બિહારમાં હાઈવોલ્ટેજ ડ્રામા: લોકડાઉન તોડીને ગોપાલગંજ જવા નીકળ્યા તેજસ્વી-રાબડી દેવી, પોલીસે રોક્યા
Trending Photos
પટણા: ગોપાલગંજમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસને લઈને બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આરજેડી નેતા જેપી યાદવના ઘર પર થયેલા હુમલાને લઈને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પાર્ટી નેતાઓ અને કાર્યકરોની સાથે ગોપાલગંજ કૂચ કરવા માટે રાબડી નિવાસથી નીકળ્યાં. જો કે તેમના કાફલાને પોલીસે અટકાવી દીધો. આ દરમિયાન તેજસ્વી યાદવ, રાબડી દેવી અને તેજપ્રતાપ યાદવના કાફલાને રોકવામાં આવ્યાં.
ઘરેથી નીકળેલા રાબડી, તેજસ્વી અને તેજપ્રતાપને પોલીસે રોક્યા
તેજસ્વી યાદવે રાબડી નિવાસ્સ્થાનથી બહાર નીકળ્યા બાદ કહ્યું કે જો સરકાર અમને રોકી રહી છે તો સમજો કે સરકાર અપરાધની જનની છે. ગોપાલગંજ રેડ ઝોનમા છે. અમે જોર જબરદસ્તી ક્યાં કરીએ છીએ. અમે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ગોપાલગંજ જવા ઈચ્છીએ છીએ. પરંતુ અમને રોકવામાં આવી રહ્યાં છે અને અપરાધીને ખુલ્લી છૂટ આપી રાખી છે.
Patna: RJD leader Tejashwi Yadav has been stopped on his way to Goplaganj, amid the lockdown. He says, "They are not arresting criminals but they are stopping us from going to meet the victim's family (of Gopalganj firing incident)". #Bihar pic.twitter.com/F3lbvgDexS
— ANI (@ANI) May 29, 2020
ગોપાલગંજ નહીં તો વિધાનસભા માટે અડી ગયા તેજસ્વી
તેજસ્વી યાદવે કહ્યું કે પોલીસ પાસે હાઉસ અરેસ્ટ કરવા માટે દસ્તાવેજો પણ નથી. તેમણે કહ્યું કે કોઈ પણ કિંમતે તેઓ ગોપાલગંજ જશે. જો સરકારને લાગે કે તેજસ્વી યાદવ કઈ ખોટું કરી રહ્યાં છે તો સરકાર મારી ધરપકડ કરે. રાબડી નિવાસ્થાન બહાર તૈનાત પોલીસે પણ બધાને આગળ વધતા રોક્યાં. આ બધા વચ્ચે તેજસ્વી યાદવ વિધાનસભા જવા માટે અડી ગયા છે. જો કે પોલીસે તેમને રોકી રાખ્યા છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યાં.
રાબડી દેવીના ઘરે થઈ બેઠક, 65 વિધાયકો રહ્યાં હાજર
ગુરુવારે સવારે રાબડી નિવાસસ્થાન પર આરજેડી નેતાઓની બેઠક થઈ હતી. જેમાં પાર્ટીના લગભગ 65 ધારાસભ્યો હાજર રહ્યા હતાં આ બેઠકમાં તેજસ્વી યાદવે તમામ વિધાયકો સાથે કેસ અંગે આગળની રણનીતિ પર ચર્ચા કરી. આ દરમિયાન તેજસ્વી યાદવના નેતૃત્વમાં પાર્ટી નેતાઓનો કાફલો ગોપાલગંજ જવા માટે નીકળ્યો જો કે પોલીસના કાફલાના કારણે તેજસ્વી યાદવને ઘરની બહાર જ રોકી દેવાયા.
પ્રશાસને તેજસ્વી યાદવને ગોપાલગંજ જવાની નથી આપી મંજૂરી
જો કે એવા મીડિયા રિપોર્ટ્સ છે કે પ્રશાસને તેજસ્વી યાદવને ગોપાલગંજ જવાની મંજૂરી આપી નથી. કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખતા પ્રશાસને આ નિર્ણય લીધો છે.
ગોપાલગંજ જવા માટે મક્કમ છે તેજસ્વી યાદવ
વાત જાણે એમ છે કે ગોપાલગંજ ટ્રિપલ મર્ડર કેસને લઈને તેજસ્વી યાદવ સતત જેડીયુના ધારાસભ્ય અમરેન્દ્ર પાંડે ઉર્ફે પપ્પુ પાંડેની ધરપકડની માગણી કરે છે. બુધવારે તેજસ્વી યાદવે નીતિશ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે જો 24 કલાકમાં આરોપી જેડીયુ વિધાયકની ધરપકડ ન થઈ તો તેઓ પોતાના વિધાયકો સાથે ગોપાલગંજમાં આંદોલન કરશે. તેમણે નીતિશકુમાર પર જેડીયુ ધારાસભ્ય અમરેન્દ્ર પાંડે ઉર્ફે પપ્પુ પાંડેને સંરક્ષણ આપવાનો સીધો આરોપ લગાવ્યો હતો.
જુઓ LI VE TV
શું છે આખો મામલો?:
ગોપાલગંજના હથુઆ પોલીસ સ્ટેશનની હદના વિસ્તાર રૂપનચક ગામમાં રવિવારે રાતે અપરાધી આરજેડી નેતા જેપી યાદવના ઘરમાં ઘૂસી ગયા અને તેમણે જેપી યાદવ સહિત તેમના ચાર પરિજનો પર ફાયરિંગ કર્યું. અપરાધીઓના તાબડતોબ ફાયરિંગને કારણે આરજેડજી નેતા જેપી યાદવના માતા પિતાનું મોત થઈ ગયું જ્યારે ગંભીર રીતે ઘાયલ તેમના એક ભાઈએ સોમવારે સવારે ગોરખપુરની એક હોસ્પિટલમાં દમ તોડ્યો. આ બાજુ આરજેડી નેતા જેપી યાદવ અને તેમના એક ભાઈ હજુ પણ પટણાની પીએમસીએચમાં સારવાર હેઠળ છે. તેજસ્વી યાદવ મંગળવારે તેમના હાલચાલ જાણવા માટે પીએમસીએચ ગયા હતાં. મળતી માહિતી મુજબ ઘાયલ જેપી યાદવે કહ્યું કે તેઓ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં હતાં. તેમને હુમલાની આશંકા હતી જેના કારણે તેમણે પોલીસને પણ ચેતવી હતી. પરંતુ પોલીસે ધ્યાન આપ્યું નહીં. તેમણે જેડીયુ ધારાસભ્ય અમરેન્દ્રકુમાર પાંડે ઉર્ફે પપ્પુ પાંડે, જિલ્લા પરિષદ અધ્યક્ષ મુકેશ પાંડે અને તેમના પિતા સતીષ પાંડે પર માતા અને પિતાની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે