Coronavirus: વડોદરા અને ગાંધીનગર સહિત આ શહેરોમાં જાણો કેટલા નોંધાયા કોરોનાના કેસ

દેશમાં કોરોનાના કેસ મામલે ચોથા સ્થાન પર રહેલ ગુજરાતમાં કેસ ઘટવાના નામ નથી લઈ રહ્યાં. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 500ની આસપાસ નવા દર્દીઓ નોંધાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃતકોનો આંકડો 1592 પર પહોંચ્યો છે. કેટલાક જિલ્લા એવા છે, જ્યાં રોજેરોજ 5થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. 

Coronavirus: વડોદરા અને ગાંધીનગર સહિત આ શહેરોમાં જાણો કેટલા નોંધાયા કોરોનાના કેસ

ઝી મીડિયા, બ્યૂરો: દેશમાં કોરોનાના કેસ મામલે ચોથા સ્થાન પર રહેલ ગુજરાતમાં કેસ ઘટવાના નામ નથી લઈ રહ્યાં. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 500ની આસપાસ નવા દર્દીઓ નોંધાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃતકોનો આંકડો 1592 પર પહોંચ્યો છે. કેટલાક જિલ્લા એવા છે, જ્યાં રોજેરોજ 5થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. 

ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં નવા 17 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર તાલુકામાં 10 અને કલોલમાં 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે એક દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.

વડોદરામાં કોરોનાના વધુ 45 પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1783 થઈ છે. 197 સેમ્પલમાંથી 45 પોઝિટિવ આવ્યા છે. કોરોનાથી વધુ 20 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1146 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોનાથી 50 દર્દીઓના મોત થયા છે.

સુરત જિલ્લા માટે આજે માઠા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં કોરોનાનો કાળો કહેર યથાવત જોવા મળી રહી છે. જિલ્લામાં આજે કોરોનાના 21 કેસ સામે આવ્યા છે. કામરેજમાં 7, ઓલપાડમાં 5, બારડોલીમાં 2, પલસાણામાં 6 અને ચોર્યાસીમાં 1 કેસ નોંધાયો છે. કોરોનાનો આંક 289 પર પહોંચ્યો છે.

મહેસાણા જિલ્લામા આજે એક સાથે 12 કેસ પોઝિટિવ નોંધાયા છે. કડી તાલુકામાં 7, ઊંઝા તાલુકામાં 1, વિસનગરમાં 1, મહેસાણામાં 3 નવા કેસ નોંધાયા છે. તમામ સેમ્પલના ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ આજરોજ 11 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 207 કેસ નોંધાયા છે. જેમાં 145 લોકોને રિકવરી બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ 44 કેસ એક્ટિવ છે. જ્યારે હજુ 70 સેમ્પલના પરિણામ પેન્ડિંગ છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં 8, ભરૂચ શહેરમાં 4, વાગરામાં 1 અને ઝઘડિયામાં 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 128 પર પહોંચી ગઈ છે.

પાટણમાં આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ આવ્યા છે. જેમાં 7 પુરૂષ અને 1 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. શહેરના ગિરધારી પાડામાં 58 વર્ષીય પુરૂષ, ગોકુલધામ સોસાયટીમાં 45 વર્ષીય સ્ત્રી, સુભાષ ચોક વિસ્તારમાં 55 વર્ષીય પુરૂષ, માળીની ખડકીમાં 62 વર્ષીય પુરૂષ, ગોદડના પાડામાં 47 વર્ષીય પુરૂષ, પટોળાવાળી શેરીના નાકે 48 વર્ષીય પુરૂષ, ગેલેક્ષીમાં 29 વર્ષીય યુવક અને દ્વારકા નગરી સોસાયટીમાં રહેતા 38 વર્ષીય પુરૂષને કોરોનો પોઝિટિવ આવ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 138 પર છે.

પોરબંદરમાં વધુ એખ કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. મુંબઇથી આવેલ 39 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડીસ્ટ્રિક્ટ ક્વોરોન્ટાઇન સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો. આ યુવાને જામનગર લેબમાં મોકલવામાં આવેલો. 38 સેમ્પલો નેગેટિવ આવ્યા હતા. જ્યારે 1 સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક દિવસ પહેલા જ પોરબંદર જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં આજે વધુ ત્રણ કેસ કોરોના પોઝિટિવ આવ્યો છે. હિમતનગર શહેરમાં 2 અને વડાલીના વાડોઠમાં 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. હિંમતનગરમાં 57 વર્ષીય બે પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે વડાલીમાં મુંબઇથી આવેલા 28 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 149 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 7 દર્દીના મોત જિલ્લામાં આત્યાર સુધીમાં 97ને રજા અપાઈ છે.

કચ્છમાં 3 બીએસએફ જવાન સહિત 4ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. કુલ પોઝિટિવ આંક 113 પર પહોંચ્યો છે. 2 બીએસએફ જવાન સહિત અંજારનો યુવાન સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. અત્યાર સુધીમાં 83 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 23 કેસ હજુ પણ એક્ટિવ છે.

મહિસાગર જિલ્લામાં વધુ 2 કેસ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. ખાનપુરના કાનેરસ ગામે 70 વર્ષીય મહિલા તેમજ લુણાવાડામાં 50 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 134 પર પહોંચ્યો છે. જિલ્લામાં 123 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલ 9 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

વલસાડ જિલ્લામાં કોરોના વધુ વકર્યો છે. જિલ્લામાં 4 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ સંજાણ ખાતે રહેતા 50 વર્ષીય પુરૂષ, અહમદનગર છીરી વાપી ખાતે રહેતા 52 વર્ષીય પુરૂષ, બગવાડા પારડી ખાતે રહેતી 28 વર્ષીય મહિલા, તેમજ મોરારજી સર્કલ ખાતે રહેતા 51 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો કબ્રસ્તાન રોડ વાપી ખાતે રહેતી 79 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું.

અરવલ્લીમાં કોરોનાનો વિસ્ફોટ યથાવત જિલ્લામાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયો છે. મોડાસામાં વધુ 4 કેસ નોંધાયા છે. ચૌહાણ વાળા, કસ્બા મસ્જિદ, સમસ સોસાયટી, પ્રેમનગર સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પહાડપુરમાં 46 વર્ષના પુરૂષને કોરોના કેસ આવ્યો છે. અરવલ્લીમાં કુલ 176 કોરોના કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ડીસા શહેરના સિંધી કોલોની અને નિલકમલ સોસાયટીમાંથી પોઝિટિવ કેસ આવ્યા છે. સિંધી કોલોનીના 56 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. નિલકમલ સોસાયટીના 59 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંક 161 પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news