'ભારત ઈઝરાયેલ બની શકે નહીં અને બની શકશે પણ નહીં': વી.કે. સિંહ, કેન્દ્રીય મંત્રી

વી.કે. સિંહે સરકારની ટીકા કરી રહેલા વિરોધ પક્ષના નેતાઓ, વિદ્યાર્થી નેતાઓ, કાર્યકર્તાઓ, મીડિયા સહિતના લોકો પણ સીધું નિશાન તાક્યું છે 

'ભારત ઈઝરાયેલ બની શકે નહીં અને બની શકશે પણ નહીં': વી.કે. સિંહ, કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી વી. કે. સિંહે બુધવારે જણાવ્યું કે, લોકો ઈચ્છે છે કે આતંકવાદીઓને નિશાન બનાવવામાં ભારત ઈઝરાયેલ જેવો વ્યવહાર કરે. જોકે, આવું શક્ય નથી, કેમ કે ત્યાંનો વિરોધ પક્ષ ભારત જેવો નતી અને ઓપરેશન મ્યુનિખ જેવા કાર્યો સંબંધમાં પોતાની સેના પર સવાલ ઉઠાવતો નતી, અપમાનિત કરતો નથી. 

વી.કે. સિંહ પોતાની એક ફેસબૂક પોસ્ટમાં સરકારનાં ટીકાકારો પર સીધું જ નિશાન સાધ્યું છે, જેમાં વિરોધ પક્ષના નેતાઓ, વિદ્યાર્થી નેતાઓ, કાર્યકર્તાઓ અને મીડિયા સહિતના લોકોનો સમાવેશ થાય છે. તેમણે ભારતના અંદર પણ એક 'સર્જિકલ સ્ટ્રાઈક'નું આહવાન કરતા દાવો કર્યો કે જો આમ નહીં થાય તો ડાકુઓ, લુટારૂઓ દેશને લૂંટવા તૈયાર બેઠા છે. 

લોકોને આજે બદલો જોઈએ છે
'ભારત ઈઝરાયેલ કેમ બની શકે નહીં...' શીર્ષક સાથેની ફેસબૂક પોસ્ટમાં વી.કે. સિંહે લખ્યું છે કે, "લોકોને આજે માત્ર બદલો જોઈએ છે. મોદી ટેન્ક લઈને ઘુસી જાય અને બધા જ પાકિસ્તાનીઓનો સફાયો કરી નાખે. આપણે ઈચ્છીએ છીએ કે આપણે રાતો-રાત ઈઝરાયેલ મોડમાં આવી જઈએ."

તેમણે વધુમાં લખ્યું કે, મોદી છે ત્યારે તેમને સંપૂર્ણ અપેક્ષા અને વિશ્વાસ છે કે બદલો તો જરૂર લેવાશે, જે ભીષણ હશે, સૌ ગણો હાહાકારી પણ હશે, પરંતુ ભારત ઈઝરાયેલ જેવો બની શકે નહીં કે બની શકશે પણ નહીં. 

ઈઝરાયેલમાં કોઈ જેએનયુ નથી
તેમણે વધુમાં લખ્યું કે, ભારત ઈઝરાયેલ જોવો એટલા માટે બની શકે નહીં કેમ કે ઈઝરાયેલમાં કોઈ જેએનયુ નથી જ્યાં ઈઝરાયેલના યુવાનો 'ઈઝરાયેલ, તારા ટૂકડા થશે'ના નારા લગાવી શકે. ઈઝરાયેલમાં કોઈ સરકાર ચૂંટાઈ આવે તેના માત્ર બે મહિનામાં ગંભીર આરોપો જેના પર હોય એવા નકસીલને ક્લીન ચીટ અપાતી નથી. 

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીએ આ પોસ્ટ એવા સમયે લખી છે જ્યારે બાલાકોટમાં વાયુસેનાના હુમલા અંગે સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે શબ્દબાણ તેજ થઈ ગયા છે. વિરોધ પક્ષ તરફથી ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહીત કેટલાક પક્ષના નેતાઓ દ્વારા માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા અંગે આપવામાં આવેલા નિવેદન બાબતે પુરાવા માગવામાં આવી રહ્યા છે. 

વી.કે. સિંહે વધુમાં લખ્યું છે કે, ઈઝરાયેલના પત્રકાર આતંકીઓ અને માનવાધિકારનું રોદણું રડતા નથી. ત્યાંના પત્રકાર આતંકીને આતંકવાદી કહેવાને બદલે ચરમપંથી કે ઉગ્રવાદી કહે છે. ઈઝરાયેલના જાટ, ગુર્જર કે મરાઠા ત્યાંની જાહેરા સંપત્તિને નુકસાન પહોંચાડતા નથી, કેમ કે તેમના માટે દેશ સર્વોપરિ છે, જાતિ કે ધર્મ નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news