વરસાદની ત્રણ દિવસની આગાહી માટે જાણો શુ કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ

વરસાદની ત્રણ દિવસની આગાહી માટે જાણો શુ કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ
  • અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે
  • 12 થી 18 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. 12 થી 18 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી (Weather Forecast) હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. 13 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે. જેથી 16 અને 18 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. ત્યારે આવામાં સૌથી મોટી પરેશાની ખેડૂતો માટે છે. કારણ કે, એકબાજુ ખેડૂતો પાક નુકસાનીથી પરેશાન છે, ત્યારે હજુ પણ 5 દિવસની વરસાદની આગાહીથી જગતનો તાતના માથે આભ તૂટી પડશે. 

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી....
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે (ambalal patel) આગાહી કરી હતી કે, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. એટલે કે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ. પરંતુ આગામી મહિને પણ એટલે કે ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે. તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય. કારણ કે, તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે. 

એક સપ્તાહના બ્રેક બાદ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. આ વખતે દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રને ત્રણ દિવસ સુધી વરસાદ ધમરોળી શકે છે. રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે.

વરસાદના આજના લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગના આહવા અને ભરૂચના વાગરા 1.5 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો ડાંગના વઘઈમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news