World Health Day 2020: સ્વાસ્થ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરો, 'આ' સ્વસ્થ આદતોથી કોરોનાને હરાવો
કોરોનાના આ યુદ્ધમાં ડોક્ટરો અને નર્સો સહિત મેડિકલ સ્ટાફ સીધી લડત લડીને લોકોને બચાવી રહ્યાં છે. સમગ્ર વિશ્વ આજે તેમને સલામ કરે છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષની WHOની થીમ પણ 'Support nurses and midwives'' છે. એટલે કે આવો મળીને તે નર્સ, અને તમામ મેડિકલ સ્ટાફની મદદ કરીએ, જેમણે આપણી જિંદગીને ખુશહાલ બનાવી છે. તો પછી આવો આપણે આ સ્વાસ્થ્ય દિવસે તમામ ડોક્ટરો, નર્સ, મિડવાઈફ, અને દરેક પ્રકારના સ્વાસ્થ્ય કર્મીને તેમની સેવા માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીને તેમની હિંમતને સલામ કરીએ.
Trending Photos
આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે અને સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. મોટી મોટી મહાસત્તાઓ પણ આ વાયરસ આગળ ઘૂંટણિયે પડી છે. એટલે સુધી કે હવે આ વાયરસ વૈશ્વિક મહામારી બની ગયો છે. સ્થિતિ એટલી દુ:ખદ અને ભયાનક છે કે તેના કારણે આજે લાખો લોકો પીડિત અને હજારોના મોત થયા છે. આપણે બધા જાણીએ છીએ કે કોરોના વાયરસની હજુ કોઈ યોગ્ય સારવાર શોધી શકાઈ નથી. ડોક્ટરો અને શોધકર્તાઓ આ અંગે રોજેરોજ નવા અભ્યાસ કરી રહ્યાં છે. કોરોનાના આ યુદ્ધમાં ડોક્ટરો અને નર્સો સહિત મેડિકલ સ્ટાફ સીધી લડત લડીને લોકોને બચાવી રહ્યાં છે. સમગ્ર વિશ્વ આજે તેમને સલામ કરે છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષની WHOની થીમ પણ 'Support nurses and midwives'' છે. એટલે કે આવો મળીને તે નર્સ, અને તમામ મેડિકલ સ્ટાફની મદદ કરીએ, જેમણે આપણી જિંદગીને ખુશહાલ બનાવી છે. તો પછી આવો આપણે આ સ્વાસ્થ્ય દિવસે તમામ ડોક્ટરો, નર્સ, મિડવાઈફ, અને દરેક પ્રકારના સ્વાસ્થ્ય કર્મીને તેમની સેવા માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીને તેમની હિંમતને સલામ કરીએ.
Today on #WorldHealthDay, let us not only pray for each other’s good health and well-being but also reaffirm our gratitude towards all those doctors, nurses, medical staff and healthcare workers who are bravely leading the battle against the COVID-19 menace. 🙏🏼
— Narendra Modi (@narendramodi) April 7, 2020
ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ તો આપણી દેખભાળ રાખી જ રહ્યાં છે પરંતુ અહીં વિચારવાનું એ છે કે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા સજાગ છીએ? કોરોના વાયરસે આપણેને બધાને સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂકતા કેળવવા મજબુર કરી દીધા છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ જરાય નબળી પડી તો કોરોના વાયરસનું આક્રમણ થઈ શકે છે. આપણે આપણી જાતને સ્વસ્થ રાખવી ખુબ જ જરૂરી છે. જેના માટે તમારે કેટલીક રોજબરોજની આદતો બદલવી પડશે, સારી આદતો અપનાવવી પડશે....
યોગ્ય પોષણ
પોષણ એટલે કે આપણે શું ખાઈએ છીએ અને પીએ છીએ. તમારા સ્વાસ્થ્યમાં ખાણીપીણી ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે. એક સ્વસ્થ અને સારી રીતે સંતુલિત આહાર તમને ફીટ અને ઠીક રાખવા માટે ખુબ જરૂરી છે. પરંતુ કેટલાક ખાદ્ય પદાર્થ એવા છે જે તમને બીમાર કરી શકે છે. સારા સ્વાસ્થ્ય માટે તમને એક સંપૂર્ણ ડાયટની જરૂર પડે છે. જેમાં દરેક ચીજ હોય જે શરીરને જરૂરી છે.
શરીરને મજબુત બનાવવા માટે પ્રોટીન, સારી ગુણવત્તાવાળું ફેટ, વિટામીન એ, વિટામીન સી જેવા સંક્રમણ વિરોધી વિટામીન, વિટામીન ઈ, સેલેનિયમ અને ઝિંક જેવા એન્ટીઓક્સિડન્ટ વિટામીન અને ખનીજ જરૂરી છે. આ પોષક તત્વોને મેળવવા માટે તમારે ખાદ્ય સંસાધનો ઉપર વધુમાં વધુ ધ્યાન ફોકસ કરવાની સાથે બેલેન્સ ડાયટનો દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે. આથી ડ્રાયફ્રૂટ્સથી લઈને શાકભાજી, ફળ અને તમામ પ્રકારના અનાજને ભોજનમાં સામેલ કરો. આ સાથે જ દૂધ, દહી, ઘી અને પનીર, દાળ, જેવા પ્રોટીન ઉત્પાદકોનો પણ ખાસ ધ્યાન રાખો.
મહામારી સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબુત જોઈએ
જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત હોય તો તમે સીઝનલ ચેન્જ કે પછી શરદી, ફ્લૂ જેવી બીમારીઓ સામે સ્વસ્થ રહી શકો છો. નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો કોરોના વાયરસ જેવી મહામારી અને કોઈ પણ પ્રકારની અન્ય બીમારીનો સરળતાથી શિકાર થઈ શકે છે. યોગ્ય સારવાર ન હોય તો તમારી ઈમ્યુનિટી જ તમને જીવિત રાખી શકે છે. આથી કોરોના વાયરસ જેવી મહામારી કે જેનો હજુ કોઈ તોડ શોધાયો નથી તેનાથી બચવા માટે ઈમ્યુનિટી મજબુત હોય તે ખુબ જરૂરી છે.
કેવી રીતે વધારશો ઈમ્યુનિટી
મહામારીના દોરમાં બચવા માટે શ્રેષ્ઠ ઉપાય ઈમ્યુનિટી મજબુત કરવી એ જ છે. સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ મજબુત કરીને આ મહામારીનો સામનો કરી શકાય છે. આયુર્વેદ વિશેષજ્ઞોનું કહેવું છે કે એવા અનેક ઉપાય છે જેનાથી તમે ઈમ્યુનિટી મજબુત બનાવી શકો છો. આયુષ મંત્રાલયે 150 એમએલ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મેળવીને દિવસમાં એક કે બે વાર પીવાની સલાહ આપી છે. આ સાથે જ લોકો તલ કે નારિયેલના તેલ અથવા ઘી નાકના બંને કાણામાં સવાર સાંજ લગાવી શકે છે.
I urge you to have a look at the Ayush Ministry protocol, make it a part of your lives and share it with others.
Let’s keep the focus on being healthy. After all, good health is the harbinger of happiness. pic.twitter.com/fZCPFJtwi0
— Narendra Modi (@narendramodi) April 1, 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યુ છે કે ઉપચારથી વધુ સારું બચાવ છે. તેમણે ટ્વીટ કરીને લોકોને અપીલ પણ કરી છે કે આયુષ મંત્રાલયે તાજેતરમાં આયુર્વેદના જે તરીકે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જણાવ્યાં છે તેને અપનાવો. તેમણે શેર પણ કર્યાં છે.
આ ઉપાયોમાં આખો દિવસ ગરમ પાણી પીતા રહેવુ, દરરોજ 30 મિનિટ જેટલું યોગ, પ્રાણાયામ, અને ધ્યાન ધરવું, આ ઉપરાંત ભોજનમાં હળદર, જીરૂ, ધાણા, લસણનો ઉપયોગ કરવો અને રોજ 10 ગ્રામ ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપી છે.
હોર્મોન અને એન્ટીબોડીનો પણ ખ્યાલ રાખો
હોર્મોન, એન્ટીબોડી, પ્રોસ્ટાગ્રેન્ડ્સ સહિત શરીરમાં નિયામક પદાર્થોને સંશ્લેષિત કરવાની જરૂર છે. આ એન્ટીબોડી રોગ પ્રતિકારક શક્તિની કોશિકાઓને સપોર્ટ કરે છે અને શરીરમાં વાયરસ, બેક્ટેરિયા તથા અન્ય વિદેશી પદાર્થો પર હુમલો કરે છે. આથી આ કોઈ આશ્ચર્યની વાત નથી કે જ્યારે વિશેષજ્ઞ સલાહ આપે છે કે ભરપૂર માત્રામાં એક સ્વસ્થ ભોજન લેવું જેમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય. જેથી કરીને તે તમારા શરીરને ચેપથી બચાવી શકે છે.
"Prevention is better than cure''
આ એક પ્રસિદ્ધ કહેવાત છે કે સારવાર કરતા વધુ સારું રોગની રોકથામ છે. કોરોનાવાયરસ એક ચેપી રોગ છે અને તેનાથી બચવા માટે કેટલાક ઉપાયો ખુબ જરૂરી છે. ઘર પર જ રહો, સામાજિક અંતર જાળવો, તમારા હાથ વધુમાં વધુ ધૂઓ., જેટલું બને તેટલું સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન કરો. કોરોનાવાયરસથી બચવ ા માટે વધુમાં વધુ ઔષધીય ચીજોનું સેવન કરો. આ સાથે જ વ્યાયામ, યોગ અને ધ્યાન કરો. માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન રાખો. આથી સવારે ઉઠો, યોગ કરો, સારો ડાયટ લો, ચિંતા ઓછી કરો, અને પૂરતી ઊંઘ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે