એક્શનમાં મોદી સરકાર! કેટલા જરૂરિયાતમંદોને તમે કરી મદદ? રાજ્યો પાસે માંગ્યો રિપોર્ટ
ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકડાઉન દરમિયાન જરૂરિયાવાળા લોકો અને પ્રવાસી મજૂરોની સહાયતા કાર્યોનો હિસાબ પ્રદેશ શાખાઓ પાસે માંગ્યો છે. જેથી કરીને સ્ટેટ યુનિટના કાર્યોનું મૂલ્યાંકન થઈ શકે. ભાજપના ટોચના નેતૃત્વએ સાત દિવસની અંદર તમામ પ્રદેશ શાખાઓને હિસાબ આપી દેવા જણાવ્યું છે. આ બધા વચ્ચે પાર્ટીએ રિપોર્ટ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકડાઉન દરમિયાન જરૂરિયાવાળા લોકો અને પ્રવાસી મજૂરોની સહાયતા કાર્યોનો હિસાબ પ્રદેશ શાખાઓ પાસે માંગ્યો છે. જેથી કરીને સ્ટેટ યુનિટના કાર્યોનું મૂલ્યાંકન થઈ શકે. ભાજપના ટોચના નેતૃત્વએ સાત દિવસની અંદર તમામ પ્રદેશ શાખાઓને હિસાબ આપી દેવા જણાવ્યું છે. આ બધા વચ્ચે પાર્ટીએ રિપોર્ટ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ કેન્દ્રીય મુખ્યાલયમાં આ રિપોર્ટ સાત દિવસની અંદર પહોંચાડવાનું જણાવાયું છે. આ રિપોર્ટમાં અનેક સવાલોના જવાબ આપવા પડશે. જેમ કે કેટલા જરૂરિયાતવાળાઓને ભોજન કરાવ્યું, કેટલા લોકોને રાશન વહેંચવામાં આવ્યું વગેરે. આ ઉપરાંત પ્રત્યેક પ્રદેશ શાખાએ કેટલા માસ્ક કે ફેસ કવર વહેંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ જે પી નડ્ડાએ પાર્ટી કાર્યકર્તાઓને પીએમ કેરમાં દાન કરવાની અપીલ કરી હતી.
પ્રત્યેક રાજ્ય શાખાઓએ એ પણ જણાવવાનું રહેશે કે પીએમ કેર ફંડમાં કાર્યકરોએ કેટલું દાન કર્યું. આ ઉપરાંત પાર્ટી કાર્યકરોએ કેટલા લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવી તે નો પણ પાર્ટી મુખ્યાલયે હિસાબ માંગ્યો છે.
જુઓ LIVE TV
હાલમાં જ મહાનગરોમા સેંકડો કિલોમીટર દૂર ગામ જવા માટે પગપાળા નીકળી પડેલા મજૂરો પર ખુબ રાજકારણ રમાયું. વિપક્ષે તેને મુદ્દો બનાવ્યો. ત્યારબાદ પાર્ટીએ પ્રવાસી મજૂરોને સહાયતાના નિર્દેશો પણ આપ્યા હતાં. કેટલા સ્થળો પર રાહત કાર્યોનું સંચાલન થયું, પાર્ટીએ તેનો પણ હિસાબ માંગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે