્તારોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા.
વલસાડ જિલ્લા કલેક્ટર સહીતની ટીમ પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બની છે. સાથે નીચવાળા વિસ્તારોમાં મુલાકાત લઈ રહી છે. વલસાડ જિલ્લામાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવમાં આવી છે. વલસાડ જિલ્લાના ઉપવાસમાં ભારે વરસાદને લઈને વલસાડની ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા વલસાડ નું વહીવટી તંત્ર એલર્ટ થયું.
ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચાળવાળા વિસ્તાર એવા કાશ્મીર નગરમાં પાણી ઘૂસવાના શરૂ થતા તંત્ર દ્વારા પોલીસની મદદથી સ્થાનિકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોને અહીંથી સ્થળાંતર કરવાની અપીલ કરી હતી 150 થી લોકો ને સેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા વલસાડ મામલતદાર પણ ખડે પગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે