PM મોદીએ ગુજરાતીઓને આપી દિવાળી ભેટ, હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યું

PM મોદીએ ગુજરાતીઓને આપી દિવાળી ભેટ, હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યું
  • લોકાર્પણ પહેલા ફેરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. રો રો ફેરી ઉપરાંત ટર્મિનલ બિલ્ડીંગ અને આસપાસના વિસ્તારોને ઝગમગ લાઈટીંગથી શણગારવામાં આવી હતી.
  • લોકાર્પણ કર્યા બાદ PMએ કહ્યું કે, આ સર્વિસથી વેપારમાં સુવિધા વધશે, લોકોની કામ કરવાની સ્પીડ વધશે. તમામ વર્ગના લોકોને સારી કનેક્ટિવિટીનો લાભ મળશે

ઝી મીડિયા/બ્યૂરો :મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનો આજે શુભારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે. ઘોઘા હજીરા રોપેક્ષ (ghogha hazira ro pax ferry) સેવાનો આજથી પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણથી આ સુવિધાને ખુલ્લી મૂકી છે. લોકાર્પણ પહેલા ફેરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. રો રો ફેરી ઉપરાંત ટર્મિનલ બિલ્ડીંગ અને આસપાસના વિસ્તારોને ઝગમગ લાઈટીંગથી શણગારવામાં આવી હતી. તો ઉદઘાટન પહેલા પીએમ મોદીએ વેપારીઓ સાથે વાત કરીને આ સુવિધા તેમના માટે કેટલી ફાયદાકારક બનશે તે જાણ્યું હતું. વેપારીઓએ આ સુવિધાથી સંતોષ માન્યો હતો. 

300 મીટરની ઊંડી ખીણ જોઈને તમ્મરિયા આવી જાય, ત્યાં ખાબકી ગુજરાતી યુવકોની કાર

ગુજરાતના લોકો માટે દિવાળીની મોટી ભેટ છે
લોકાર્પણ કર્યા બાદ તેઓએ કહ્યું કે, આ સર્વિસથી વેપારમાં સુવિધા વધશે, લોકોની કામ કરવાની સ્પીડ વધશે. આજે આ સુવિધાથી તમામ વર્ગના લોકોને સારી કનેક્ટિવિટીનો લાભ મળશે. જ્યારે આપણા લોકોની વચ્ચેની દૂર ઓછી થાય છે તો મનને સંતોષ થાય છે. આજે ગુજરાતના લોકોને દિવાળીના તહેવારની મોટી ભેટ મળી રહી છે. આ સર્વિસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને વિસ્તારના લોકોનું વર્ષોનુ સપનુ પૂરુ થયું છે. હજીરામાં આજે નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરાયું છે. ભાવનગર અને સુરત વચ્ચેના આ નવા સમુદ્રી સંકલ્પ માટે તમે સૈૌને અભિનંદન. 

અમદાવાદીઓ વાંચી લો, રાત્રે આ સમય દરમિયાન જ ફોડી શકશો ફટાકડા, નહિ તો... 

પશુપાલકો અને ખેડૂતો જલ્દીથી ઉત્પાદન પહોંચાડી શકશે 
તેઓએ વધુમાં કહ્યું કે, આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે રસ્તાનું જે અંતર 345 કિમી હતી, તે સમુદ્રના રસ્તાથી 90 કિમી થઈ જશે. જે અંતરને કવર કરવા 10 થી 12 કલાલનો સમય લાગતો હતો, હવે તે સફરમાં માત્ર 3-4 કલાક લાગશે. સમયની સાથે તે તમારો ખર્ચ પણ બચાવશે. આ ઉપરાંત રસ્તા પરથી જે ટ્રાફિક ઓછું થશે તે પ્રદૂષણ ઘટાડશે.  80 હજાર ગાડી, 30 હજાર ટ્રક આ નવી સર્વિસનો લાભ લઈ શકશે. જેથી પેટ્રોલ-ડીઝલ બચશે. આ કનેક્ટિવિટી આ વિસ્તારના લોકોનું જીવન બદલશે. હવે ખેડૂતોની ફળ-શાકભાજી-દૂધ સુરત પહોંચાડવામાં વધુ સરળતા મળશે. સમુદ્રના રસ્તે પશુપાલકો અને ખેડૂતોના ઉત્પાદન તેજીથી વધુ સુરક્ષિત રીતે માર્કેટ સુધી પહોંચી શકશે. વેપારીઓની સરળતા વધશે. આ સર્વિસ શરૂ કરવામાં અનેક લોકોનું શ્રમ લાગ્યું છે. અનેક ચેલેન્જિસ આવ્યા છે. આ પ્રોજેક્ટ સાથે હું પહેલેથી જોડાયેલો છું. આ કારણે મને એ તમામ સમસ્યાઓની જાણકારી છે. ક્યારેક લાગતું કે મને થશે કે નહિ. આ તમામ બાબતોનું અવલોકન કરીને મહેનત કરી છે. તમામ એન્જિનિયર, શ્રમિકનો આભાર માનું છું. આજે આ હિંમત લાખો ગુજરાતીઓ માટે નવી તક લઈને આવી છે.  

ગુજરાત પાસે સમુદ્રી વેપારની સમૃદ્ધ વિરાસત રહી છે
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત પાસે સમુદ્રી વેપારની સમૃદ્ધ વિરાસત રહી છે. ગુજરાતે બે દાયકામાં પોર્ટ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. ગુજરાતના કોસ્ટલ એરિયામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટના બીજા પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન આપ્યું છે. રાજ્યમાં શિપબિલ્ડીંગ પોલિસી, પાર્ક કે પછી સ્પેશિયલાઈઝ ટર્મિનલનું નિર્માણ દરેક ઈન્ફ્રાને પ્રાથમિકતા અપાઈ છે. દહેજમાં સોલિડ કાર્બો, કેમિકલ અને એલએલબી ટર્મિનલ, મુન્દ્રામાં કોલ્ડ ટર્મિનલ, વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સર્વિસ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ કનેક્ટિવિટી ટર્મિનલને અમે પ્રોત્સાહન આપ્યું. આ પ્રયાસથો ગુજરાતના પોર્ટ સેક્શનને નવી દિશા મળી છે. માત્ર ફિઝીકલ સ્ટ્ર્ક્ચરનું નિર્માણ જ નહિ, પણ નજીક રહેતા લોકોનું કામ સરળ થાય તેના પર પણ કામ થયું છે. ઈકો સિસ્ટમ આધુનિક બનાવી છે. સરકારી કોસ્ટલ એરિયામાં દરેક પ્રકારની પાયાગત સર્વિસ આપી છે. 

મોરબી : ઘરમાં રસોઈ મુદ્દે થયેલી માથાકૂટનું કરુણ અંજામ, ભાઈએ માતા-બહેનને ધારિયાથી રહેંસી નાંખી

બંદરોના વેપારમાં 40 ટકા ફાળો ગુજરાતનો 
તેમણે કહ્યું કે, ગત 2 દાયકામાં પારંપારિક બંદર સંચાલનથી નીકળીને નવુ મોડલ ગુજરાતાં લાગુ કરાયું છે. આ મોડલ એક બેન્ચમાર્ક બન્યું છે. આજે મુન્દ્રા ભારતનું સૌથી મોટું બહુ ઉદ્દેશી બંદર બન્યું છે. ગુજરાતના બંદરો દેશના પ્રમુખ સમુદ્રી કેન્દ્રો તરીકે ઉભર્યાં છે. ગત વર્ષે બંદરોમાં 40 ટકા વેપારમાં ગુજરાતનો ફાળો રહ્યો છે. ભાવનગર પોર્ટ પર દુનિયાનું પહેલુ સીએનજી ટર્મિલન બની રહ્યું છે. આ ઉપરાંત રોરો ટર્મિનલ, લિક્વિડ અને કન્ટેઈનર ટર્મિનલ પણ બનવાનું છે. આ મળતા જ ભાવનગર પોર્ટની ક્ષમતા અનેકગણી વધી જશે. 

જલ્દી શરૂ થશે દહેજ-ઘોઘા રોરો સર્વિસ
શરૂ થઈને અધવચ્ચે અટવાયેલી દહેજ-ઘોઘા રોરો સર્વિસ પણ જલ્દી શરૂ થશે તેવું પીએમ મોદીએ જણાવ્યું, તેઓએ કહ્યું કે, ઘોઘાની ફેરી સર્વિસ પણ ફરી શરૂ થશે. જે પણ કુદરતી તકલીફો છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘોઘા અને દહેજના લોકો જલ્દી જ તેનો લાભ લઈ શકશે. સમુદ્ર વેપાર માટે એક્સપર્ટસ તૈયાર થાય, ટ્રેઈન્ડ મેનપાવર હોય તે બધુ જ ગુજરાત પાસે છે. 

2014 પહેલા જળમાર્ગ પર કામ કરવા દ્રષ્ટિ ન હતી
સાગરમાલા પ્રોજે્કટ 500 થી વધુ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યુ છે. અનેક પૂરા થયા છે. સમુદ્ર જળ માર્ગ હોય કે પછી નદીનો માર્ગ, ભારત પાસે સંશાધન રહ્યા છે અને એક્સપર્ટસની પણ કમી નથી. જળમાર્ગથી થતુ ટ્રાન્સપોર્ટેશન રસ્તા અને રેલ કરતા વધુ સસ્તુ છે. 2014 બાદ જ તેના પર કામ થઈ શક્યું છે. નદી, સમુદ્રો કો પહેલેથી જ ભારતમાં હતા, પણ તે સમયે દ્રષ્ટિ ન હતી. આજે દેશની નદીઓ પર ઈનલેન્ડ વોટર બેઝ પર કામ થઈ રહ્યું છે. તેનાથી લેન્ડલોર્ડ રાજ્યોને સમુદ્રથી જોડવામાં આવી રહ્યા છે. બંગાળની ખાડીમાં આપણી ક્ષમતાઓને વિકસી રહ્યા છે. દેશનો આ હિસ્સો આત્મનિર્ભર ભારત તરીકે ઉભરે તે માટે પ્રયાસો છે. 

મિનિસ્ટ્રી ઓફ શિપિંગનું નામ બદલાયું
એક મહત્વની વાત કરતા તેઓએ જણાવ્યું કે, હવે મિનીસ્ટ્રી ઓફ શિપિંગનું નામ પણ બદલવામં આવ્યું છે. તેને બદલે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝના નામથી ઓળખવામાં આવશે. મોટાભાગે શિપિંગ મંત્રલાય જ પોર્ટ અને વોટર મંત્રાલય હોય છે મંત્રાલયના નામમાં સ્પષ્ટતા આવવાથી કામમાં પણ સ્પષ્ટતા આવશે. આત્મનિર્ભર  ભારત બ્લ્યૂ ઈકોનોમીના ભાગને મજબૂત કરવા સમુદ્ર સાથે જોડાયેલ લોજિસ્ટિકને મજબૂત કરવુ જરૂરી છે. હાલ અર્થ વ્યવસ્થા પર લોજિસ્ટિક પર થતો ખર્ચ વધુ છે. આપણા દેશમાં આપણા દેશમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ છે. તેને ઘટાડવા પર ફોકસ કરાઈ રહ્યું છે. રોડ, રેલ, એર અને શિપિંગ જેવા ઈન્ફ્રાસ્ટ્ર્કચરની કનેક્ટિવિટી વધુ સારી થાય. દેશમાં મલ્ટિમોડલ લોજિસ્ટિકનું નિર્માણ થઈ રહ્યું છે. પાડોશી દેશ સાથે પણ મળીને કામ કરી રહ્યાં છે. આ તમામ પ્રયાસોથી આપણે લોજિસ્ટીક કોસ્ટને ઓછી કરવામાં સફળ થશું. લેજોસ્કીની કિંમતને કાબૂ કરવામાં આર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે. 

દિવાળીમાં લોકલ ફોર વોકલ અપનાવો 
તેમણે સંબોધનના અંતે કહ્યું કે, તહેવારોના આ સમયમાં ખરીદારી થઈ રહી છે. સુરતના લોકોને વોકલ ફોર લોકલને અપનાવો. આ દિવાળીએ વોકલ ફોર લોકલને ટર્નિંગ પોઈન્ટ બનાવો. ગરીબના ઘરમાં દીવો પ્રગટાવો. કોરોનામાં સાવધાની સાથે તહેવારો ઉજવો, તેમારી રક્ષા દેશની રક્ષા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news