કોરોનાના કહેર વચ્ચે બની મોટી ઘટના, નક્સલી અથડામણમાં 17 જવાન શહીદ

છત્તીસગઢના સુકમા (Sukma) માં પોલીસ નક્સલીઓ વચ્ચે થયેલ અથડામણ (Naxal Attacks) માં 17 જવાન શહીદ થવાના સમાચાર આવ્યા છે. આ જવાન STF, DRG અને કોબરા બટાલિયનના છે.

Updated By: Mar 22, 2020, 07:23 PM IST
કોરોનાના કહેર વચ્ચે બની મોટી ઘટના, નક્સલી અથડામણમાં 17 જવાન શહીદ

ઝી મીડિયા/બ્યૂરો :છત્તીસગઢના સુકમા (Sukma) માં પોલીસ નક્સલીઓ વચ્ચે થયેલ અથડામણ (Naxal Attacks) માં 17 જવાન શહીદ થવાના સમાચાર આવ્યા છે. આ જવાન STF, DRG અને કોબરા બટાલિયનના છે.

જે કોરેન્ટાઈનમાંથી ભાગશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરાશે : CM રૂપાણી

ત્રણ જવાનોના શહીદ થવાની પુષ્ટિ પોલીસ ઉચ્ચ અધિકારીઓએ શનિવારે મોડી રાત્રે કરી દીધી હતી. શહીદ જવાનોમાં 8 ડીઆરજી બુર્કાપાલ અને 5 એસટીએફ બુર્કાપાલના હોવાની માહિતી મળી છે. જ્યારે કે, 5 ડીઆરજી ચિંતાગુફા અને આર્મીના જવાન સામેલ હતા. નક્સલીઓએ 12 એકે-47 સહિત 15 હથિયાર પણ લૂંટી લીધા હતા. સુકમા એસપી શલભ સિન્હાએ આ માહિતીની પુષ્ટિ કરી છે. જ્યારે કે, ઘાયલોમાં 5 DRG બુર્કાપાલ, 4 STF બુર્કાપાલ, 2 DRG ચિંતાગુફા અને 3 આર્મીના જવાન ઘાયલ છે. 

કોરોના વાયરસને સ્પ્રેડ થતો અટકાવવા વાહનોને લઈને રૂપાણી સરકારે કરી મહત્વની જાહેરાત

તેમાં મોટા નક્સલીઓના માર્યા જવાના સમાચાર આવ્યા છે. તો સુરક્ષાદળોના 15 જવાન પણ ઘાયલ થયા છે. જેઓને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શુક્રવારની રાત્રે એલમાગુંડા જિલ્લાના ચિંતાગુફામાં DRG, STF બુર્કાપાલ અને કોબરા બટાલિયનની ટીમ રાત્રે દોઢ વાગ્યે ઓપરેશન પર નીકળી હતી. ઓપરેશનથી પરત ફરતા સમયે શનિવારે બપોરે દોઢ વાગ્યે નક્સલીઓ સાથે અથડામણ થઈ હતી. 3 કલાક સુધી સતત આ અથડામણ ચાલી હતી. આ અથડામણમાં અનેક મોટા નક્સલી નેતાના પણ માર્યા જવાના અને કેટલાક ઘાયલ થવાના સમાચાર મળ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના સાથે જોડાયેલ અન્ય સમાચારો માટે અહીં કરો ક્લિક....