BJP ની જીત પર મમતા બેનર્જીએ પાઠવી શુભેચ્છા, પરંતુ હાર સ્વિકારવા માટે તૈયાર નહી, વાંચો રિએક્શન

તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ અને બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપની ઐતિહાસિક જીત વચ્ચે ટ્વિટ કરી બધાને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યું, જીતનારા બધાને શુભેચ્છાઓ, પરંતુ બધા હારનારા હાર્યા નથી. અમે હારની વિસ્તૃત વ્યાખ્યા કરીશું, ત્યારબાદ પરીણામોને લઇને અમારો મત રજૂ કરીશું. તેમણે કહ્યું કે કાઉંટિગ ચાલુ છે, પ્રક્રિયા પુરી થયા બાદ VVPAT મશીન સાથે મેચ કરવામાં આવે ત્યાં સુધી રાહ જુઓ. 
BJP ની જીત પર મમતા બેનર્જીએ પાઠવી શુભેચ્છા, પરંતુ હાર સ્વિકારવા માટે તૈયાર નહી, વાંચો રિએક્શન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ અને બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપની ઐતિહાસિક જીત વચ્ચે ટ્વિટ કરી બધાને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યું, જીતનારા બધાને શુભેચ્છાઓ, પરંતુ બધા હારનારા હાર્યા નથી. અમે હારની વિસ્તૃત વ્યાખ્યા કરીશું, ત્યારબાદ પરીણામોને લઇને અમારો મત રજૂ કરીશું. તેમણે કહ્યું કે કાઉંટિગ ચાલુ છે, પ્રક્રિયા પુરી થયા બાદ VVPAT મશીન સાથે મેચ કરવામાં આવે ત્યાં સુધી રાહ જુઓ. 

તમને જણાવી દઇએ કે બંગાળમાં લોકસભાની 42 સીટો છે. 2014ની ચૂંટણીમાં TMC 34 સીટો પર જીતી પ્રાપ્ત કરી હતી. ભાજપ ફક્ત 2 સીટો પર જીતી શકી હતી. આ ચૂંટણીમાં અહીં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું છે. ભાજપ અહીં 19 સીટો પર બઢત બનાવી લીધી છે. 

શરૂઆતી ટ્રેન્ડમાં TMC ને 44.61 ટકા વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને 38.99 ટકા વોટ મળ્યા છે. માકપા અને કોંગ્રેસે ક્રમશ: 6.66 ટકા અને 5.44 ટકા મત પ્રાપ્ત કર્યા છે. હાલની 16મી લોકસભામાં પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની પાસે 34 સીટ અને ભાજપની પાસે ફક્ત બે સીટ છે. એવામાં 17મી લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 16 સીટો પર બઢત સાથે ભાજપ ખૂબ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. 

કેંદ્વીય મંત્રી અને આસનસોલથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસની મુનમુન સેન કરતાં 54984 મતોથી આગળ ચાલી રહ્યા છે. બર્ધમાન-દુર્ગાપુર લોકસભા સીટ પર કેંદ્વીય મંત્રી અને ભાજપના ઉમેદવાર એસ એસ અહલૂવાલિયા તૃણમૂલ કોંગ્રેસની મુમતાઝ સંઘમિતા કરતાં 2344 મતોથી આગળ છે. રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બ સીટ પર 50931 મતોથી આગળ છે. તે આ સીટ પરથી હાલના સાંસદ પણ છે. મેદિનીપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ તૃણમૂલ કોંગ્રેસના માનસ રંજન ભુનિયા ફક્ત 253 મતોથી આગળ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news