દેશ આખો લોકડાઉન તરફ, 12 રાજ્યોના 236 શહેરો સંપૂર્ણપણે બંધ

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus)થી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 349 પર પહોંચી ગઈ છે. જ્યારે કે, તેનાથી મરનારાઓનો આંકડો 7 પર પહોંચ્યો છે. કોરોના વાયરસથી લડવા માટે સામાન્ય જનતા માટે જનતા કરફ્યૂ (Janta Curfew) લગાવવામાં આવ્યો હતો. આ કરફ્યૂ આજે રાત્રે 9 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસના દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને જોતે કેટલાક શહેરોમાં આવતીકાલે સવાર સુધી પણ જનતા કરફ્યૂ વધારી દેવામાં આવ્યો છે. સમગ્ર તમિલનાડુમાં આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી જનતા કરફ્યૂ રહેશે, જ્યારે નોઈડામાં આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યો છે. કોરોનાવાયરસ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. છેલ્લા એક દિવસમાં આ સંક્રમણના લીધે મુંબઈ, પટના અને સુરતમાં ત્રણ લોકોના મોત થયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે વધીને 349 થઇ ગઇ છે. દેશ ધીમે ધીમે લોકડાઉન (lockdown) તરફ વધી રહ્યો છે. 12 રાજ્યોના 236 શહેરોમાં સંપૂર્ણપણે લોકડાઉન છે. 
દેશ આખો લોકડાઉન તરફ, 12 રાજ્યોના 236 શહેરો સંપૂર્ણપણે બંધ

ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં કોરોના વાયરસ (Corona Virus)થી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 349 પર પહોંચી ગઈ છે. જ્યારે કે, તેનાથી મરનારાઓનો આંકડો 7 પર પહોંચ્યો છે. કોરોના વાયરસથી લડવા માટે સામાન્ય જનતા માટે જનતા કરફ્યૂ (Janta Curfew) લગાવવામાં આવ્યો હતો. આ કરફ્યૂ આજે રાત્રે 9 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસના દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને જોતે કેટલાક શહેરોમાં આવતીકાલે સવાર સુધી પણ જનતા કરફ્યૂ વધારી દેવામાં આવ્યો છે. સમગ્ર તમિલનાડુમાં આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી જનતા કરફ્યૂ રહેશે, જ્યારે નોઈડામાં આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યો છે. કોરોનાવાયરસ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. છેલ્લા એક દિવસમાં આ સંક્રમણના લીધે મુંબઈ, પટના અને સુરતમાં ત્રણ લોકોના મોત થયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે વધીને 349 થઇ ગઇ છે. દેશ ધીમે ધીમે લોકડાઉન (lockdown) તરફ વધી રહ્યો છે. 12 રાજ્યોના 236 શહેરોમાં સંપૂર્ણપણે લોકડાઉન છે. 

કોરોના વાયરસને સ્પ્રેડ થતો અટકાવવા વાહનોને લઈને રૂપાણી સરકારે કરી મહત્વની જાહેરાત

અનેક શહેરોમાં લોકડાઉન વધારાયું
પીએમ મોદીએ જનતા કરફ્યુ લંબાવવા ટ્વિટ કરી છે. દેશના 75 જિલ્લાઓમાં કેન્દ્ર-રાજ્ય સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં લોકોને ઘરની બહાર ન નીકળવા પીએમ દ્વારા અપીલ કરાઈ છે. ગુજરાતના 6 જિલ્લાઓ પણ લોકડાઉન છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા અને કચ્છમાં લોકડાઉન જાહેર કરાયું છે.

કોરોનાના કહેર વચ્ચે બની મોટી ઘટના, નક્સલી અથડામણમાં 17 જવાન શહીદ

મોતનો આંકડો 7 પર
દેશમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને 7 પર પહોંચી ગઈ છે. તાજો મામલો ગુજરાતનો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું કે, સુરતની હોસ્પિટલમાં એક કોરોના પોઝિટિવ દર્દી હતો, જેનું મોત થયું છે.

દિલ્હીમાં 31 માર્ચ સુધી લોકડાઉન
દિલ્હીમાં આવતીકાલે સવારે 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી દેવાઈ છે. દિલ્હીની તમામ બોર્ડર સીલ કરી દેવાઈ છે. પાણી, વીજળી સેવા, રાશન દુકાનો, મ્યુનિસિપલ સર્વિસ, બેંક ટેલિકોમ ઈન્ટરનેટ, દવાની દુકાનો, શાકભાજી, ઓનલાઈન ફૂડ ઓર્ડર, પેટ્રોલ પંપ, દૂધની દુકાનો, પ્રિન્ટ અને ટેલિવિઝન ન્યૂઝ ચેનલ ચાલુ રહેશે. કોરોના વાયરસના ખતરાથી સમગ્ર દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, સુરક્ષાને પગલે આ નિર્ણય લેવાયો છે. તે 75 જિલ્લામાં છે, જ્યાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યાં છે. નોઈડામાં બસ સેવાઓ 31 માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. નોઈડામાં બસ સેવાઓ 31 માર્ચ સુધી બંધ કરી દેવાઈ છે. 

જનતા કર્ફ્યૂ વચ્ચે દૂધના વેચાણ મામલે Amulના એમડીએ આપ્યો મોટો મેસેજ

હરિયાણાના 7 જિલ્લા ફરીદાબાદ, ગુરુગ્રામ, રોહતક, ઝબ્બર, સોનીપત, પાનીપત અને પંચકુલામાં 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી દેવાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રવિવારે તેની જાહેરાત કરી છે. COVID​​-19ના સંક્રમણને રોકવા માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં મેટ્રો ટ્રેન સેવાઓને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ, પંજાબને 31 માર્ચ સુધી લોકડાઉન કરવાની જાહેરાત થઈ છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news