આગકાંડ : હાર્દિક પટેલ સુરત પહોંચતા જ પોલીસે કરી તેની અટકાયત

સુરતમાં અલ્પેશ કથીરિયાના ઘરે જઈ રહેલા કોંગ્રેસી નેતા હાર્દિક પટેલની કાર સુરત પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. સુરતના સરથાણા જકાતનાકા પાસે પોલીસ દ્વારા કારને રોકવામાં આવી હતી. પોલીસને એમ શંકા છે કે, હાર્દિક ઉપવાસ પર બેસવા જાય છે તેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. 

આગકાંડ : હાર્દિક પટેલ સુરત પહોંચતા જ પોલીસે કરી તેની અટકાયત

ચેતન પટેલ/સુરત :સુરતમાં અલ્પેશ કથીરિયાના ઘરે જઈ રહેલા કોંગ્રેસી નેતા હાર્દિક પટેલની કાર સુરત પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. સુરતના સરથાણા જકાતનાકા પાસે પોલીસ દ્વારા કારને રોકવામાં આવી હતી. પોલીસને એમ શંકા છે કે, હાર્દિક ઉપવાસ પર બેસવા જાય છે તેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે સુરતની આગ દુર્ઘટનામાં પરિવારને ન્યાય મળે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાય તેવી માંગણી સાથે ગઈકાલે ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઈ હતી. ગઈકાલે સાંજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાલ સુરતના ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે હાર્દિકનો ત્યાં વિરોધ પણ થયો હતો. ચંદ્રેશ નામનો વ્યક્તિ હાર્દિક પટેલનો વિરોધ કરવા આવ્યો હતો, જેની સાથે મારામારી થઈ અને ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી.અગાઉ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે જો સરકાર કોઈ પગલાં નહીં લે તો તેઓ આજે સાંજે ઉપવાસ આંદોલન પર બેસશે.

પોતાના ટ્વિટર એકાઉન્ટ પર હાર્દિક પટેલે લખ્યું છે કે, સુરતની આગની ઘટનામાં હું સ્વર્ગીય બાળકોના પરિવારને આજે મળીશ. સરકારને હું 12 કલાકનો સમય આપું છું કે સુરત મેયરનું રાજીનામુ લેવામાં આવે. તેમજ ગેરકાયદેસરક બિલ્ડીંગ બનાવવાની પરમિશન આપનાર અધિકારી તેમજ સમયસર ઘટનાસ્થળે ન પહોંચનાર ફાયર બ્રિગેડના અધિકારી પર પગલા લેવામાં આવે. ગુજરાતની ભાજપા સરકાર સ્વર્ગીય થયેલા બાળકોના પરિવારને ન્યાય નહિ આપે તો આજે સાંજે હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ સામે ઉપવાસ પર બેસીશ. એક તરફ માતમ છે, તો બીજી તરફ ભાજપ સરકાર પોતાના વિજય ઉત્સવમાં વ્યસ્ત છે. સૂરતની જનતા પાસેથી કરોડોનો ટેક્સ લેવામાં આવે છે, પણ સુવિધા નથી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news