અર્થવ્યવસ્થાનો કર્વ નહીં, પણ રાહુલ ગાંધીનું દિમાગ તો ક્યાંક ફ્લેટ નથી થઈ ગયું ને: જેપી નડ્ડા
Trending Photos
નવી દિલ્હી: ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ ZEE NEWSના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, દેશમાં કોરોના સંકટ દરમિયાન કોંગ્રેસે રાજકારણ રમ્યા સિવાય કશું કર્યું નથી. ગાંધી પરિવારે મજૂરોની મજાક ઉડાવી, પહેલા તેમણે લોકડાઉન લગાવવા પર સવાલ ઉઠાવ્યાં અને જ્યારે લોકડાઉનમાંથી દેશને બહાર લાવવામાં આવી રહ્યો છે ત્યારે સવાલ ઉઠાવતા કહ્યું કે આટલી ઉતાવળ કેમ? અર્થવ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યાં. તેમણે કહ્યું કે મને લાગે છે કે અર્થવ્યવસ્થાનો કર્વ નહીં, ક્યાંક રાહુલ ગાંધીનું દિમાગ તો ફ્લેટ નથી થઈ ગયુ ને.
જે પી નડ્ડાએ વાતચીત કોરોના સંકટને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિ, આગામી બિહાર વિધાનસભા ચૂંટણી, અને ભારત-ચીન સરહદ વિવાદ પર પોતાની વાત રજુ કરી. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ કોઈ પણ સંજોગોમાં લોકડાઉનને હટાવવા માંગતા નહતાં. ગાંધી પરિવારે મજૂરો પર રાજકારણ ખેલ્યું અને સંપૂર્ણ રીતે બેજવાબદાર વ્યવહાર પ્રદર્શત કર્યો. ગાંધી પરિવારે મજૂરોની મજાક ઉડાવી.'
જુઓ LIVE TV
કોરોનાની શું છે લેટેસ્ટ સ્થિતિ દેશમાં?
અત્રે જણાવવાનું કે ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. રોજેરોજ કેસના જે આકડા બહાર આવી રહ્યાં છે તે ચિંતાજનક છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 9971 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 287 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આંકડા મુજબ હાલ દેશમાં 246628 કોરોના કેસ છે જેમાંથી 120406 એક્ટિવ કેસ છે. જ્યારે 119293 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. દેશમાં કોવિડ 19થી કુલ 6929 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે