કોરોનાએ સુરતની મહિલાનો ભોગ લીધો, ગુજરાતમાં મૃત્યુઆંક 11 થયો

રાજ્યમાં કોરોના (corona virus) થી મોતના આંકડામાં વધુ એકનો ઉમેરો થયો છે. સુરત (Surat) ના કોરોના પોઝિટિવ મહિલાનું ગત મોડી રાત્રે મોત થયું છે. 61 વર્ષીય રજનીબેન લીલાનીનું મોત નિપજ્યું છે. સુરતના પાલ વિસ્તારમાં રહેતા રજનીબેન લીલાનીનો રિપોર્ટ ગઈકાલે આવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તેઓને પહેલેથી જ દમની બીમારી હતી. જોકે, સારવાર શરૂ થયાના થોડા કલાકોમાં જ તેમનુ મોત નિપજ્યું હતું. આમ, સુરતમાં કોરોનાનો મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે. જ્યારે કે, રાજ્યમાં કોરોનાથી મૃતકોનો આંકડો 11 પર પહોંચ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ, શનિવારે અમદાવાદમાં 7, ભાવનગર અને ગાંધીનગરમાં બે-બે જ્યારે સુરત અને પાટણમાં એક-એક નવા કેસ નોંધાયો છે.

કોરોનાએ સુરતની મહિલાનો ભોગ લીધો, ગુજરાતમાં મૃત્યુઆંક 11 થયો

તેજશ મોદી/સુરત :રાજ્યમાં કોરોના (corona virus) થી મોતના આંકડામાં વધુ એકનો ઉમેરો થયો છે. સુરત (Surat) ના કોરોના પોઝિટિવ મહિલાનું ગત મોડી રાત્રે મોત થયું છે. 61 વર્ષીય રજનીબેન લીલાનીનું મોત નિપજ્યું છે. સુરતના પાલ વિસ્તારમાં રહેતા રજનીબેન લીલાનીનો રિપોર્ટ ગઈકાલે આવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તેઓને પહેલેથી જ દમની બીમારી હતી. જોકે, સારવાર શરૂ થયાના થોડા કલાકોમાં જ તેમનુ મોત નિપજ્યું હતું. આમ, સુરતમાં કોરોનાનો મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે. જ્યારે કે, રાજ્યમાં કોરોનાથી મૃતકોનો આંકડો 11 પર પહોંચ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ, શનિવારે અમદાવાદમાં 7, ભાવનગર અને ગાંધીનગરમાં બે-બે જ્યારે સુરત અને પાટણમાં એક-એક નવા કેસ નોંધાયો છે.

ભાવનગરમાં વધુ 2 કેસ પોઝિટિવ
ભાવનગર શહેરમાં કોરોનાના દર્દીઓનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ભાવનગરમા વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે. 2 શંકાસ્પદના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રિટેસ્ટિંગ માટે ગયેલા રિપોર્ટ પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. 2 રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ આંક 11 2 કોરોના પોઝિટિવના થઇ ચૂક્યા છે. 

હાલ રાજ્યમાં કુલ 15,778 વ્યક્તિઓ ક્વોરન્ટીન છે. આ ઉપરાંત કુલ 2276 ટેસ્ટ કરવામાં આવ્યાં તેમાંથી 108 પોઝિટિવ 2,159 નેગેટિવ તથા 9 પેન્ડિંગ છે. તો બીજી તરફ, અમદાવાદના પોલીસ કમિશનરે ગઈકાલે જાહેરનામુ બહાર પાડીને કહ્યું કે, સ્થાનિક સંક્રમિતના કેસો વધતા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ઇમરજન્સી સેવાઓ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મેળવવા માટે જ છૂટછાટ મળશે. બિનજરુરી અવરજવર કરતા વ્યક્તિ વિરૂધ્ધ એપેડમીક ડીસીઝ એકટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news