6 ઈંચ ધોધમાર વરસાદથી જુનાગઢ પાણીપાણી, 24 કલાકમાં ગુજરાતના 222 તાલુકામાં વરસાદ
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર યથાવત છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન પોણા 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈને જુનાગઢમાં ડેમ અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે. તો જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. જુનાગઢ શહેરના મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયો છે. સવારથી જિલ્લાના કેશોદ, મેંદરડા, માંગરોળ અને વંથલી તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. તો કેશોદમાં પણ બે કલાકમાં ધોધમાર પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મેંદરડા, માંગરોળ અને વંથલીમાં અડધો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં સળંગ 4 વર્ષ શાસન કરનાર પાંચમા મુખ્યમંત્રી બન્યા વિજય રૂપાણી
24 કલાકમાં 222 તાલુકમાં વરસાદ
હવામાન ખાતા પાસેથી મળેલ અપડેટ મુજબ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના સિટી અને પોરબંદરના રાણાવાવમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પોરબંદર શહેરમાં પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. તો પોરબંદરના કુતિયાણા, નવસારી શહેર અને રાજકોટના જેતપુર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ભાણવડ અમરેલીના રાજુલામાં 4.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છના મુન્દ્રા અને જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અમરેલીના જાફરાબાદ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 13 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 21 તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે .રાજ્યના 44 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 91 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
ઉપરવાસમાં વરસાદથી આજી નદી જળબંબાકાર, રાજકોટ-જેતપુરમાં ઘરોમાં કમર સુધી પાણી
આજે સવારથી 43 તાલુકામાં વરસાદ
આજે શુક્રવારે સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યમાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર બે કલાકમાં ઉમરપાડમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસી પડ્યો હતો. આજે જૂનાગઢના કેશોદમાં પણ સવારના બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતમાં માંગરોળમાં પણ બે કલાકમાં સવા બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
આર્શીવાદ લેવાની યોગ્ય રીત જાણી લેશો તો, તમારી ઈચ્છા 1000 ટકા પૂરી થશે
વડોદરામા છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન ઝરમર વરસાદ બાદ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાદરા અને સાવલીમાં પોણા એક ઇંચ વરસાદ વરસ્યો છે. તો કરજણમા અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. આજે પણ વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે