કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીની પસંદગી

કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીની પસંદગી

નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા ચૂંટાયેલા લોકસભા સાંસદોની પ્રથમ બેઠક શનિવારે યોજાઈ હતી, જેમાં સોનિયા ગાંધીને કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના ચૂંટાયેલા તમામ 52 લોકસભા સાંસદ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્યોએ પણ હાજરી આપી હતી. 

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક ટ્વીટ કરીને જણાવ્યું કે, "શ્રીમતી સોનિયા ગાંધીને કોંગ્રેસ પાર્લિયામેન્ટરી પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. અમે દેશના 12.13 કરોડ મતદારોનો કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માનીએ છીએ."

She says, ‘we thank the 12.13 Cr voters for reposing faith in the Congress Party’. pic.twitter.com/H4z9i3dN8B

— Randeep Singh Surjewala (@rssurjewala) June 1, 2019

સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલી સીપીપીની બેઠકમાં સસંદના આગામી સત્ર માટે રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, યુપીએના ચેરપર્સન અને રાયબરેલીથી ચૂંટાયેલા સોનિયા ગાંધી અગાઉ પણ કોંગ્રેસ પાર્લિયામેન્ટરી પાર્ટીના નેતા હતા. 

કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીની પસંદગી

25 મેના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પછી આ પ્રથમ આધિકારીક બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલે અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસની કાર્યસમિતી તેમના રાજીનામાના પ્રસ્તાવને ફગાવી ચૂકી છે અને સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કરીને પાર્ટીમાં દરેક સ્તરે માળખાગત ફેરફાર કરવા માટેની સત્તા સોંપી છે. 

કોંગ્રેસ માટે કર્ણાટકથી સારા સમાચાર
કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કર્ણાટકથી એક સારા સમાચાર આવ્યા છે. અહીં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક નિગમની ચૂંટણીમાં શુક્રવારે કોંગ્રેસ સૌથી વધુ બેઠકો જીતી છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યના 56 નિગમોમાં કુલ 1221 વોર્ડમાંથી કોંગ્રેસ 509 વોર્ડમાં વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપને 366 વોર્ડમાં વિજય મળ્યો છે. જનતા દળને 174 વોર્ડ પર વિજય મળ્યો છે. આ ઉપરાંત, 160 વોર્ડમાં અપક્ષ ઉમેદવાર જીત્યા છે. 

ચૂંટણી પંચ દ્વારા સાત નગર પરિષદના 217 વોર્ડ, 30 નગરપાલિકા પરિષદના 714 વોર્ડ અને 19 નગર પંચાયતોના 290 વોર્ડના પરિણામ જાહેર કરાયા હતા. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news